Book Title: Nirgrantha-2
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

Previous | Next

Page 246
________________ Vol. II - 1996 તારંગાના અર્હત્ અજિતનાથના... માતાપિતા આદિનું અવલોકન કરતાં તેમાં અજિતનાથનું નામ મોખરે આવે. તેમના પિતા જિતશત્રુ, માતા વિજયા [,] જન્મસ્થાન અયોધ્યા જેવી તેમના જીવનની વિગતો આ માન્યતાને દૃઢ કરે એ સ્વાભાવિક છે. તદુપરાન્ત અભયદેવના નામના પ્રથમ અક્ષર ‘અ’ અને અજિતનાથના પ્રથમ અક્ષર વચ્ચે સુમેળ હોઈ જ્યોતિષની નજરે પણ તેમનો મેળ ખાય છે. આ સમગ્ર પરિસ્થિતિ અજિતનાથના દેરાસરની સ્થાપના માટેની પૂર્વ-ભૂમિકા પૂરી પાડે છે૫ ’ ' અવલોકન :- એ પંથકમાં અભયદ મન્ત્રી કેવળ રાજા વતી વહીવટ ચલાવનાર દંડનાયક રૂપે જ હતા, સામન્ત વા માંડલિક રાજા—મહામંડલેશ્વર—નહીં. એ પ્રદેશની રક્ષા માટે પોતે જૈન હોવાથી, અને પોતાના નામનો પ્રથમાક્ષર મૈં હોવાથી, દંડનાયક અભયદે અજિતનાથનું મંદિર બંધાવ્યું એવી પ્રમાણવિહીન કલ્પના અતિ સાહસની ઘોતક છે. મંદિર રાજા કુમારપાળનું કરાવેલું હોઈ આવી કોઈ જ અટકળને ત્યાં અવકાશ નથી. છતાં વિદ્વાન્ લેખકોની વાત માની લઈએ તો પ્રશ્ન એ ઊભો થાય કે આબૂ-પર્વત પર વિમલમન્ત્રીએ પણ પોતે જ્યાં દંડનાયક હતા તે આબૂ પંથકની ‘“સુરક્ષા” માટે અજિતનાથનું, અથવા પોતાના અભિધાનના પ્રથમાક્ષરને ધ્યાનમાં લેતાં ‘‘જિન વિમલનાથ”નું ન કરતાં આદિનાથનું મંદિર કેમ બંધાવ્યું ? સમગ્ર તર્ક પ્રમાણાધારિત ન હોઈ પ્રભાવકચરિતના ‘‘હેમચન્દ્રસૂરિચરિત” અંતર્ગત તારંગાના મંદિર નિર્માણ સંબંધી જે ખુલાસો આપ્યો છે તે હાલ તો વિશેષ ભરોસો કરવા યોગ્ય જણાય છે. ત્યાં કહ્યા પ્રમાણે તો ચાહમાન અર્ણોરાજ પર કરેલા વિજયની સ્મૃતિમાં કુમારપાળે અજિતનાથનું મંદિર બંધાવવા પૂર્વે સંકલ્પ કરેલો તેનું સ્મરણ થઈ આવતાં સ્વગુરુ હેમચન્દ્રના સૂચનથી તારંગા પર પ્રસ્તુત જિનાલય બંધાવેલું. ૯૩ ૭. એક અન્ય આડપેદાશ જેવો મુદ્દો પણ શોધપત્રકર્તા વિદ્વાન્ લેખકોએ ઉપસ્થિત કર્યો છે, જેમાં તેમણે કુમારપાળના સમયમાં મહામાત્ય યશોધવલના માળવા-ઉદયપુરના સં૰ ૧૨૧૮/ઈ સ ૧૧૬૨ના અભિલેખનો આધાર લઈ દંડનાયક અભયદેવના પિતા ‘‘જસોદેવ’” અને પ્રસ્તુત ‘‘યશોધવલ”ને એક ગણી કાઢ્યા છે; પણ તે સમીકરણ માટે કોઈ જ સાહિત્યિક યા અભિલેખીય પ્રમાણ ઉપસ્થિત કર્યું નથી”. ઇતિહાસ સહી ન શકે તેવી કલ્પનાઓ કરવાથી શું લાભ ? આ સિવાય પણ પ્રસ્તુત લેખમાં કોઈ કોઈ નાના નાના ચર્ચાસ્પદ મુદ્દાઓ છે, જે ગૌણ હોઈ અહીં સમીક્ષામાં છોડી દીધા છે. તારંગાના મંદિરના ગૂઢમંડપના કોઈ ગોખલા-ખત્તક-માં પછી ગર્ભગૃહમાં પડખાની ભીંત સમાણી?) મુકાઈ હશે તેવી એક આરસી પ્રતિમા (ચિત્ર ૫) હવે અહીં આખરી પ્રમાણરૂપે રજૂ કરીશું. અભિલેખ વગરની આ પ્રતિમા ઘોડેસવાર રાજપુરુષની છે : પરંતુ આ પ્રતિમા દંડનાયક અભયદની ન હોતાં સ્વયં રાજા કુમારપાળની હોવાનું જણાય છે ઃ કેમકે તેમાં છત્રધર સાથે ચામરધારિણી વારાંગના પણ દર્શાવી છે. શૈલી પણ સ્પષ્ટતયા કુમારપાળના સમયની અને દેવાલયના નિર્માણની મિતિ, એટલે કે ઈસ્વીસન ૧૧૬૫ના અરસાની, છે”. શોધકમુખ્ય મહેતા અને સહયોગી વિદ્વાન્ લેખકના આ અનોખી તર્કણા પર આધારિત વૈદુષ્યપૂર્ણ લેખ પાછળ શું ઉદ્દેશ હશે તે વિષે વિચારતાં એમ લાગે છે કે માધ્યમિક શાળા છોડી અને વિશ્વવિદ્યાલયના ઉંબરે ઊભેલા વિદ્યાર્થીઓને સમ્યગ્-શોધ અને શોધાભાસ વચ્ચે વ્યાવર્તક રેખા ક્યાં દોરવી તે દર્શાવવાનો હોય. જો એમ જ હોય તો તે હેતુ પૂર્ણતયા સફળ થયો માની શકાય. ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસ અને કલા-સ્થાપત્યના ક્ષેત્રે કામ કરવા ઇચ્છતી આવનારી પેઢીઓ લેખકહ્રયના આ પ્રશસ્ય પુરુષાર્થ બદલ ચિર:કાળ પર્યન્ત ઋણી રહેશે. Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326