________________
દવાથી સારું થાય અને તાકાત ક્યારે આવે અને દોડતો ક્યારે થાઉં એ વિચાર રોગીને સતત હોય કે કોઇ કોઇવાર આવે ? સતત જ ચાલુ હોય તેવી જ રીતે આ સુખનો રાગ રોગી કરતાં પણ ભયંકર છે. તો તેને છોડવાની તક ક્યારે મલે એ વિચાર ધારા સતત ચાલુ ખરીને ?
સમકતી દેવોને એ પરિણામ સતત તેત્રીશ સાગરોપમ સુધી ચાલુ હોય છે. એ પરિણામ કેવી રીતે ટકાવી રાખતા હશે ? પ્રવૃત્તિ હેયની કરવાની અને પરિણામ તાકાત ઉપાદેયની રાખવાની એ ક્યારે કેવી રીતે બને ? એ જે રીતે રાખીને દેવો જીવે છે એ જ રીતે સમકીતી મનુષ્યો સાતમી નારકીમાં રહેલા નારકો, તિર્યંચો એજ રીતે જીવી શકે છે ! એનો આપણા જીવનમાં પ્રયત્ન ચાલુ છે એ રીતે જીવન જીવવા માટેનો ? આવા જીવોનાં રાગાદિ પરિણામ એટલા સંયમીત હોય કે જેના કારણે એ રાગાદિ ઉદયમાં હોવા છતાં પણ એમને વિશેષ રીતે પીડા આપી શકે નહિ.
સંયોગ એ બંધનનું કારણ છે માટે સંયોગથી પર રહેવાના પ્રયત્નો કરવા જોઇએ. આથી સ્વાવલંબી જીવન જીવતા શીખો. પોતે જ પોતાનું કાર્ય કરવું બીજા તૈયાર કરી આપે તે રીતે જીવન જીવવું નહિ. જંદગીમાં છેલ્લામાં છેલ્લે સાધપણું લઇને જીવવા માટેનું આ પગથિયું કહેલું છે. આ રીતે જીવવા છતાં પણ જીવનાં કષાયો કાંક તીવ્ર હોય તો સર્વવિરતિનો પરિણામ ન આવે એવું પણ બને. સંસારમાં આ રીતે જીવન સ્વાવલંબી રૂપે જીવી શકે એવું પણ બને.
- નવ નોકષાય એ આખા સંસારનું મૂળિયું છે આમાં જીવ જેટલો ડૂબેલો રહીને જીવે એટલું ચારિત્ર મોહનીય કર્મ ગાઢ બાંધતો જાય છે. આમ ચારિત્ર મોહનીયના ઉદયનું નિમિત્ત આ નવમાંથી કોઇ પણ એક ભેદ પણ હોઇ શકે છે. આને જ્ઞાની ભગવંતો એ અત્યંતર ગ્રંથરૂપ દોષ કહેલો છે.
તીર્થકરના આત્માઓ સંસારમાં વધારેમાં વધારે વ્યાશી લાખપૂર્વ વરસ સુધી મોનપણે રહીને પોતાનું જીવન જીવતાં હોય છે એ એટલા માટે કે આ નવ નોકષાયના ભેદોમાંથી કોઇ ભેદ ઉત્તેજિત થઇ હેરાન કરી ન જાય એ દોષોને દૂર કરવા આ રીતે પ્રયત્ન કરતાં જાય છે એટલે એમનાં હાસ્યાદિ નોકષાયો ઓછા થતાં જાય છે. મીન એટલે મોટું ચડાવવું એમ નહિ. મોઢાની પ્રસન્નતા જળવાઇ રહેવી જોઇએ, મેં ચઢેલું હોય તે અરતિ મોહનીયનું કારણ છે. એનાથી પણ ચારિત્ર મોહનીય કર્મ બંધાય.
ચંડકૌશિક ભગવાનને ડંખ મારે છે છતાં ભગવાન બોલ્યા તો શું બોલ્યા ? બુઝ બુઝ ચંડકોશિયા. એટલા જ શબ્દો બોલ્યાને ? કેમ ? જાણે છે આટલા શબ્દોથી એનું કલ્યાણ થઇ જશે ! એમ આપણે કોઇની સાથે વાતચીત કરીએ, બોલવાનો વખત આવે અને બોલીએ તો થોડા શબ્દોમાં સામા જીવનું હિત થઇ શકે એટલા જ શબ્દો બોલીએને ? સામા જીવના અંતરમાં હાસ્યાદિ નવમાંથી કોઇનો વિચાર પેદા ન થાય એવા વચનો બોલવાનો અભ્યાસ પડ્યો છે ખરો ? આવો વિચાર કરીને બોલીએ તોય ચારિત્ર મોહનીય તૂટે.
પદાર્થોને વિષે જેટલી મમત્વ બુદ્ધિ અને લોભ વધે એટલો ભય વધે છે એટલે ભય મોહનીય વધે જ મમત્વ બુદ્ધિ અને લોભ ઘટાડવા માટેજ શ્રાવકોને દ્રવ્યપૂજાનું વિધાન છે. જે દિવસે પૂજા ભણાવી હોય તેનો આનંદ એટલો બધો હોય કે જેના કારણે ખાવા પીવાના પદાર્થો પ્રત્યેનો સ્વાદ છૂટી જાય એવું બને ખરું ?
સંસારનું મૂળિયુંજ આ છે. અરિહંતો અઢારે દોષોથી રહિત હોય તે અઢારમાં સાતદોષ આજ છે. હાસ્યાદિ-છ અને સાતમો કામવાસના એ આત્માઓ આ સાતે દોષોને કાઢવા માટે અવિરતિનો નાશ કરવા અવિરતિના ઉદયમાં પચ્ચખાણ નહિ છતાં કેટલો પ્રયત્ન કરે છે ? મનપણે નિયમ નહિ છતાં નિયમની જેમ જીવે છે માટેજ આ તીર્થંકરના આત્માઓને ચોથાથી સીધું સાતમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે.
આ બધાથી બચવાનો રામબાણ ઉપાય જ એ છે કે તત્વજ્ઞાનની જેટલી બને એટલી વિચારણા
Page 87 of 126