________________
રીતે પેદા થયા કરે છે. આ સંસ્કારના પ્રતાપે આ જીવો આયુષ્યનો બંધ કરે તો દેવલોકમાં વૈમાનિક દેવોનું આયુષ્ય બાંધે છે.
અપ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાય
આ કષાયનો ઉદય પણ ચોથા ગુણસ્થાનકે હોય છે. આ કષાયના ઉદયકાળમાં પોતાના ભોગાવલી કર્મોને નાશ કરવા માટે તથા “અવિરતિ અતિ ભયંકર છે તેનાથી અત્યાર સુધી કેટલાય ભવોની પરંપરા વધારીને તે ભવોમાં દુઃખો ભોગવીન માંડ મનુષ્ય જન્મ મેળવ્યો છે.” માટે તે અવિરતિનો નાશ કરવા માટે, વર્તમાનમાં મળેલ સાહ્યબી સંપત્તિનો સર્વથા ત્યાગ કરીને, સંયમનો સ્વીકાર કરી, નિરતિચારપણે સંયમનું પાલન સારી રીતે કરી શકે છે. છતાંય તે જીવોને વિરતિના પરિણામ પ્રાપ્ત થતાં નથી. આ અવિરતિનાં નાશના માટે પોતાની શક્તિ મુજબ જ્ઞાનનો અભ્યાસ કરીને તેમાં પોતાના આત્માને સ્થિર રાખવા પ્રયત્ન કરે છે. તેમજ સંયમની ક્રિયામાં અપ્રમત્ત ભાવ પેદા કરીને એકાગ્ર ચિત્તે પાલન કરે છે. છતાંય વચમાં વચમાં અવિરતિના ઉદયનો કષાય હોવાથી ભોગાવલી કર્મના વિચારો પેદા પણ થઇ જાય છે. આથી ચોથા
ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકના પરિણામ પ્રાપ્ત થતાં નથી.
જેમ કે નંદીષેણ મુનિને, જ્યારે ભગવાનની દેશના સાંભળીને પરિણામ પામતા આ કષાયના ઉદયથી સંયમ લેવાની પ્રબળ ભાવના પેદા થઇ, તેના કારણે ભગવાન પાસે સંયમ આપો એમ માંગણી કરી ત્યારે ભગવાને કહ્યું કે નંદીષેણ હજી તારે ભોગાવલી કર્મ બાકી છે ત્યારે નંદીષણે કહ્યું કે ભગવન્ ! આપ જણાવો છો તે વાત બરાબર જ છે. પણ તે ભોગાવલી કર્મને જો અહીં રહીને ખપાવવાના હશે તો તેની સાથે સાથે બીજા ભોગવવા લાયક કર્મો કેટલાય બંધાઇ જશે તો પછી મારો છૂટકારો ક્યારે થશે ! તો મારી વિનંતી છે કે અ ભોગાવલી કર્મોને ખપાવવા માટે આપ મને સંયમ આપો તો હું ત્યાં રહીને જ્ઞાન અભ્યાસ કરી તપ વગેરેનું આચરણ કરી, સંયમના ધ્યાનમાં સ્થિર રહીને તે ભોગાવલી કર્મોનો નાશ કરી શકીશ. તો આપ કૃપા કરીને મને સંયમ આપો ! વિચારો કે ભોગાવલી કર્મો નિકાચીત છે એમ કેવલી ભગવંત-ખૂદ ભગવાન કહે છે તો પણ સમકીત સાથે છે એટલે ભોગાવલી કર્મો છે માટે સંસાર ભોગવી પછી સંયમ લઇશ. એવો જરાય વિચાર અંતરમાં આવતો નથી. પણ અપ્રત્યાખ્યાનીય સંજ્વલન કષાયનો ઉદય છે તેના કારણે વિચારનાં પરિણામો એટલે કે અધ્યવસાયો પેદા થાય છે કે અહીં રહીને ભોગાવલી કર્મોને ખપાવીશ તો
સાથે તેવા બીજા કેટલાય ભોગાવલી બંધાશે ! મારો સંસાર ક્યારે છૂટશે...આ વિચારથી સંયમની ઉત્કંઠા કેટલી છે ! અવિરતિ પ્રત્યે ગુસ્સો પણ કેટલો છે ! વિરતિ પ્રત્યેનો રાગ કેટલો તીવ્ર છે અને અવિરતિ પ્રત્યેનો દ્વેષ પણ કેટલો તીવ્ર છે ? આ સાંભળીને ભગવાને લાભનુ કારણ જાણીને સંયમ આપ્યું. સંયમનો સ્વીકાર કરીને જ્ઞાનાભ્યાસ કરી એકાકી વિહાર કરી શકે એવા ગીતાર્થ બન્યા. એકાકી વિહાર કરે છે. ભણેલા જ્ઞાનનો સ્વાધ્યાય કરતાં સંયમમાં સ્થિરપણે રહી આત્મકલ્યાણ કરી રહ્યા છે તો પણ અવિરતિ અને ભોગાવલી કર્મ નિકાચીત હોવાથી આ કષાયના ઉદયથી વચમાં વચમાં સંસારના વિચારો આવે છે. તેને દૂર કરવા પ્રયત્ન પણ કરે છે છતાં દૂર ન થતાં સંયમથી ન પીડાય અને અવિરતિમાં ન જવાય એ માટે આત્મઘાત કરવા માટે પહાડ ઉપરથી પડતું મુકે છે. તો પણ દેવી આવીને ઝીલી લે છે ! દેવી ઉપર પણ ગુસ્સે થાય છે. ત્યારે દેવીએ કહ્યું ક ભગવન્ હું શું કરૂં ? આપના ભોગાવલી કર્મ મને વચમાં લાવે છે. આ રીતે બીજીવાર દરિયામાં પડી મરવા પ્રયત્ન કરે છે અને ત્રીજીવાર કૂવામાં પડી મરવા પ્રયત્ન કરે છે તો પણ દરેક વખતે દેવીએ વચમાં આવી બચાવી લીધા છે ! આમાં વિચારો કે એક બાજુ અવિરતિનો ઉદય પજવે છે,
Page 59 of 126