________________
નારકીનું જઘન્ય દશ હજાર વરસ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ. દેવનું જઘન્ય - ૧૦ હજાર વરસ ઉત્કૃષ્ટ - ૩૩ સાગરોપમ. મનુષ્યનું જઘન્ય - અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ - ત્રણ પલ્યોપમ.
તિર્યંચનું જઘન્ય - અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ - ત્રણ પલ્યોપમનું આયુષ્ય બાંધી શકે છે.
આયુષ્યનો બંધ હંમેશા ઘોલના પરિણામે થાય છે.એટલે કે જ્યારે જઘન્ય પરિણામમાં હોય ત્યારે આયુષ્ય બાંધતા નથી તેમજ ઉત્કૃષ્ટ પરિણામમાં હોય ત્યારે પણ આયુષ્ય બાંધતા નથી જ્યારે જીવો મધ્યમ કષાયમાં વર્તતા હોય ત્યારે જ ઘોલનો પરિણામ પેદા થઇ શકે છે અને આયુષ્યનો બંધ થાય છે. ઘોલાતો ઘોલાતો જે પરિણામ સ્થિર થાય તે પરિણામને ઘોલનો પરિણામ કહેવાય છે. જેમકે કોઇપણ એક પદાર્થનું ચિંતન કરતાં કરતાં તે પદાર્થના ચિંતનને સ્થિર કરવા માટે આજુબાજુના વિચારો કરી તેને સ્થિર કરાય છે તે ઘોલનો પરિણામ કહેવાય છે. દા.ત. સાંજના કોઇ કાર્ય કરવાનું હોય, સવારના ઉઠ્યા ત્યારથી યાદ આવતાં સાંજે મારે આ કામ કરવાનું છે : એમ યાદ કરીએ. પાછો થોડો વખત થાય ફરીથી પાછું યાદ કરીએ અને તે કાર્ય માટેની તૈયારી કરતા રહીએ. પાછા બીજા કામમાં જોડાઇએ એટલે ભૂલી જઇએ. પછી બપોરના નવરાશ મળતાં યાદ આવે એમ કરતાં કરતાં સાંજના કાર્ય કરવાના કામને વિચારથી જે સ્થિર કરીએ તે કાર્યના પરિણામને મજબુત બનાવીએ તે ઘોલનો પરિણામ ગણાય છે. જો તે વખતે આયુષ્ય બંધ થવાનો હોય તો તેવા સ્થિર પરિણામમાં આયુષ્યનો બંધ થાય તે જેવા પરિણામ હોય તેવું તે વખતે આયુષ્ય એક અંતર્મુહૂર્તમાં બંધાઇ જાય છે. આ જે ઘોલનો પરિણામ સ્થિર બને તેને જ્ઞાની
ભગવંતો ધ્યાનનો પરિણામ કહે છે.
ધ્યાન એટલે જે પદાર્થની વિચારણા ચાલતી હોય તેની વિચારણા કરતાં કરતાં તે પરિણામને સ્થિર બનાવવો તે ધ્યાન કહેવાય છે.
માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે શ્રાવકો પોતાનું જે જીવન જીવે છે તેમાં સંસારના પદાર્થોની વાતો-વિચારણાઓ કરે, આપ લે કરે, વ્યવહાર ચલાવે પણ તેમાં એકાગ્ર થઇને સ્થિર પરિણામવાળા ન બને. જો તેમાં સ્થિર પરિણામવાળા બને તેને જ્ઞાની ભગવંતો ધ્યાન કહે છે. દા.ત. જેમ ઘરમાં એક દિવસ-બે દિવસ થયા તે ચીજ આવી નથી. શ્રાવક સવારમાં ઉઠીને સામાયિકમાં બેઠા છે. સ્વાધ્યાય કરે છે. શ્રાવિકા રસોડામાં કામ માટે ગયા. જે ચીજ મંગાવી છે તે આવી નથી. માટે શ્રાવકને કહેવા માટે ત્યાં આંટા મારે અને બોલે હજી ચીજ આવી નથી. શ્રાવક સાંભળે અને તે શ્રાવિકા આર્તધ્યાન ન કરે અને પરિણામની સ્થિરતા ન કરે માટે કહે જ્યારે હું તૈયાર થઇને બહાર નીકળે ત્યારે મને યાદ કરાવજો. આટલું કહે ત્યારે શ્રાવિકા એ વિચારથી દૂર થઇ પોતાના કામમાં લાગે. શ્રાવક સ્વાધ્યાય કરે તે વાત મગજમાંથી ભૂલી જાય. પછી શ્રાવક તૈયાર થઇ ઓફીસે જવા માટે નીકળે ત્યારે શ્રાવિકા યાદ કરાવે ત્યારે શ્રાવક ઓફીસે જઇ
નોકરને પૈસા આપી તે ચીજ લાવી ઘરે પહોંચાડવાનું કહે પણ તે વિચારને સ્થિર કરે નહિ. આ રીતે સંસારના દરેક વ્યવહારમાં શ્રાવક જીવન જીવે. એમ કહ્યું છે. જ્યારે આજે તો રામો એમ કહે કે બે દિવસ નથી આવવાનો તો તે સાંજથી તેની માળા જપાય. સવારમાં ઉઠે ત્યારથી આજે રામો નથી મારે એકલાને કામ કરવાનું છે. એમ જણાવી તે વિચારને સ્થિર કરતાં જાય છે અને તે જ વખતે આયુષ્યનો બંધ પડવાનો હોય તો કયું આયુષ્ય બંધાય તે વિચારી લેજો.
માટે જ્ઞાનીઓ કહે છે કે જો સદ્ગતિમાં જવા ભાવના હોય, સદ્ગતિનું આયુષ્ય બાંધવાની વિચારણા હોય તો જે નાશવંતા પદાર્થો ક્ષણભંગુર છે ક્ષણમાં નાશ પામવાવાળા છે અથવા તે પદાર્થોને
Page 90 of 126