Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 15
________________ વધારેમાં વધારે અર્ધપુદગલ પરાવર્તકાળ સુધી રખડી શકે છે. આથી ઋજુમતિ મન:પર્યવજ્ઞાન પામી પતન પામીને નિગોદમાં હાલ અનંતા જીવો રહેલા છે. નરકમાં અસંખ્યાતા જીવો રહેલા છે એમ કહેવાય છે. આ જ્ઞાનને આવરણ કરનાર કર્મ તે મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. એ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે અને બારમા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. (૫) કેવલજ્ઞાનાવરણીય સામાન્ય રીતે પાંચ જ્ઞાનાવરણીય કર્મ જીવ સમયે સમયે એક સાથે બાંધ્યા જ કરે છે. જેના પરિણામ હોય તેવો તીવ્ર રસ બંધાતો જાય છે. સમયે સમયે જે પાંચ જ્ઞાનાવરણીય કર્મો બંધાય છે તેમાં કેવલ જ્ઞાનાવરણી કર્મ હંમેશા તીવ્ર રસે જ બંધાય છે. એટલે સર્વઘાતી રસેજ બંધાય છે અને સદા માટે સર્વઘાતી રસે જ ઉદયમાં ચાલુ હોય છે અને જ્યાં સુધી એ સંપૂર્ણ રસ ઉદયમાંથી નાશ ન પામે ત્યાં સુધી જીવોને કેવલજ્ઞાન થતું નથી. જ્યારે બાકીના ચાર જ્ઞાનાવરણીય કર્મો સમયે સમયે સર્વઘાતી રસે જરૂર બંધાય છે પણ તે જ્યારે ઉદયમાં આવે છે ત્યારે સર્વઘાતી રસે ઉદયમાં આવતું જ નથી તે અત્પરસે થઇને એટલે દેશઘાતી રસે થઇને જ ઉદયમાં આવે છે. દેશઘાતી રસના પણ બે પ્રકાર હોય છે. (૧) અલ્પ રસવાળા દેશઘાતી પુગલો અને (૨) અધિક રસવાળા દેશઘાતી પગલો. જ્યારે જીવોને મતિજ્ઞાનાવરણીયાદિ અલ્પ રસવાળા દેશઘાતી પગલો ઉધ્યમાં ચાલતા હોય ત્યારે જીવોને તે તે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા કરવામાં સહાયભૂત થાય છે અને જ્યારે અધિક રસવાળા દેશઘાતી પગલો ઉદયમાં ચાલતા હોય ત્યારે જ્ઞાનના ક્ષયોપશમ ભાવનો નાશ કરી ઉદયભાવ પેદા કરે છે એટલે જ્ઞાન ભૂલાવી દે છે. જેમકે કોઇનું નામ વારંવાર યાદ હોય પણ જ્યારે કોઇ પૂછે કે તરત જ ભૂલી જવાય યાદ કરીએ તો પણ યાદ આવે નહિ ત્યારે અધિક રસવાળા દેશઘાતી શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાનનાં પગલો ઉધ્યમાં અનુભવાય છે એમ કહેવાય અને જે ભાઇએ પૂછયું હોય તે જાય કે થોડીવારમાં તરત જ નામ યાદ આવે ત્યારે અભ્યરસવાળા પુદ્ગલો ઉદયમાં આવ્યા છે એમ કહેવાય કે જેથી જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ ચાલુ થયો એમ કહેવાય છે. આ રીતે ચાર જ્ઞાનાવરણીય કર્મોમાં ચાલે છે એમ કહેવાય. જ્યારે કેવલજ્ઞાનાવરણીયમાં તો સર્વઘાતી રસ જે બંધાય છે તેજ ઉદયમાં સતત ચાલુ જ રહે છે માટે તેમાં ક્ષયોપશમ ભાવ હોતો નથી ઉદયભાવ જ હોય છે. એ ઉદય ભાવનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ જીવને કેવલજ્ઞાન થઇ શકે છે. કેવલ = સ્વતંત્ર-સંપૂર્ણ-એકલું છેલ્લામાં છેલ્લું જ્ઞાન એના પછી કોઇ જ્ઞાન જ હોતું નથી એવું જે જ્ઞાન તે કેવલજ્ઞાન. આ બધા એના પર્યાયવાચી શબ્દો કહેવાય છે. આ કેવલજ્ઞાનાવરણીય કર્મ દશમાં. ગુણસ્થાનક સુધી બંધાય છે. બારમા ગુણસ્થાનક સુધી ઉદયમાં ચાલુ જ હોય છે. એ કેવલજ્ઞાનાવરણીય કર્મનો નાશ કરવો હોય તો પહેલા મોહનીય કર્મનો નાશ કરવાનો પુરૂષાર્થ કરવો પડે તેમાં સૌ પ્રથમ દર્શન સપ્તકનો ક્ષય કરવો પડે પછી ચારિત્ર મોહનીય કર્મોનો નાશ કરવા માટે ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરવી પડે અને જ્યારે સંપૂર્ણ મોહનીય કર્મનો બંધમાંથી નાશ થાય તોય જ્ઞાનાવરણીય કર્મનો બંધ ચાલુ જ રહે છે. જ્યારે ઉદયમાંથી મોહનીયનો સંપૂર્ણ નાશ થાય પછી જ જ્ઞાનાવરણીય કર્મનો બંધ વિરચ્છેદ થાય અને પછી જ Page 15 of 126

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126