________________
રાજી થતાં તેમાં જે પુરૂષવેદનો રસ બંધાતો હતો તે સત્તામાં રહેલ ત્રીવેદના રસમાં સંક્રમ થઇ થઇને સ્ત્રીવેદની સ્થિતિ અને રસ વધારી દીધેલ તથા તે સ્ત્રીવેદની સ્થિતિ અને રસ નિકાચીત કરેલ. આ રીતે જીવો અપ્રશસ્ત સંજ્વલન કષાયથી અશુભ પ્રકૃતિઓનો સ્થિતિ અને રસ સંક્રમ દ્વારા વધારી શકે છે તેને જ્ઞાની ભગવંતો સ્ત્રીવેદ બાંધ્યો એમ પણ કહે છે. આ રીતે તે સ્ત્રીવેદની સ્થિતિ અને રસ એવા નિકાચીત કર્યા કે જેના કારણે અનુત્તર વિમાનમાં તેત્રીશ સાગરોપમના દેવ થયા તો પણ તે સ્ત્રીવેદનું એક પણ દલિક (પુગલ) પુરૂષવેદમાં સંક્રમીત થઇને પ્રદેશોદયથી ભોગવી શકાયું નહિ અને તેત્રીશ સાગરોપમ સુધી પુરૂષ વેદના ઉદયને ભોગવીને સ્ત્રીવેદનો વિપાકથી ઉદય થયો આથી સ્ત્રી તીર્થકર તરીકે ઉત્પન્ન થયા આ રીતે અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસર્પિણી કાળ પછી આવું બને છે.
આ કારણથી એ વિચાર કરવાનો કે જે ગુણસ્થાનકે પ્રકૃતિનો બંધ ન હોવા છતાંય અપ્રશસ્ત કષાયના પ્રતાપે અશુભ પ્રકૃતિનો સ્થિતિ અને રસ વધી શકે છે. નિકાચીત થઇ શકે છે અને અવશ્ય ભોગવવો પડે છે માટે આ કષાયોથી કેટલી સાવચેતી રાખીને આરાધક ભાવ ટકાવી રાખી આગળ વધવું પડે. આથી જ્ઞાની ભગવંતોએ જે કહ્યું છે કે સમય ગોયમ મા પમાયએ કે હે ગૌતમ એક ક્ષણ જેટલો પણ પ્રમાદ કરીશ નહિ. !
સંજ્વલન સંજ્વલન કષાય
આ કષાય છઠ્ઠા ગુણસ્થાનકથી દશમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે તેમાં છઠ્ઠા ગુણસ્થાનકે નિરતિચાર ચારિત્ર પાળવામાં સહાયભૂત થાય છે અને સંયમ સ્થાનો અસંખ્યાતા-અનંતગુણ-અનંતગુણ વિશુદ્ધિવાળા કહ્યા છે તેમાં જીવ વિશુદ્ધિ પ્રાપ્ત કરતો કરતો આગળ વધતો જાય છે અને તે વિશુદ્ધિના બળે જીવ કષાય મંદ કોટીનો બનાવી અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે સાતમાં ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરતો જાય છે. આથી છઠ્ઠા ગુણસ્થાનકમાં આ કષાયની જેવી માત્રા હોય છે તેનાથી સાતમાં ગુણસ્થાનકમાં મંદ કોટીની માત્રા હોય, તેનાથી નવમાં ગુણસ્થાનકમાં વિશુદ્ધિ વધેલી હોવાથી કષાયની માત્રા એકદમ મંદ હોય છે અને દશમા ગુણસ્થાનકે તેનાથી એકદમ મંદ માત્રા રહેલી હોય છે.
આ કષાયની હાજરીમાં છઠ્ઠા ગુણસ્થાનકે જીવો આયુષ્યનો બંધ કરી શકે તો અનુત્તર દેવનું તેત્રીશ. સાગરોપમનું આયુષ્ય બાંધી શકે છે. તે આયુષ્ય બાંધતા બાંધતા જીવો સાતમા ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે તો આયુષ્યનો બંધ હોય છે પણ ત્યાં સાતમાં ગુણસ્થાનકમાં નવા આયુષ્યનાં બંધની શરૂઆત કરતાં નથી. કારણ કે કષાયની મંદતા થયેલી હોવાથી તથા પરિણામ વિશુદ્ધ બનેલો હોવાથી આયુષ્ય બંધની અયોગ્યતા રૂપે ગણાય છે. આથી સાત-આઠ-નવ અને દશ એ ચાર ગુણસ્થાનકમાં જીવો આયુષ્યનો બંધ કરતાં નથી.
આ કષાયની મંદતામાં સાતમાં ગુણસ્થાનકમાં રહેલા જીવો ધર્મધ્યાન અને શુક્લધ્યાન પ્રાપ્ત કરી શકે છે. પછી મન-વચન-કાયાનું વીર્ય એકઠું કરી સામર્થ્ય વધારી જો તાકાત હોય તો ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે અને એટલું સામર્થ્ય ન હોય તો ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે છે અને આઠમાં ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ અનંતગુણ વિશુદ્ધિના બલે કષાયની માત્રા મંદ કરીને જીવ નવમાં ગુણસ્થાનકના પરિણામને પ્રાપ્ત કરે છે. ત્યાં ચારિત્ર મોહનીયની એકવીશ પ્રકૃતિઓમાંથી એક સંજ્વલન લોભ સિવાય બાકીની વીશ પ્રકૃતિઓનો ક્ષપકશ્રેણિવાળા જીવો ક્ષય કરે છે અને ઉપશમશ્રેણિવાળા જીવો ઉપશમ કરે છે. ત્યાર પછી અનંતગુણ વિશુદ્વિએ જીવ દશમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાં સંજ્વલન લોભનો ઉદય એકદમ મંદ
Page 65 of 126