Book Title: Paap Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 11
________________ વરસમાં કેટલો ઓછો થઇ ગયો છે. એ વિચારો ! છતાંય આપણી મહેનત કેટલી છે ? આજે જેટલા આગમો છે તેના ઉપરથી મહાપુરૂષોએ જુદાજુદા પ્રકરણોની રચનાઓ કરેલી છે તેના અર્થનું ચિંતન મનન કરીએ તો તે પદાર્થોના ભાવોને યાદ રાખી શકીએ એવો ક્ષયોપશમ આપણી પાસે છે પણ આપણે જ્ઞાન મેળવીએ છીએ તે લગભગ પાપની ક્રિયાનું અને તેમાંજ આખો દિવસ પસાર કરીએ છીએ. આજે મોટાભાગે લગભગ આપણે ગોખવાના ચોર થઇ ગયા છીએ ગોખી ગોખીને ભણવાથી સંસ્કાર શ્રુતિરૂપે બને છે તે ધારણા વાંચવાથી યાદ રાખવાથી નહિ થાય. વીર્ષોલ્લાસપૂર્વક ગોખવાના સંસ્કાર હશે તો તે બીજા ભવમાંયે કામ આવશે એટલે સાથે આવશે. શક્તિ હોવા છતાં ય ન ગોખે તો જ્ઞાનાવરણીય કર્મ ગાઢ બંધાય છે. રોજ ગાથા ગોખતાં ગોખતાં. એક ગાથા છ મહિને આવડે એવો ક્ષયોપશમ હોય અને ન ગોખે તો જ્ઞાનાવરણીય કર્મ ગાઢ બંધાય. બોલો આપણો ક્ષયોપશમ ભાવ કેટલો છે ? રોજ એક ગાથા કે અધિક ગાથા ગોખી શકીએ એટલો ક્ષયોપશમાં નથી ? પૂજ્ય પાદ પરમ તારક પૂ. ગુરૂદેવ શ્રી છન્ન વરસની ઉંમરે સાંજે પાણી ચુકવ્યા પછી ટાઇમ મલતો તો સાંજે નવી પાંચ સાત ગાથાઓ ગોખીને રાતના પ્રતિક્રમણ વખતે ચૈત્યવંદનમાં બોલતા હતા. હજી આ કાળની જ વાત છે. આ ઉપરથી આપણે પણ રોજ નવું ગોખવાનું લક્ષ્ય પેદા કરવાનું છે. બીજા જે કોઇ ગોખતાં હોય તેને રોકે એને તો ઉપરથી ડબલ કર્મ બંધ થાય અને અનુબંધ રૂપે બંધાતું જાય. ગોખવાના સંસ્કાર હશે તો ભવાંતરમાં એ જરૂર કામ લાગશે. આ અપેક્ષાએ વિચારીએ તો આ. બધા મહાપુરૂષોની અપેક્ષાએ શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ કેટલો છે ? અને તેમાંય મળેલા ક્ષયોપશમ ભાવની બેદરકારી કરીએ તો ભવાંતરમાં શું થશે ? ચારિત્રની ક્રિયા માટે સામાયિકની અડતાલીશ મિનિટ દર્શન પૂજન માટેનો દર્શન શુદ્ધિ માટે અડધો કલાક એમ જ્ઞાન મેળવવા માટે અડધો કલાક તો રાખવો જ જોઇએ. તો જ મોક્ષાભિલાષ પેદા થાય અને ટકે. આ શ્રુતજ્ઞાનને આવરણ કરનાર કર્મને શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. એ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે અને બારમા ગુણસ્થાનક સુધી ઉદયમાં રહે છે. અત્યારે વર્તમાનમાં જે શ્રુતજ્ઞાન છે તેના કરતાં અલ્ય કોટિનું શ્રુતજ્ઞાન પાંચમા આરાના છેડે રહેશે. દશવૈકાલિક સૂત્રના ચાર અધ્યયન ભણશે તે ગીતાર્થ કહેવાશે. તેની સાથે સંઘયણ બળપણ ઘટી જશે તેના કારણે ક્ષયોપશમ ભાવ પણ ઘટી જશે. અત્યારે પીસ્તાલીશ આગમો વિધમાન છે તે વખતે ક્ત ચાર જ આગમો રહેશે એ પણ અત્યારે જેટલા છે. એટલા પ્રમાણવાળા નહિ એનાથી અલ્પ પ્રમાણવાળા રહેશે. આપણા પુણ્યોદયે આપણો કાળ હજી સારો છે કે જો પ્રયત્ન કરીએતો આત્મલ્યાણ સારી રીતે સાધી શકીએ. શ્રુતજ્ઞાનને ગોખીને તૈયાર કરતાં આપણા નામની જેમ આત્મસાત કરવાનું છે. જેમ કોઇ આપણું નામ પૂછે તો ઝટ દઇને બોલીએ છીએ એમ સૂત્રો થવા જોઇએ. તોજ ભવાંતરમાં સાથે રહી શકે છે. આપણે તો ગોખ્યું એટલે મુક્યું ગોખી લીધું એનો અર્થ એ કે એના આત્મામાંથી ગયું પરતું તેને પરાવર્તન કરી ને સ્થિર કરવાનો પ્રયત્ન કેટલો ? આપણો પુણ્યોદય કેટલો છે કે હજી આપણને ભગવાનના મુખેથી કહેલું શ્રુતજ્ઞાન સાંભળવા, સમજવા, યાદ રાખવા, સ્થિર રાખવા મળ્યું છે. ગણધર ભગવંતોએ ગુંથેલું એ જ્ઞાન ચારિત્રરૂપે ક્રિયા કરવા મળે છે માટે પુણ્યોદય કેટલો છે ? આ રીતે આ સૂત્રો પ્રત્યે અંતરમાં Page 11 of 126

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 126