Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 85
________________ (૧૩) અસંયતિ જીવોની પૂજા કરવાથી. (૧૪) કોઇપણ કામ સહસા એટલે ઉતાવળથી કરવાથી તેમાં ઉપયોગ રહેતો નથી અનુપયોગથી થતી ક્રિયાઓમાં દર્શન મોહનીય કર્મ બંધાય છે. (૧૫) મિથ્યાત્વની પુષ્ટિ કરવાથી એટલે પોતે મિથ્યાત્વની પ્રવૃત્તિ કરતો જાય અને અનેકને તે પ્રવૃત્તિમાં જોડતો જાય અને સૌને જણાવે કે આ બરાબર છે, કરવા લાયક આપણે કરીએ છીએ એમ જણાવતાં અનેક જીવોના અંતરમાં મિથ્યાત્વને મજબૂત કરવું તે દર્શન મોહનીય બાધવાનું કારણ કહેલ છે. ચારિત્ર મોહનીય કર્મ બાંધવાના સાત કારણો કહેલા છે. (૧) સાધુ ભગવંતોની નિંદા કરવાથી-પાંચ મહાવ્રતમાં દૂષણો દેખવાથી-તેને બોલવાથી. (૨) ધર્મી જીવોને ધર્મ કાર્યમાં વિપ્ન એટલે અંતરાય કરવાથી. આજે લગભગ મોટા ભાગે આ દોષ ધર્મી જીવોના ઘરોમાં દેખાય છે. પોતે ધર્મ ન કરતાં હોય અને ઘરમાં ધર્મની ભાવનાવાળા હોય-ધર્મ કરતાં હોય તો તેઓને તે વખતે જણાવે કે સંસારનું કામ પહેલા પતાવી પછી ધર્મ કરો. આ કામ તમારું જ છે ને ! આ પણ ધર્મ જ છે ને !પતિની ભક્તિ કરવી એ ધર્મ નથી એમ જણાવી ધર્મના ટાઇમે ધર્મ ન કરવા દેતેમાં અંતરાય કર્યા કરે એવું બને છે. તેનાથી જીવો ચારિત્ર મોહનીય કર્મ બાંધ્યા કરે છે. (૩) અવિરતિના ઉદયવાળા જીવોનાં વખાણ કરવાથી એટલે તે અવિરતિના ઉદયમાં સારી રીતે જીવતો હોય તેનું એ જીવન જોઇને આનંદ પામવો તેમાં અવિરતિના વખાણના કારણે ચારિત્ર મોહનીયા બંધાય છે. (૪) દેશવિરતિવાળા જીવોને ઘણાં પ્રકારે અંતરાયો પેદા કરવાથી. (૫) સ્ત્રી આદિનાં વખાણ કરવાથી એટલે કે કામ અને ભોગની સામગ્રીનાં વખાણો કરવાથી. (૬) ચારિત્રવાન જીવોમાં દૂષણો જોવાથી-બતાવવાથી તથા (૭) કષાયનાં નિમિત્તો પામીને કષાયો વધારવાથી તથા નોકષાયનાં નિમિત્તોને પામીને નોકષાયને વધારવાથી જીવો ચારિત્ર મોહનીય કર્મ બાંધે છે કે જેના પ્રતાપે ભવાંતરમાં જીવોને ચારિત્ર જલ્દી મળતું નથી. તેઓને ચારિત્ર મોહનીયના ઉદયના પ્રતાપે ચારિત્ર ગમતું નથી. લેવાનું મન થાય નહિ અને આથી. ક્ષયોપશમ ભાવે ચારિત્ર મળતું નથી. માહનીય એટલે આત્માના વિવેક ચક્ષને વિષે મુંઝવણ પેદા કરાવે તે. આજે લગભગ ધર્મક્રિયા કરનારો મોટોવર્ગ વિવેક ચક્ષુ વગરનો દેખાય છે. વિવેક ચક્ષ પેદા કરવાનું લક્ષ્ય રાખી ધર્મ કરવામાં લીનતા, પ્રસન્નતા અને સ્થિરતા પેદા થાય છે. (થતી જાય છે.). જીવનની કોઇપણ મન, વચન, કાયાની ક્રિયામાં પ્રવૃત્તિ કરીએ તેમાં વિચારણા આવે તે મુંઝવણનો પરિણામ છે મુંઝવણનો એક વિચાર શરૂ થાય એટલે આજુબાજુના અનેક વિચારોને લઇ આવે. મિથ્યાત્વ એટલે કુદેવને સુદેવ તરીકે માનવું છે. વ્યવહારથી પોતાના અંતરમાં રહેલો વિવેક કે જે અસત્ પ્રવૃત્તિ મારા આત્માને નુક્શાન કરનારી છે અને સત્ પ્રવૃત્તિ મારા આત્માને તારનારી-કલ્યાણ કરનારી છે. આ પ્રકારનો વિવેક પેદા થવા નહિ દે તે મિથ્યાત્વ. સામાન્ય રીતે સુદેવને કુદેવ માનવા એ વ્યવહારથી. અહીં વ્યવહાર મિથ્યાત્વને અડવાનું નથી. અહીં તો પ્રવૃત્તિનો સદ્ અને અસ એમ વિચાર કરવાનો છે અને જો આ વિચારાનો અભ્યાસ પડી જાય તો સુદેવનો કે કુદેવનો વિચાર કરવાની જરૂર રહેતી જ નથી. અસત પ્રવૃત્તિ કદી આત્માને તારનારી બની શકે નહિ. આટલી શ્રધ્ધા પણ આપણા અંતરમાં માન્યતા રૂપે ખરી ? ઘર, પેઢી, કુટુંબ, પૈસો એ બધી જ અસત્ પ્રવૃત્તિઓ છે. મારા આત્માને Page 85 of 126

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126