________________
Vol. II-1996
“સિદ્ધમેરુ” અપરનામ.. કર્યાનું કહ્યું છે. (‘લિંગ' શબ્દ અહીં બહુવચનમાં છે, જે સૂચક છે.) યથા:
क्षेत्रमेतत्समाख्यातं, सिद्धराजसरः स्थितम् ॥३७६|| यदा तु सिद्धराजेन, समकालं प्रतिष्ठितम् । सहस्रं तत्र लिङ्गानां तस्यैव च सरस्तटे ॥३७७॥ समाराध्य तथा देवी तत्रानीता सरस्वती ॥३७८।।
- સરસ્વતીપુરા ( સ ૨૬. રૂ૭૬-૩૭૭-૩૭૮ જો કે પુરાણકાર અહીં ૧OOO “લિંગો” સ્થાપ્યાનું કહે છે, પણ તેનાથી પ્રસ્તુત “લિંગો ધરાવતી કલિકાઓ” એવો અર્થ પણ વ્યવહારમાં અયુક્ત નથી. (સિદ્ધરાજ જેવો રાજા પોતાના તળાવ કાંઠે નાનાં નાનાં હજાર શિવલિંગોનો ખડકલો એક સ્થાને એક જ મંદિરમાં કરી દે કે કેવળ એક લિંગ પર હજાર લિંગ કોતરાવે તે વાત કઈ ગળે ઊતરે તેવી લાગતી નથી.) ઉદાહરણરૂપે વાતાપિપતિ કટરાજ વિનયાદિત્ય ચાલુક્યની રાણી વિનયવતીએ નગરના તટાકના ઉપકંઠમાં ત્રેપુરુષદેવ (બ્રહ્મા-વિષ્ણુ-શિવ) સ્થાપ્યાના ઈ. સ. ૬૯૯ના શિલાલેખમાં પ્રાસાદનું નામ સરખું આપ્યું નથી; છતાં આ મૂર્તિઓ જેમાં હશે અને જેના મુખમંડપના સ્તંભ પર પ્રસ્તુત લેખ કંડારેલો છે, તે દેવાલય-ત્રયનું ઝૂમખું આજ પણ ત્યાં ઊભું છે. એ જ પ્રમાણે કબુજદેશના ઘણા શિલાલેખોમાં ભાષા જોતાં ઉપલક દષ્ટિએ એમ લાગે કે તે સૌ દાખલાઓમાં કેવળ લિંગપ્રતિમાદિ સ્થાપનાની જ વાત છે; પણ વાસ્તવમાં તો સ્રોતગત સન્દર્ભથી લિંગ વા પ્રતિભાયુક્ત દેવાલય અભિપ્રેય હોવાનું જ જોવા મળ્યું છે.
છતાં સરસ્વતીપુરાણનું કથન દ્વિધાપૂર્ણ લાગતું હોય તો પ્રસ્તુત પુરાણના કર્તા અતિરિક્ત રાજા સિદ્ધરાજના સમકાલિક લેખક આચાર્ય હેમચંદ્રનું એ મુદ્દા પરનું કથન અસંદિગ્ધ શબ્દોમાં ઉપલબ્ધ છે૮ : યથા : शंभोः सहस्रमष्टौ चायतनानि सरस्तटे ॥
-द्वयाश्रयमहाकाव्य सर्ग १५.११७ આ સત્રનો સીધો અને સાફ અર્થ “તળાવને કાંઠે શિવનાં ૧૦૦૮ ““આયતનો” એટલે કે દેવકુલો કરાવ્યાં એવો જ નીકળે છે. વૃત્તિકારે પણ સ્પષ્ટઃ એટલું જ કહી ત્યાં કોઈ વ્યાખ્યા કરી નથી. (વૃત્તિકારે માન્યું છે કે આ વાત સ્વતઃ સિદ્ધ છે; એથી તે સંબંધી વિવરણ દેવાનું અનાવશ્યક છે.) જો સહસ્ત્રલિંગનું કેવળ સંકેત-સ્વરૂપ “એક જ લિંગયુક્ત મંદિર,” કે “નાનાં નાનાં હજારેક લિંગોનો સમૂહ સ્થાપ્યો હોય તેવું એક મંદિર” ઉપલક્ષિત હોત તો શંભુન: સહસ્ત્રતિમધાન: સર ! એના જેવું કંઈક વિધાન મળત; આયેતનાન અને શંખોઃ એવા બહુવચનદર્શક શબ્દો ત્યાં ન હોત. કચાશ્રયમહાકાવ્યની રચના સરોવર અને તેના ઉપકંઠ પરની અન્ય મુખ્ય મુખ્ય દેવસ્થાનોની રચનાઓ થઈ ગયા પછી, લગભગ ૧૩-૧૪ વર્ષના ટૂંકા ગાળા બાદ પૂર્ણ થઈ હોઈ (આ. ઈ. સ. ૧૦૪૦-૧૧૫૦), તેમજ આચાર્ય હેમચંદ્ર અન્યથા સિદ્ધરાજના સમકાલીન હોઈ, અને અણહિલ્લપત્તનથી પણ ખૂબ પરિચિત હોઈ, તેમના આ સ્પષ્ટ વિધાન પર ધ્યાન દેવું ઘટે. એ જ પ્રમાણે વૃત્તિકાર અભયતિલક ગણિ પણ ૧૩મા શતકના મધ્ય ભાગે થઈ ગયા છે, અને તેમના સમયમાં તળાવ કાંઠે રહેલી સરસ્વતીપુરાણોક્ત તેમ જ યાશ્રય-કથિત રચનાઓમાંથી ઘણીખરી હજુ મોજુદ હશે; તેથી તેમનું કથન પણ વિશ્વાસપાત્ર માની શકાય.
સાંપ્રત ચર્ચાને ઉપકારક એક વિશેષ પ્રમાણ ભૃગુકચ્છના જિન મુનિસુવ્રતના પુરાતન મંદિરના આસ્થાન વિદ્વાનુ, મુનિ જયસિંહસૂરિના રચેલ હમ્મીરમદમર્દન નાટક (આ૦ ઈ. સ૧૨૨૫)માં મળે છે. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org