Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 80
________________ અંતરમાં શોક પેદા કરાવી રોવડાવ. આવી પ્રવૃત્તિઓથી જીવો ભયંકર શોક મોહનીય કર્મ બાંધતા જાય છે. જે જે પદાર્થો પ્રત્યે જ્યારે અંતરનો અત્યંત રાગ હોય છે. જ્યારે જીવોને શોકના કારણે એ રાગથી રૂદન આદિ કાર્યો પણ આસક્તિ પૂર્વક થાય છે એ આસક્તિના કારણે જે પદાર્થ માટે રોતો હોય તે સચેતન પદાર્થ આ દુનિયા છોડી બીજી દુનિયામાં ગયેલ હોય તો ત્યાં તે આત્માને દુઃખી કરતો જાય છે. આમ એકબીજાને શોકના પ્રતાપે ઋણાનુબંધ રૂપે સંસારની પરંપરા ચાલ્યા કરે છે. માટે જ્ઞાનીઓ આ મોહનીય કર્મથી ચેતવવા પ્રયત્ન કરે છે. (૫) ભય મોહનીય :- નિમિત્ત મલે અથવા ન મલે તો પણ જીવને ભય રહ્યા કરે તે ભય મોહનીય જીવોનું મનોબળ જેટલું ચંચળ હોય તેટલો ભય વિશેષ રીતે સતાવ્યા કરે છે. કેટલાક જીવોને દિવસના અજવાળામાં એકલાં રહેલા હોય તો ભય સતાવે, કેટલાકને સમુદાયમાં રહેલ હોય ત્યારે ભય સતાવે, કેટલાકને રાતના અંધકારમાં ભય સતાવે, કેટલાકને દિવસના એકલા જતાં આવતાં ભય સતાવે, કેટલાકને રાતના એકલા જતાં આવતાં ભય સતાવે એમ ભય મોહનીયના અનેક પ્રકારો કહેલા છે. આ ભય જીવોને સતત ઉદયમાં રહે એવું નથી. કોઇવાર હોય અને કોઇવાર ભય ન પણ હોય. આ કારણોથી જ્ઞાની ભગવંતોએ સાત પ્રકારના ભયો જણાવીને જગતના તમામ જીવોનો તેમાં સમાવેશ કરેલો છે. તે સાત નામો. ૧. આલોક ભય - આલોકની ચિંતા કોઇપણ કામકાજ કરતાં આમ થશે તો ? કોઇ જોઇ જશે અથવા બોલશે તો શું જવાબ આપીશ ? કોઇ મારશે તો ? ઇત્યાદિ. ૨. પરલોક ભય - કોઇપણ કામકાજ કરતાં પરલોકમાં શું થશે ? દુર્ગતિમાં ચાલ્યો જઇશ તો ? ત્યાં શું કરીશ ? અથવા દેવતા આદિ આવીને ઉપદ્રવ કરશે તો ? ૩. ઉભયલોક ભય - આલોકમાં તિર્યંચાદિનો ભય અને પરલોકમાં દેવાદિનો ભય રાખી જીવવું તે. ૪. આજીવિકા ભય - આ લોકમાં સંસારમાં રહીને આજીવિકા શી રીતે મેળવીશ. વેપારાદિ કરતાં કરતાં મુડી જતી રહેશે અને પગારાદિ નહિ મલે તો ? શું કરીશ કોને શું ખવડાવીશ ? ઇત્યાદિ જે વિચારણા તે. ૫. અકસ્માત ભય - એકદમ કાંઇ થઇ જશે તો ? હું શું કરીશ ઇત્યાદિ ભય. ૬. અપયશ ભય - એકદમ યશ મળવાને બદલે અપયશ મળશે તો હું શું કરીશ. ઇત્યાદિ વિચારો કરવા તે. કરીશ ? ક્યાં જઇશ ઇત્યાદિ આ સાતે પ્રકારના ભય, ભય મોહનીયથી પેદા થાય છે. આ સાતે પ્રકારના ભયથી રહિત બનવું હોય અને સારી રીતે જીવન જીવવું હોય તો જગતમાં એક અરિહંત પરમાત્માનું દર્શન જ ભય રહિત બનાવે છે. આ ભય મોહનીય જીવોને ચાર કારણોથી બંધાય છે. ૭. મરણનો ભય - મરણ આવશે તો ? મરી જઇશ તો શું વિચારો કરવા તે. ૧. નિરંતર બીકણપણું રાખવાથી - કોઇપણ પ્રવૃત્તિ કરતાં જીવને બીક લાગ્યા કરે દિવસના કે રાત્રીમાં જીવ બીકથી ગભરાયા કરે તેનાથી જીવો ભય મોહનીય કર્મ બાંધે છે. ૨. બીજાને બીવરાવવાથી અથવા ગભરાવવાથી - પોતે બહાદુર હોય અને બીજા નબળાને કે બહાદુરને મશ્કરીમાં બીવરાવે ગભરાવે એવા વચનો બોલે કે સામો માણસ ગભરાટ પેદા કરે તેનાથી જીવો ભય મોહનીય કર્મ બાંધે છે. Page 80 of 126

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126