________________
શાહ નીલાંજના એસ.
Nirgrantha
વસ્ત્રોનો રંગ પીળો હતો તેમજ તેમનું વક્ષ:સ્થળ શ્રી વત્સાંકિત હતું, એમ પણ આ ગ્રંથો જણાવે છે. તેમનાં રંગ અને વસ્ત્રો વગેરે અંગેની વિગત પૌરાણિક પરંપરા સાથે મળતી આવે છે, તે સ્પષ્ટ છે. કારણ કે એમાં પણ કૃષ્ણ શ્યામરંગના હતા અને પીતાંબર ધારણા કરતા હતા એવું નિરૂપણ છે.
પૌરાણિક પરંપરાની જેમ જૈન ગ્રંથો પણ તેમને “શંખચક્ર' ગદા ધારણ કરનાર રૂપે દર્શાવે છે. જ્ઞાતાધર્મકથામાં જણાવ્યા અનુસાર તેમના શંખનું નામ પાંચજન્ય અને ધનુષ્યનું નામ શાર્ક હતું. દ્રૌપદીને હરી ગયેલા પદ્મનાભને ભય પામડવા તેમણે પાંચજન્ય શંખ વગાડ્યો હતો અને શાર્વધનુષ્યનો ટંકાર કર્યો હતો. તેમની શ્વેતપીત પતાકાનો પણ આ ગ્રંથમાં નિર્દેશ થયો છે. જૈન આગમ ગ્રંથોમાં બલદેવને અને તેમને અનુક્રમે ‘તાલ’ અને ‘વૈનતેય'થી અંકિત ધ્વજવાળા તેમજ હલમુસલ અને ચક્રથી લડનાર તરીકે જણાવ્યા છે. પૌરાણિક પરંપરામાં, પદ્મપુરાણ(અ. ૮૬)માં કૃષ્ણના આ વૈનતેય-ધ્વજનો ઉલ્લેખ મળે છે. જૈન પરંપરામાં કૃષ્ણને સુદર્શનચક્રનો ઉપયોગ, દ્રૌપદીના અપહરણ જેવા કટોકટીના પ્રસંગે પણ, કરતા દર્શાવાયા નથી, એ બાબત નોંધવા જેવી છે. કૃષ્ણની ભેરીઓ :
જૈન આગમગ્રંથોમાં કૃષ્ણની કુલ છ પ્રકારની ભેરીઓનો ઉલ્લેખ મળે છે : આમિકા, ઉસ્લિપ્તા, કૌમુદી, અશિવોપશમની, સામુદાનિક, અને સોનાહિક. આમાંથી પ્રથમ ચાર ભેરીનો નિર્દેશ આવશ્યકણિ (આચૂ)(પ્રાયઃ ઈસ્વી ૬૦૦-૬૫૦) વગેરે ગ્રંથોમાં સાથે મળે છે. આ ચારે ભેરીઓ ગોશીષચન્દનમય અને દેવતાઓથી પરિગૃહીત હતી. તેમને દ્વારકાની સુધર્મા સભામાં રાખવામાં આવતી હતી. સામુદાનિક ભેરીનો ઉલ્લેખ વૃદમાં મળે છે. કૌમુદી ભેરીનો તથા સામુદાનિક ભેરીનો ઉપયોગ શુભપ્રસંગોએ, જેવા કે અરિષ્ટનેમિના દ્વારકામાં આગમન પ્રસંગે, લોકોને એકઠા કરવામાં થતો હતો. યુદ્ધ કે કટોકટીના પ્રસંગે યોદ્ધાઓને બોલાવવા માટે, જેમકે દ્રૌપદીના અપહરણ પ્રસંગે, સોનાહિક ભેરીને વગાડવામાં આવતી હતી૩૪ .
આ બધામાં અશિવોપશમની ભેરી વિશિષ્ટ હતી. તેનો એવો મહિમા હતો કે દર છ મહિને જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે બાર યોજન સુધીમાં તે પહેલાં થયેલા રોગો મટી જાય અને પછીના છ મહિના સુધીમાં રોગનો ઉપદ્રવ થાય નહીં. આ ભેરી કૃષ્ણને કઈ રીતે મળી તે બાબત, તથા તેના વાદકે પૈસા લઈને તેના ટુકડા બધાને વહેંચતાં, તે ચંદનકથા કેવી રીતે બની તે વાત ચંદનકથાની ગાથા તરીકે પ્રસિદ્ધ છે, અને આ ચૂતમાં વિગતે ઉપલબ્ધ થાય છે".
પૌરાણિક પરંપરામાં કૃષ્ણની ભેરીઓ વિશે ખાસ નોંધપાત્ર ઉલ્લેખ મળતો નથી. કૃષ્ણ વાસુદેવના ગુણો :
કૃષ્ણના અનેક ગુણો જૈન આગમગ્રંથોમાં વર્ણવવામાં આવ્યા છે. આચારાંગચૂર્ણિ(આચૂ) (પ્રાય: ઈસ્વી ૬૭૫-૭૦૦)માં કૃષ્ણને અનંતગુણોવાળા કહેવામાં આવ્યા છે. સજૂ માં જણાવ્યા પ્રમાણે કૃષ્ણની ૫૪ મહાપુરુષોમાં ગણના થઈ છે, માટે તેમને ઉત્તમ કહ્યા છે, તીર્થંકરની અપેક્ષાએ મધ્યમ છે, માટે તેમને મધ્યમ કહ્યા છે અને સમકાલીનોમાં શૌર્યની દષ્ટિએ ઉત્કૃષ્ટ હોવાથી તેમને પ્રધાનપુરુષ ગણાવવામાં આવ્યા છે. સસ્ટ’ અને ‘પ્રવ્યા'માં, કૃષ્ણને યશસ્વી, સમુત્ક્રોશ, મત્સરરહિત, અભ્યપગતવત્સલ, અચપલ, અચંડ, ધનુર્ધર, ગંભીર વગેરે વિશેષણોથી વર્ણવવામાં આવ્યા છે. આ ચૂમાં તેમને કર્મનું બંધન કરનારા અર્થોથી સાવધ રહેનારા તેથી અમૂચ્છિત કહ્યા છે.
તેમના આ ગુણોની પ્રતીતિ કરાવતા અનેક પ્રસંગો પણ જૈન ગ્રંથોમાં મળે છે. તેમના ભક્ત વીરક વણકર પ્રત્યે કણે જે અનુકંપા દાખવી, તે તેમની સાનુક્રોશતા દર્શાવે છે. અંદમાં જણાવ્યા પ્રમાણે તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org