________________
ચક્ષુની આજુ બાજુ ઉપરના ભાગમાં પડખાના ભાગમાં પાછળના ભાગમાં જે જે પદાર્થો રહેલા હોય તે પદાર્થોને પણ આપણે જોઇ શકતા નથી એ પદાર્થોને જોવા માટે ચક્ષુને વવી પડે તો જોઇ શકીએ બાકી નહિ. માટે આપણો ક્ષયોપશમ ભાવ બહુ જ મર્યાદિત રૂપે હોય છે.
આવા મર્યાદિત ચક્ષુદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જે જે પદાર્થો જોઇએ છીએ તેમાં રાગ-દ્વેષ ક્રોધાદિ કષાયોના પરિણામો પેદા કરીને કર્મબંધ કર્યા કરીએ છીએ તે ચક્ષના ક્ષયોપશમ ભાવનો દુરૂપયોગ કહેવાય છે. એનાથી ચક્ષુદર્શનાવરણીય કર્મનો રસ ગાઢ બંધાય છે. સારા પદાર્થોને જોઇને અંતરમાં આનંદ પેદા થાય તે રાગ કહેવાય અને ખરાબ કુદરતી દ્રશ્ય જોઇને અંતરમાં નારાજી થાય તે દ્વેષ કહેવાય છે તે મળેલા પદાર્થોનો દુરૂપયોગ કર્યો કહેવાય માટે જ્ઞાનીઓ કહે છે કે જે જેવું મળ્યું છે તે તેવીરીતે જ રાગદ્વેષ વગર જોવું જોઇએ.
નારકીના જીવોનાં ક્ષેત્રની અપેક્ષાએ આપણે જે ક્ષેત્રોમાં રહીએ છીએ તે ક્ષેત્રો સારા છે પણ દેવલોકના ક્ષેત્રોની અપેક્ષાએ આપણા ક્ષેત્રો દુર્ગધથી ભરેલા છે માટે જ્ઞાનીઓ કહે છે કે મનુષ્યના શરીરમાંથી એટલા ભયંકર કોટિના દુર્ગધના પુદ્ગલો નીકળે છેકે જેના કારણે એ પુદ્ગલોની પાંચસો યોજન ઉંચાઇ સુધી વાસ ઉડી રહી છે માટે દેવતાઓને અહીં આવવાનું મન થતું નથી અને સમકીતી દેવોને થાય છે કે આટલાં ભયંકર દુર્ગધવાળા પદાર્થોમાં પણ મનુષ્ય રહીને રાગાદિ પરિણામ કરી રહ્યા છે માટે આપણી તેઓને દયા આવ્યા કરે છે.
ભગવાનની મૂર્તિને જોતાં આનંદ આવે તે પ્રશસ્તરાગ કહેવાય કારણકે એ રાગ મોહનીયને તોડનારો અર્થાત તોડાવનારો રાગ છે માટે જ રોજ ભગવાનના દર્શન કરવાનું વિધાન કરેલું છે. સાધુનું દર્શન પણ એટલા માટે જ છે અને જિનાગમનું દર્શન, વાંચન, ચિંતન, મનન પણ એને માટે જ કહેલું છે એનાં જેટલા બને એટલા દર્શન વધારે જ કરવાના કહ્યા છે તેનેજ જ્ઞાનીઓ ચક્ષનો સદુપયોગ કર્યો કહે છે.
- ઘરમાં જે કાંઇ સજાવટ કરીને સુશોભિત રાખે-એમાં આનંદ પામે- કોઇ જોઇને વખાણ કરે એનાથી આનંદ પામે તોતે ચક્ષુદર્શન કર્મ તીવ્ર રસે ગાઢ બંધાય છે પણ તે વિચાર કરે કે લેવા જવું સંયમ જ હતું એ ન લઇ શકાયું માટે સંસારમાં પડવું પડ્યું છે તો એવી રીતે ઘર રાખું કે જેથી કોઇ આંગળી ચીંધણું કરી દેવ, ગુરૂ, ધર્મની નિંદા ન કરે એમ વિચારી સજાવટ કરે તો કર્મબંધ થવાને બદલે કર્મ નિર્જરા સારી થાય. કારણકે તેનું લક્ષ્ય ધર્મમાં છે માટે પ્રશસ્ત રાગ કહેવાય છે.
જ્ઞાનીઓ કહે છે કે જેને જેમાં વિશેષ રાગ હોય તે જીવો તેનું વિશેષ કર્મ બાંધીને તે સ્થાનોમાં ઉત્પન્ન થાય છે.
જે પદાર્થોને જોઇને આત્માનું દર્શન પેદા થાય, આત્મા વિશુદ્ધ બને એવા પદાર્થોના દર્શન વારંવાર કરવાથી આનંદની વૃદ્ધિ અને સ્થિરતા થતી જાય એમ કરવું જોઇએ અને એ આનંદ પેદા થવા માંડે એટલે સંસારના પદાર્થોને જોઇને એવો કે એનાથી વિશેષ આનંદ પેદા થાય નહિ એવો સ્વભાવ કેળવવો જોઇએ.
દુનિયાના જીવોને પુણ્યોદયથી બે પ્રકારના પદાર્થો મળેલા છે. (૧) આત્માનું દર્શન થઇ શકે એવા પદાર્થો. (૨) સંસારના પદાર્થો પુણ્યોદયથી મલ્યા છે તે. આ બન્ને પદાર્થોના દર્શનમાં આત્માનો ઢાળ કઇ બાજુના પદાર્થ પ્રત્યે વિશેષ છે ? અંતર કઇ બાજુ ? ભલે ક્રિયા ગમે તેવી હોય પણ અંતર જો સંસારના પદાર્થો પ્રત્યે હશે આનંદ એ બાજુ હશે તો અહીંથી મર્યા પછી આટલો પણ ક્ષયોપશમ ભાવ ભવાંતરમાં મલી શકે કે કેમ એવી શંકા પેદા થશે !
બાહ્ય પદાર્થોમાં જેટલી નિર્લેપતા રાખીને જીવીએ તેનાથી ચક્ષુદર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમભાવ
Page 39 of 126