________________
નોકષાય મોહનીયના ૯ ભેદ છે.
(૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) પુરૂષવેદ, (૮) સ્ત્રીવેદ, (૯) નપુંસકવેદ.
(૧) હાસ્ય મોહનીય :- જીવોને નિમિત્ત મલે અથવા નિમિત્ત ન પણ મલે તો પણ જીવોને હસવું આવે તે હાસ્ય મોહનીય કર્મ કહેવાય છે તે પાંચ કારણોથી જીવો બાંધી શકે છે. પાંચમાંથી કોઇને કોઇ કારણથી જીવો આ કર્મ બાંધી શકે છે.
૧. સ્ત્રી વગેરેની અત્યંત હાંસી એવા પ્રકારથી કરે કે જેથી જીવોને હસવું આવે અને વિકારોની વૃધ્ધિ થાય.
૨. જેની તેની ઠઠ્ઠા મશ્કરી કર્યા કરવી તે. નાના છોકરાઓની ચેષ્ટાઓ જોઇને મશ્કરી કરવી. વૃધ્ધ માણસોની ચેષ્ટાઓ જોઇને મશ્કરી કરવી. ઇત્યાદિ ભાંડ ભવૈયા - નાટક ચેટકના દ્રશ્યો તથા ટી.વી. વગેરેનાં દ્રશ્યો જોઇને મશ્કરીયો સ્વભાવ પેદા કરી ઠઠ્ઠા મશ્કરીઓ કરવી કોઇની પટ્ટી પાડવી તેનાથી જીવો હાસ્ય મોહનીય કર્મ બાંધે છે.
૩. નકામા વચનો બોલવાથી એટલે કે જે વચનો બોલવાથી આત્માનું હિત થવાના બદલે અહિત થાય એવા વચનો બોલવાથી.
૪. દીનતા જણાય એવા વચનો બોલવાથી એટલે કે પોતાની દીનતા દૂર કરવા અથવા બીજાને દીનતા પેદા કરવા માટેનાં વચનો બોલવાથી.
૫. ઘણું હસ્યા કરવાથી. આ પાંચ કારણોથી જીવો પોતે હાસ્ય મોહનીય કર્મ બાંધે અને બીજાને પણ બંધાવે છે.
(૨) રતિ મોહનીય :- જીવોને નિમિત્ત મલે અથવા ન મલે તો પણ અનુકૂળ પદાર્થોમાં ઇન્દ્રિયોનો સંયોગ થતાં જીવોને આનંદ પેદા થયા કરે તે રતિ મોહનીય કર્મ કહેવાય છે. આ રતિ મોહનીય બાંધવાના જ્ઞાની ભગવંતોએ ચાર કારણો કહેલા છે.
૧. બહુ પ્રકારની ક્રીડા કરતાં - જેટલા જેટલા પ્રકારની રમતો જગતમાં છે તે રમતોની ક્રીડા કરતાં કરતાં જીવોને જે આનંદ થયા કરે. રમતોમાં જેમ કે વોલીબોલ, ક્રીકેટ મેચ, હતુતુતુ, ખોખો, લંગડી દાવ, બાથમાં ન્હાવા જવું, બગીચાઓમાં ફરવા જવું ઇત્યાદિ અનેક પ્રકારની ક્રીડાઓ જે કરવી તે રતિ મોહનીય બંધના કારણો કહેલ છે.
૨. અનેક નાટકાદિ જોવા. ટી.વી.ની ચેનલો જોવામાં આનંદ માનવો તે.
૩. પારકાના ચિત્તને વશ કરવા પ્રયત્ન કર્યા કરવો સામો માણસ મને વશ થઇને કેમ રહે, મારા કહ્યા મુજબ કેમ જીવ્યા કરે, મારા હાથ નીચે રહેવો જોઇએ એવી વિચારણા કરી વર્તન કરવું તે.
૪. અનેક દેશોને જોવાની ઇચ્છાઓ કર્યા કરવી. દરેક વેકેશનમાં રજાઓમાં જુદા જુદા । દેશો જોવા જવું, ત્યાં હરવું ફરવું, એશ આરામ કરવો તેમાં આનંદ માની મળેલો મનુષ્ય જન્મ પૂર્ણ કરવા પ્રયત્ન કરવો તે રતિ મોહનીય કર્મ બંધના કારણો કહેલા છે. આ કારણોથી જીવ પોતાના દુઃખમય સંસારનો અનુબંધ
પેદા કરી સંખ્યાત-અસંખ્યાત અનંતકાળનો સંસાર વધારતો જાય છે.
(૩) અરતિ મોહનીય :- જીવોને નિમિત્ત મલે કે ન મલે તો પણ ગ્લાની અનુભવતો દુ:ખી થયા કરે તે અરતિ મોહનીય કર્મ કહેવાય છે.
આ અરતિ બાંધવાના ચાર કારણો કહેલા છે.
Page 78 of 126