________________
કરવાની. જેટલું ભણ્યા હોઇએ તેનું ચિંતવન કર્યા કરવાનું આજ એનો ઉપાય છે. આ રીતે મોહનીય કર્મના છવ્વીશ ભેદો જોયાં.
આયુષ્ય કર્મ
નરકાયુષ્ય પાપ પ્રકૃતિ રૂપે કહેલી છે કારણ કે જ્યાં જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયા પછી જીવને મરવાની સતત ઇચ્છા ચાલુ રહે છે તે ક્ષેત્રનું આયુષ્ય અશુભ કહેવાય છે. આવું ક્ષેત્ર નરક સિવાય બીજું હોતું નથી. માટે નરકાયુષ્ય અશુભ ગણાય છે. જ્યારે તિર્યંચાયુષ્ય એવા પ્રકારનું છે કે એકેન્દ્રિયથી શરૂ કરી પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાં જ્યાં જીવ ઉત્પન્ન થાય એટલે થોડી ઘણી પણ અનુકૂળતા જીવને મલે છે માટે તે ક્ષેત્રમાં જન્મેલાને મરવાની ઇચ્છા થતી નથી માટે જ્ઞાની ભગવંતોએ તિર્યંચાયુ પુણ્ય પ્રકૃતિ કહી છે. નરકાયુષ્યનો બંધ સન્ની પર્યાપ્તા તિર્યંચો, સન્ની પર્યાપ્તા મનુષ્યો અને અસન્ની પર્યાપ્તા તિર્યંચો બાંધી શકે છે એ આયુષ્યનો બંધ કરવા માટે રીદ્રધ્યાનનો પરિણામ જોઇએજ માટે જ્ઞાનીઓ એ રીદ્રધ્યાન લાવનાર,પેદા કરનાર, રાત્રિભોજન કહેલું છે માટે રાત્રિભોજનને નરકનું પ્રથમ દ્વાર કહેલું છે. અભક્ષ્યનું ભક્ષણ અનંતકાયનું ભક્ષણ, બોર, અથાણું આદિ નરક આયુષ્ય બાંધવાના કારણો કહેલા છે. માટે જ જીવન જીવતાં ગમે તેવા વિચારો કરતાં રોદ્રધ્યાન પેદા ન થઇ જાય એની કાળજી રાખવાની કહી છે.
- રાત્રિભોજનમાં પૂર્વક્રોડ વરસના આયુષ્યવાળા એકસો નવ્વાણું ભવ ઉત્તરોત્તર મનુષ્યપણાના પ્રાપ્ત થાય અને દરેક ભવમાં આખી જીંદગી વ્યભિચારનું સેવન કરે તેમાં જેટલું પાપ લાગે તે બધું ભેગું એટલું પાપ એકવાર રાત્રિભોજન કરવામાં લાગે છે.
આયુષ્ય કર્મ
આ કર્મની વિશેષતા એ છે કે એક ભવમાં એક જ વાર બંધાય છે અને તે એક ભવમાં એક અંતર્મુહૂર્ત સુધી જ બંધાય છે અને તે બંધાયેલું આયુષ્ય તે ભવમાં ઉદયમાં આવતું નથી બીજા ભવા સિવાયના બાકીના ભાવોમાં પણ ઉદયમાં આવતું નથી. જે ભવમાં આયુષ્ય બંધાય છે તે ભવનું ભોગવાતું આયુષ્ય પૂર્ણ થાય કે તરત જ તે ઉદયમાં આવે છે. જ્યારે બાકીના સાતેય કર્મો જીવને સમયે સમયે બંધાયા. જ કરે છે તે બાંધેલા કર્મો તે જે ભવમાં બાંધ્યા હોય ત્યાં પણ ઉદયમાં આવી શકે છે. બીજા ભવમાં પણ ઉદયમાં આવી શકે છે અને તે ભવમાં કે બીજા ભવમાં ઉદયમાં ન પણ આવે તો સંખ્યાતા કે અસંખ્યાતા ભવ સુધી ઉદયમાં ન આવે એમ પણ બની શકે છે. આ કારણથી આયુષ્ય કર્મની વિશેષતા ગણાય છે.
- આ આયુષ્ય કર્મ પોતાના ભોગવાતા આયુષ્યના ત્રીજા ભાગે અથવા નવમા ભાગે અથવા સત્તાવીશમા ભાગે અથવા એકયાશીમા ભાગે અથવા બસો તેંતાલીસમા ભાગે અથવા છેલ્લા અંતર્મુહર્ત પણ બાંધી શકે છે. આ આયુષ્ય બાંધવામાં જઘન્ય આયુષ્યના ઉદયવાળા ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે. ઉત્કૃષ્ટ આયુષ્યના ઉદયવાળા જઘન્ય આયુષ્ય પણ બાંધી શકે છે. આથી જઘન્ય આયુષ્યના ઉદયવાળા, જઘન્ય આયુષ્ય-મધ્યમ આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે.
ઉત્કૃષ્ટ આયુષ્યના ઉદયવાળા જઘન્ય આયુષ્ય-મધ્યમ આયુષ્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે. આ કારણોથી જ્ઞાની ભગવંતો કહે છે કે દેવતા અને નારકીના જીવ પોતાના ભોગવાતા આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે આયુષ્ય બાંધે.
અસંખ્યાત વરસના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યંચો પોતાના આયુષ્યનો પલ્યોપમનો
Page 88 of 126