________________
૪૨
સલોની જોષી
Nirgrantha આ કથાઓમાં દરેક પ્રકારનાં પાત્રોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમકે, મનુષ્ય, દેવ, યક્ષ, વ્યંતર અને તિર્યચ. અહીં ચમત્કારિક, અતિમાનવીય, અને દૈવીતત્ત્વનું નિરૂપણ વિશેષ રૂપે જોવા મળે છે.
સામાન્ય રીતે આ પ્રકારના કથાગ્રંથ-ચરિત્રગ્રંથમાં ચતુર્વિધ ધર્મ – દાન, શીલ, તપ, ભાવના – ની કથાઓની સાથે સાથે શ્રાવકના બાર વ્રતવિષયક કથાઓનું નિરૂપણ કરવામાં આવે છે. અહીં ચતુર્વિધધર્મ પર દૃષ્ટાંતકથા મળે છે પરંતુ શ્રાવકના દ્વાદશવિધ વ્રતવિષયક કથાઓ મળતી નથી. અહીં એ ઉલ્લેખનીય છે કે આ હરિભદ્રસૂરિ રચિત અદ્યાપિ અપ્રકાશિત અજિયનાહચરિયંમાં દ્વાદશવિધ વ્રતવિષયક કથાઓ મળે છે. અન્ય નોંધનીય બાબત એ છે કે “સમરકેતુ ચરિત્ર” અજિયનાહચરિયંમાં શબ્દશઃ મળે છે. તે જ રીતે દાન, શીલ, તપ, ભાવના તેમ જ સમ્યક્ત વિષયક દૃષ્ટાંત કથાઓ ચંદખેંહચરિયંમાં શબ્દશઃ મળે છે. સનકુમાર ચરિત્ર”નું આલેખન કવિએ પોતાની જ કૃતિ નેમિનાહચરિઉ(અપભ્રંશ)માં કર્યું છે.
આ અવાંતર કથાઓમાંથી પાંચ કથાઓ આખ્યાનકમણિકોષવૃત્તિમાં પ્રાપ્ત થાય છે, જેની રચના કર્તાના ગુરુ શ્રીચંદ્રસૂરિના ગુરુભ્રાતા શ્રીઆમ્રદેવસૂરિએ કરી છે.
આ કથાઓમાંથી “સિંહ અને સુકુમારિકા કથા” સંસ્કૃત ભાષામાં નિબદ્ધ છે. “નરવિક્રમ નરેશ્વરકથા'માં પ્રથમ ચરણ સંસ્કૃતમાં અને દ્વિતીય ચરણ પ્રાકૃતમાં એમ મણિપ્રવાલ શૈલી પ્રયોજાઈ છે. આ અવાંતર કથાઓની ભાષા સમાચબદ્ધ હોવા છતાં સરળ અને પ્રવાહી છે. અલંકારોનો વિનિયોગ સુચારુ રૂપે થયો છે. પ્રકૃતિ અને પાત્રોનું વર્ણન વિસ્તૃત અને વિશદ રૂપે કરવામાં આવ્યું છે. કહેવતો અને સુભાષિતોનો પ્રયોગ યથોચિત સ્થાને કરાયો છે.
આ કથાઓનું પર્યાવસાન પાત્રો દ્વારા અંતતઃ દીક્ષાગ્રહણ કરવામાં કે ધર્મકાર્યમાં પ્રવૃત્ત થવાને કારણે આ ધર્મકથાઓ છે. આ કથાઓમાં પ્રરૂપિત ઉપદેશ કથારસમાં વ્યવધાનરૂપ બનતો નથી. સમગ્રતયા જોઈએ તો આ કથાઓ આસ્વાદ્ય છે.
સંદર્ભ ગ્રંથો : ૧. જિનરત્નકોશ સંપાઇ એચ. ડી. વેલણકર, Bhandarkar Institute for Oriental Research પૂના ૧૯૪૪. પૃ.
૩૦૨. ૨. ચંદખેંહચરિયું (અપ્રકાશિત તાડપત્રીય પ્રત, હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર, પાટણ).
चउवीसइ जिण-पुंगव-सुचरिय-रयणाभिराम-सिंगारो ।
પણો વિગેર-સો નાગો મસૂત્તિ / પત્ર ૨૬૩૨. ૩. નેમિનાહ ચરિલ હરિભદ્રસૂરિ, સંપા. મધુસૂદન મોદી અને ઇ. ચૂ, ભાયાણી, લાદ. ગ્રંથમાળા ૩૩. અમદાવાદ
૧૯૭૪. ૪. આવશ્યકચૂર્ણિ, જિનદાસગણિ. ઋષભદાસ કેસરીમલ પેઢી, રતલામ ૧૯૨૯, નવમ અધ્યયન, પૃ ૧૪૫. ૫. ઉત્તરાધ્યયન સુખબોધાવૃત્તિ, નેમિચન્દ્રાચાર્ય, સંપા. વિજયઉમંગસૂરિ, પુષ્પચંદ્ર ખેમરાજ, આત્મવલ્લભગ્રંથાંક-૧૨.
વળાદ ૧૯૩૭, પૃ. ૧૪૧. ૬. ધર્મોપદેશમાલા વિવરણ, જયસિંહસૂરિ, સંપા. લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, સિંધી જૈન ગ્રંથમાલા, કન્યાંક ૨૮. મુંબઈ
૧૯૪૯. પૃ૦ ૧૩૭. ૭. કહકોસુ શ્રીચંદ્રસૂરિ, સંપા. એચ. એલ. જૈન, પ્રાકૃત ગ્રન્થ પરિષદ ગ્રંથાંક-૧૩. અમદાવાદ ૧૯૬૯, સંધિ ૫, કડવક
૫-૧૦, પૃ. ૫૧-૫૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org