________________
૧૦.
શાહ નીલાંજના એસ.
Nirgrantha
કૃષ્ણની ગતિ વિશે મહાભારતમાં એવું જણાવ્યું છે કે અવસાન પછી તે સ્વર્ગમાં ગયા. ત્યાં બધા દેવો તેમનો સત્કાર કરવા સામે આવ્યા, પૃથ્વી પરના તેમના કાર્ય બદલ તેમને અભિનંદન આપ્યા અને કૃષ્ણ નારાયણ તરીકેનું પોતાનું મૂળ સ્થાન પ્રાપ્ત કર્યું. જૈન આગમમાં દ્વારકા :
જૈન તેમ જ પૌરાણિક અનુશ્રુતિમાં શ્રીકૃષ્ણ અને દ્વારકા એવાં ઘનિષ્ઠપણે સંકળાયેલાં છે કે એકબીજાનો સાવ સ્વતંત્રપણે વિચાર કરવો મુશ્કેલ છે, તેમ છતાં શક્ય તેટલી પુનરુક્તિને ટાળી, જૈન આગમ ગ્રંથોમાં મળતા દ્વારકાના ચિત્રને ઉપસાવવા અહીં પ્રયત્ન કર્યો છે.
આ ગ્રંથોમાં દ્વારકાનગરીનો ઉલ્લેખ પ્રાકૃતમાં “બારવઈ,’ ‘બારવતી', કે “બારમતી” એ નામે, અને સંસ્કૃતમાં તારવતી નામે આપે છે. પ્રાચીન આગમો મોટે ભાગે “બારવઈ” અભિધાન જ વધારે પ્રયોજે છે. જૈન આગમ પરની વૃત્તિઓમાં ‘દ્વારકાવતી’ નામ પણ પ્રયોજાયું છેજ.
આ નગરીનું વર્ણન આગમગ્રંથોમાં નીચે પ્રમાણે મળે છે : આ નગરી ૧૨ યોજન લાંબી, નવ યોજન પહોળી, મનને પ્રસન્ન કરનારી, દર્શનીય અને અલકાપુરી જેવી અપ્રતિમ હતી. ધનપતિએ તેને નિર્મેલી હતી. તેના પ્રાકારો સોનાના હતા. તેની બહાર ઈશાનકોણમાં ઊંચો અને ગગનચુંબી શિખરોવાળો. રૈવતક પર્વત હતો. તેની પાસે નંદનવન નામનું ઉદ્યાન હતું જેમાં સુરપ્રિય નામના યક્ષનું આયતન હતું. તેમાં અશોક નામનું વૃક્ષ હતું, તેની નીચે એક શિલાપક હતો. આ નગરીમાં સહસ્રામ્રવન નામનું એક બીજું ઉદ્યાન પણ હતું. યાદવોની પ્રખ્યાત સુધર્મા સભાનો નિર્દેશ જૈન આગમોમાં ભેરીઓના સંદર્ભમાં ખાસ મળે છે૭૫.
મહાભારત, હરિવંશ વગેરેમાં મળતા વૃત્તાંત પ્રમાણે કુશસ્થલીને ઠેકાણે શ્રીકૃષ્ણ દ્વારકા વસાવી. શ્રીકૃષ્ણના કહેવાથી વિશ્વકર્માએ આ પુરીનું નિર્માણ કર્યું. આ પુરી માટે સાગરે ૧૨ યોજના જમીન કાઢી આપી હતી. હરિવંશમાં આપેલું વર્ણન જૈન ગ્રંથોમાંના વર્ણનને ઘણું મળતું આવે છે. હરિવંશ પ્રમાણે રૈવતકનું સ્થાન દ્વારકાની પૂર્વ દિશાએ છે જ્યારે જૈન ગ્રંથોએ એને દ્વારકાને ઈશાન ખૂણે બતાવ્યો છે. અરિષ્ટનેમિએ રૈવતક પર્વત પર પ્રવ્રયા લીધી હોવાને કારણે જૈન ધર્મમાં એનું ખાસ મહત્ત્વ છે. દ્વારકા અને રૈવતક :
મહાભારત અને હરિવંશમાં પણ દ્વારકા અને રૈવતકનું સામીપ્ય દર્શાવ્યું છે. માઘકાવ્યમાં પણ દ્વારકાનગરીને રૈવતક પાસે આવેલી જણાવી છે. આ વાતને જૈન આગમોનું સમર્થન પણ મળી રહે છે.
રૈવતક અને દ્વારકાના સામીપ્તને આધારે વિદ્વાનો યાદવકાલીન દ્વારકાનો સ્થળનિર્ણય કરવા ઘણો પ્રયત્ન કરે છે, પણ મુશ્કેલી એ નડે છે કે હાલની દ્વારકા પાસે રૈવતક પર્વત નથી ને રૈવતક વગરની દ્વારકા વિચારવી અશક્ય છે. કેટલાક વિદ્વાનો એવું અનુમાન કરે છે કે દ્વારકાની પાસે આવેલો રૈવતક નાનો ટેકરો કે ક્રીડાશૈલ હશે. ગમે તેમ પણ યાદવકાલીન તારવતી તથા રૈવતકના સ્થાનની સમસ્યા હજી અણઊકલી જ રહી છે. કલ્પસૂત્રમાં અરિષ્ટનેમિએ રૈવતક ઉદ્યાનમાં દીક્ષા લીધી તેમ કહ્યું છે, તે બાબત પણ નોંધપાત્ર છે દ્વારકા અને સમુદ્ર :
પ્રાચીન જૈન આગમોમાં દ્વારકાનો સંબંધ ક્યાંય સમુદ્ર સાથે દર્શાવાયો નથી, જે તેના સ્થળનિર્ણયની દષ્ટિએ એક મહત્ત્વનો મુદ્દો છે. પ્રમાણમાં ઓછી પ્રાચીન એવી નિશીથસૂત્રચૂર્ણિ (ઈસ્વી ૬૭૬)માં દ્વારકા અને વેરાવળ વચ્ચેના જળમાર્ગનો નિર્દેશ થયો છે૯, જે પરથી દ્વારકા સમુદ્રકિનારે હોવાનું સૂચવાય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org