________________
Vol.I-1996
જૈન આગમોમાં કૃષ્ણ અને દ્વારકા તેમનું આગવું સ્થાન દર્શાવે છે. જૈન અનુશ્રુતિ પ્રમાણે દાશાહવંશનો વૃત્તાંત પ્રાચીન સમયથી જળવાયો છે અને તે દૃષ્ટિવાદ નામના લુપ્ત થયેલા બારમા અંગમાં હતો. સમવાયસૂત્ર(પ્રાયઃ ઈસ્વી ૩૫૩/૩૬૬)માં પણ કહ્યું છે કે દૃષ્ટિવાદના ગંડિકાનુયોગમાં દાશાહગંડિકાઓમાં, સમુદ્રવિજયથી લઈને વાસુદેવના પૂર્વજન્મનું કથન થયું હતું ૨૩. પૌરાણિક પરંપરામાં, યદુવંશનો વૃત્તાંત હરિવંશના ૨૩થી ૨૮ અધ્યાયમાં મળે છે. વસુદેવની પત્નીઓ અને પુત્રોઃ
જૈન આગમગ્રંથોમાં વસુદેવની ત્રણ પત્નીઓ ગણાવી છે. અંદમાં વસુદેવની ધારિણી અને દેવકી અને એ બેનો ઉલ્લેખ છે”, અને ઉ. સૂર માં તેમની દેવકી અને રોહિણી એમ બે પત્નીઓ ગણાવી છે. ઉત્તરાધ્યયનસૂત્ર પરની નેમિચંદ્રની વૃત્તિ (ઉને)માં કૃષ્ણને ભૂલથી બાણ વડે વીંધનાર જરકુમાર અથવા જરકુમારને વસુદેવની જરા નામની પત્નીનો પુત્ર ગણાવ્યો છે.
અંદઅને ઉ. સૂડમાં કુષ્ણને દેવકીના પુત્ર કહ્યા છે. તે દેવકીના સાતમા પુત્ર હતા. દેવકીના પહેલા છ પુત્રોને હરિëગમિષી (હરિનેગમેષ) દેવે સુલતાના મૃત પુત્રોની જગ્યાએ મૂકી દીધા હતા. પોતાના છએ પુત્રોએ દીક્ષા લીધેલી જોઈ, દેવકીને ખૂબ દુ:ખ થયું, તેથી કૃષ્ણ હરિëગમિષી દેવની આરાધના કરી, ગજસુકુમાર નામના ભાઈને મેળવ્યો. આ ગજસુકુમારનો વિવાહ સોમિલ બ્રાહ્મણની પુત્રી સોમા સાથે થયો હતો, પરંતુ ગજસુકુમારે લગ્ન પહેલાં દીક્ષા લીધી, તેથી સોમિલે એમના મસ્તક પર અંગારા મૂક્યા અને એ જ રાત્રે એમણે મુક્તિ પ્રાપ્ત કરી.
પૌરાણિક પરંપરા પ્રમાણે વસુદેવને ૧૧ રાણીઓ હતી જેમાંના રોહિણી અને દેવકી એ બે નામ જૈન અનુશ્રુતિ સાથે મળતાં આવે છે. પૌરાણિક પરંપરા પ્રમાણે કંસે દેવકીનાં છ સંતાનોનો વધ કર્યો હતો. દેવકીનું સાતમું સંતાન એક પુત્રી હતી, જેનું કંસે શિલા પર પછાડી મૃત્યુ નિપજાવ્યું હતું, અને શ્રીકૃષ્ણ દેવકીના આઠમા સંતાન હતા અને જરા એ વસુદેવનો વનરાજિ નામની દાસીથી થયેલો પુત્ર હતો. આ જરા કુશળ બાણાવળી તરીકે નિષાદોમાં પ્રસિદ્ધ હતો. કૃષ્ણને મારનાર જરા નામનો પારધિ અને આ જરા બંને એક વ્યક્તિ હોય તે અસંભવિત નથી. જો આમ હોય તો આ બાબતમાં પણ પૌરાણિક પરંપરા જૈન પરંપરાની નજીક આવે છે, કારણ કે કૃષ્ણને મારનાર જરા બંને પરંપરા પ્રમાણે તેમનો સાવકો ભાઈ થાય.
વસુદેવ અને ધારિણીના પુત્રોનાં નામ અંદમાં ત્રણ સ્થળે મળે છે. પ્રથમ વર્ગમાં, સારણનું નામ મળે છે, ત્રીજા વર્ગમાં દારુક અને અનાદિષ્ટિનાં નામ મળે છે, અને ચોથા વર્ગમાં જાલિક, માલિ, ઉપયાલિ, પુરુષસેન અને વારિષણનાં નામ મળે છે.
અં. દ. અને વૃષ્ણિદશા(વૃઢ)(પ્રાયઃ કુષાણ-ગુપ્તકાળ)માં દર્શાવ્યા પ્રમાણે રોહિણીના પુત્ર અને કૃષ્ણના ભાઈ બલદેવને ધારિણી અને રેવતી નામે બે પત્નીઓ હતી, ધારિણીથી એમને સુમુખ, દુર્મુખ અને કૂપદારક નામના ત્રણ પુત્રો થયા અને રેવતીથી નિષધ નામે પુત્ર થયો, જેણે સંસાર ત્યજી અરિષ્ટનેમિ પાસે દીક્ષા લીધી હતી.
જૈન આગમોમાં દારુકને કૃષ્ણના ભાઈ તથા સારથિ તરીકે જણાવ્યા છે, જ્યારે પૌરાણિક પરંપરામાં તેમને માત્ર કૃષ્ણના સારથિ તરીકે દર્શાવ્યા છે. કૃષ્ણની ઊંચાઈ, આયુષ્ય, વર્ણ, વસ્ત્રો, શંખ, ચક્ર, ધ્વજા આદિઃ
સ્થાનાંગસૂત્ર (સ્થા સૂ) અને બીજા આગમોમાં, કૃષ્ણની ઊંચાઈ દશ ધનુષપ્રમાણ દર્શાવી છે, તેમનું આયુષ્ય એક હજાર વર્ષનું હતું, એમ આ ગ્રંથો જણાવે છે. કૃષ્ણ વાસુદેવનો વર્ણ શ્યામ હતો અને તેમનાં
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org