________________
અને કોઇ જીવોને ભય-જુગુપ્સા બન્નેમાંથી એકેયનો ઉદય ન હોય એવું પણ બને છે.
આ કારણોથી જગતમાં રહેલા જીવોમાં એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-અસન્ની પંચેન્દ્રિય-અપર્યાપ્તા-પર્યાપ્તા તિર્યંચો-અસન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા મનુષ્યો તથા સન્ની પંચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્ત તિર્યંચો અને મનુષ્યોને નિયમાં એક નપુંસકવેદ જ હોય છે. નારકીના જીવોને પણ નિયમા નપુંસકવેદ જ ઉદયમાં હોય છે.
સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચોને ત્રણે વેદનો ઉદય હોય છે. એટલે કે કેટલાક તિર્યંચો પુરૂષ વેદના ઉદયવાળા હોય, કેટલાક તિર્યંચો સ્ત્રીવેદના ઉદયવાળા હોય છે અને કેટલાક તિર્યંચો નપુંસકવેદના ઉદયવાળા હોય છે. આ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચ જીવોને વિષે જાણવું.
અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જે યુગલિક તિર્યંચ હોય છે તે જીવોમાં બે વેદ પુરૂષવેદ અને સ્ત્રીવેદ હોય છે. ત્યાં નપુંસકવેદ વાળા જીવો ઉત્પન્ન થતાં નથી. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સન્ની પર્યાપ્તા. મનુષ્યો જે હોય છે તે ત્રણે વેદના ઉદયવાળા હોય છે. કેટલાક પુરૂષવેદના ઉદયવાળા કેટલાક સ્ત્રીવેદના. ઉદયવાળા અને કેટલાક નપુંસકવેદના ઉદયવાળા હોય છે.
અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જે યુગલિક મનુષ્યો હોય છે તે પુરૂષવેદ અને સ્ત્રીવેદ એમ બે વેદના ઉદયવાળા હોય છે.
દેવલોકમાં રહેલા દેવતાઓ જે છે તેમાં ભવનપતિ-વ્યંતરજ્યોતિષ અને વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવોને વિષે બે વેદના ઉદયવાળા દેવો હોય છે. પુરૂષવેદના ઉદયવાળા અને સ્ત્રીવેદના ઉદયવાળા હોય છે.
વમાનિકના ત્રીજા દેવલોકથી પાંચ અનુત્તર સુધીનાં દેવોને એક પુરૂષવેદનો ઉદય હોય છે. જીવો દર્શન મોહનીય કર્મ નીચેના કારણોથી બાંધે છે. પંદર કારણોથી દર્શન મોહનીય બંધાય છે. (૧) તીર્થંકર પરમાત્માની નિંદા કરવાથી-અવર્ણવાદ બોલવાથી. (૨) જૈન શાસ્ત્રોની નિંદા કરવાથી. (૩) શ્રી સંઘ (ચતુર્વિધ)ની નિંદા કરવાથી. (૪) સદ્ધર્મની નિંદા કરવાથી – અવર્ણવાદ બોલવાથી.
(૫) અધિષ્ઠાયક દેવ-દેવી તથા ભગવાનના શાસનનાં યક્ષ-યક્ષિણીઓની નિંદા કરવાથી તેઓનાં અવર્ણવાદ બોલવાથી જીવ દર્શન મોહનીય કર્મ બાંધે છે.
(૬) કેવલી ભગવંતો માટે અપલાપ કરવાથી. (૭) સિધ્ધ પરમાત્માઓનો અપલાપ કરવાથી. (૮) દેવોનો અપલાપ કરવાથી એટલે દેવો નથી એવું જે બોલવું તે.
(૯) ધર્મી જીવોનાં દૂષણો હંમેશા બોલવાથી. પોતાનાથી અધિક ધર્મ કરતો હોય તો તેવા જીવોની. ધર્મ પ્રવૃત્તિઓ જોઇને બીજાની પાસે તેની નિંદા કરવી ગમે તેમ બોલવું તે પણ દર્શન મોહનીયના બંધનું કારણ થાય છે.
(૧૦) ઉન્માર્ગની દેશના આપવાથી. એટલે કે શ્રી જિનેશ્વર પરમાત્માઓએ જે કહેલું છે તેનાથી વિપરીત રીતે બોલવાથી-દેશના આપવાથી.
(૧૧) કદાગ્રહ રાખવાથી કોઇપણ બાબતની પકડ રાખીને હું જે કહ્યું તે જ બરાબર એમ જ થાય એવી જે પકડ રાખવાથી.
(૧૨) ગુરૂ આદિ વડીલોનું અપમાન કરવાથી.
Page 84 of 126