________________
મુકીને આપણે જવાનું છે, તે પદાર્થની આપ લે પુરતી વિચારણાઓ કરી તે વિચારણા છોડી દેવાનો અભ્યાસ કરતા રહીએ. અને તેમાં સ્થિર પરિણામી કે એકાગ્ર ન બનીએ તો જરૂર સદ્ગતિનું આયુષ્ય બાંધી શકાય છે. આ કારણથી નાનપણથી જે પ્રમાણે જીવન જીવવાનો-વિચારોને સ્થિર કરતાં કરતાં જીવવાનો અભ્યાસ પાડેલો છે તે બદલ્યા વગર તેની સ્થિરતા-એકાગ્રતા દૂર કર્યા વગર મળેલી દેવ-ગુરૂ ધર્મની સામગ્રીમાં-પ્રભુ ભક્તિમાં-સાધુ સેવામાં કે ધર્મની ક્રિયાના અનુષ્ઠાનોમાં સ્થિરતા અને અકાગ્રતા પેદા થશે નહિ. અને તે નહિ થાય તો અશુભ ધ્યાન દૂર થશે નહિ. શુભ ધ્યાન આવશે નહિ અને સદ્ગતિનું આયુષ્ય બંધાશે નહિ માટે મળેલી સામગ્રીને સાર્થક કરવા માટે આ અભ્યાસ કરવો ખુબ જરૂરી છે.
ધ્યાન બે પ્રકારે છે.
(૧) અશુભ ધ્યાન (૨) શુભ ધ્યાન
અશુભ ધ્યાનનાં બે પ્રકારો કહલા છે.
(૧) રૌદ્ર ધ્યાન (૨) આર્ત્ત ધ્યાન
રૌદ્ર ધ્યાન - રૌદ્ર એટલે ભયંકર. ભયંકર વિચારણાઓનાં પરિણામોને સ્થિર કરવા તે રૌદ્ર ધ્યાન કહેવાય છે તેના ચાર પ્રકાર છે.
(૧) હિંસાનુબંધિ રૌદ્રધ્યાન. (૨) મૃષાનુબંધિ રૌદ્રધ્યાન. (૩) સ્તેયાનુબંધિ રૌદ્રધ્યાન. (૪) સંરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન.
(૧) હિંસાનુબંધી રૌદ્રધ્યાન :
જ્યારે કોઇ પણ જીવની હિંસા કરવાના- મારવાના વિચારો આવે ત્યારે એ જીવને કઇ રીતે મારવો ? કોઇને ખબર ન પડે એ રીતે મારવા માટે શું કરવું ? કોને કહેવું. જો કોઇ જાણી જાય તો મને પણ મારી નાંખે. આવા વિચારો કરતાં કરતાં જે પોતાના વિશ્વાસુ માણસ હોય તેને વાત જણાવી ખતમ કરવા માટેની વિચારણાને સ્થિર કરતો જાય અને પછી જ્યારે તે વિચારની એકાગ્રતા આવે ત્યારે એ જીવ હિંસા કરે છે. આ જે એકાગ્ર કરવાના પરિણામ-વિચારો તેને જ્ઞાની ભગવંતોએ હિંસાનુબંધિ રૌદ્રધ્યાન કહેલ છે. સામા જીવનું પુણ્ય હોય અને કદાચ તેની હિંસા ન પણ થાય તો પણ આ વિચારોની એકાગ્રતામાં જો આયુષ્યનો બંધ પડે તો નિયમા નરક આયુષ્ય બંધાય છે. એક માત્ર આ પાંચ પચ્ચીશ પચાસ સો વરસની જીંદગીમાં શરીરના રાગે-ધનના લોભે અને કુટુંબ પરિવારના મમત્વના કારણે આવા વિચારો કરી નારકીના દુઃખનું ઓછામાં ઓછું દશ હજાર વરસનું અને વધારેમાં વધારે ત્રણ સાગરોપમનું આયુષ્ય જીવો આ કાળમાં બાંધી શકે છે. એટલે જ જ્ઞાની ભગવંતો મળેલા મનુષ્ય જન્મને સાર્થક કરવા ભલામણ કરે છે. (૨) મૃષાનુબંધિ રૌદ્રધ્યાન :
જુઠ્ઠું બોલવાનો સ્વભાવ પાડવો કે જેથી જુદું એટલે અસત્ય બોલવામાં કાંઇ વાંધો નહિ. આ કાળમાં સુખી થવું હોય તો અસત્ય બોલ્યા વગર ચાલે જ નહિ. જેવો થાય એવા થઇએ તોજ બધાની સાથે રહી શકીએ. આવા વિચારો કરીને અસત્ય બોલવાના વખતમાં તક મળે ત્યારે કેવી રીતે બીજા પાસે અસત્ય બોલાય એની વિચારણાઓ કરતાં કરતાં તેના પરિણામમાં આત્મા એકાગ્ર અને સ્થિર થતો જાય તે મૃષાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે.
ગુરૂના પુત્રના બચાવ ખાતર વસુરાજા એકવાર અસત્ય બોલ્યો તો તેમાં નરક આયુષ્ય બાંધીને નરકમાં ગયો. પાઠક પાસે રાજાનો દિકરો વસુ-પાઠકનો પોતાનો દિકરો અને નારદ એમ ત્રણ ભણતાં હતા.
Page 91 of 126