Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 58
________________ ભગવાન મહાવીર મહારાજા આ દેશમાં અને આ દિશામાં વિચરે છે. વિહાર કરતાં કરતાં ત્યાં આવી રહ્યા છે તો તે સમાચાર સાંભળીને તેની સાડા ત્રણ કરોડ રોમ રાજી વિકસ્વર થઇ જતી હતી. અંતરમાં અત્યંત આનંદ પેદા થતો અને રોમાંચ ખડા થઇ જતાં આવા સમાચાર આપનારને પોતાની શક્તિ મુજબ શરીર ઉપર જે અલંકારો હોય તે દાનમાં દઇ દેતા તથા મધ્યાન્હકાળની પૂજા માટે અક્ષતની જગ્યાએ સોનીને ત્યાં રોજ એકસોને આઠ સોનાના જવલા ઘડાવતાં હતા અને તેનો સાથીયો કરતાં હતાં. આ ભક્તિના પ્રતાપે, જીવનમાં કોઇપણ પ્રકારનો તપ કરી શક્યા નહોતા તો પણ, અરે નવકારશી પચ્ચક્ખાણ પણ કરી શક્યા નહોતા છતાં તે આ ભક્તિથી તીર્થંકર નામકર્મ નિકાચીત કરીને આવતી ચોવીશીમાં પહેલા તીર્થંકર થશે. આ કષાયની સહાય લઇને અપ્રમત્ત ભાવે સુંદર ભક્તિ કરી પોતાના આત્માનું કલ્યાણ સાધી ગયા. અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય કષાય આ કષાયના ઉદયમાં જીવને જે ક્ષયોપશમ સમકીત પ્રાપ્ત થયેલું હોય છે તેને લઇને આ જીવો, ચોથા ગુણસ્થાનકે રહીને વ્રત, નિયમ, પચ્ચક્ખાણ કરી શકતા નથી તેનું પારાવાર અંતરમાં દુઃખ રહેલું હોય છે. કરવાની તીવ્ર ઇચ્છા પેદા થાય-ભાવના પણ પેદા થાય-આ જ કરવા જેવું છે તેવી માન્યતા પણ જોરદાર હોય, બીજાને કરતાં જોઇને પોતે ન કરી શકે તેનો પશ્ચાત્તાપ પણ જોરદાર રહેલો હોય છતાં આ કષાયનો ઉદય જીવને કરવા દે નહિ. એમ કરતાં કરતાં કોઇ કોઇ વાર એ ક્ષયોપશમ સમકીતમાં અતિચાર પણ લગાડે. અને સમકીતને મલિન કરતા જાય. આથી એમ કહેવાય કે આ કષાયના ઉદયમાં જીવ આયુષ્ય બાંધે તો સાતિચાર સમકીતના પ્રતાપે ભવનપતિ કે વ્યંતરનું બાંધી શકે છે પણ વૈમાનિકનું આયુષ્ય બાંધે નહિ. શ્રી ભગવતી સૂત્રના આઠમા શતકમાં કહ્યું છે કે સાતિચાર સમકીતી જીવો ભવનપતિ વ્યંતરનું આયુષ્ય બાંધે છે. માટે એમ કહેલ છે. અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય કષાય આ કષાયનો ઉદય ચોથા અવિરતિ સમ્યદ્રષ્ટિ ગુણસ્થાનકમાં રહેલા ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષાયિક સમકીતી જીવોને હોય છે. આ કષાય મોટે ભાગે પ્રશસ્તરૂપે હોય છે. અવિરતિનો ઉદય હોવા છતાં આ કષાયના પ્રતાપે નાનામાં નાના વ્રત-નિયમ-પચ્ચક્કાણનો અભ્યાસ ( ટેવ પાડતાં પાડતાં) કરતાં કરતા શ્રાવકના બારવ્રતોને નિરતિચારપણે પાલન કરી શકે એવી શક્તિ પેદા થાય છે અને તેનું પાલન કરતાં કરતાં પોતાની ભોગાવલી અવિરતિનો નાશ કરી શકે છે. જેમ કે શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માનો આત્મા નંદીવર્ધન ભાઇના કહેવાથી સંસારમાં રહ્યા. તેમાં ઘર-રાજ્ય આદિ પ્રવૃત્તિથી નિર્લેપ થઇ પોતાના ઘરમાં સાત પ્રહર સુધી કાઉસ્સગ ધ્યાને રહેલા હતા. ચક્રવર્તિઓ જ્યારે છ ખંડ સાધવા નીકળે છે ત્યારે અઠ્ઠમનો તપ કરી દેવને સાધે છે. તે આ કષાયના ઉદયથી ઉપવાસ-અટ્ટમ આદિ કરી શકે છે. એવી જ રીતે સમકીતની હાજરીમાં જીવો શ્રાવકની દિનચર્યાની ક્રિયાઓ કરતાં કરતાં પોતાના કમો ખપાવી શકે છે. છતાંય ગુણસ્થાનક પાંચમું ગણાતું નથી. તથા નંદીષેણ મુનિએ વેશ્યાને ત્યાં રહીને રોજ દશ પ્રતિબોધ કરવાનો નિયમ કર્યો. દશ પુરૂષોને જ્યાં સુધી પ્રતિબોધ કરી સંયમ લેવા ન મોકલે ત્યાં સુધી આહાર, પાણી મોઢામાં મુકવા નહિ. આ અભિગ્રહ કરવાનો અભિલાષ અને અનું પાલન આ કષાયના ઉદયથી કરી શકતા હતા. આ કષાયમાં મોટેભાગે શુભ લેશ્યાના પરિણામ રહ્યા કરે છે. આંશિક શુધ્ધ પરિણામના અનુભવના કારણે શુભ પ્રવૃત્તિઓ કરવાનું લક્ષ્ય વિશેષ Page 58 of 126

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126