________________
શાહ નીલાંજના એસ.
Nirgrantha રાજા હતો. કણે એનો વધ કર્યો હતો. બ્રહ્મવૈવર્તપુરાણ(૭મી સદી ?)માં કૃષ્ણને હાથે જેનો વધ થયો હતો, એવા એક શગાલ વાસુદેવનો પણ ઉલ્લેખ છે.
જ્ઞાધમાં નિર્દિષ્ટ કપિલ વાસુદેવ અને હરિવંશ(૨. ૧૦૩.૨૬)માં વર્ણવેલ કપિલ કદાચ એક હોઈ શકે. વાસુદેવને સુગન્ધી નામની દાસીથી થયેલા કપિલ નામના આ પુત્રે પ્રવ્રજ્યા લીધી હતી અને વનમાં જઈને રહ્યા હતા. કૃષ્ણના પૂર્વજો :
પ્રાચીન જૈન આગમો કૃષ્ણના પૂર્વજ યાદવોની વંશાવળી પણ આપતા નથી કે કૃષ્ણના પૂર્વજ તરીકે યદુનો નિર્દેશ પણ કરતા નથી. આ ગ્રંથોમાં કૃષ્ણના પિતા વસુદેવનો દાશાહ તરીકે નિર્દેશ મળે છે".
“અંતકૂદશા' (અંદ) (ઈસ્વી ૧૦૦-૩૦૦)ના પ્રથમ વર્ગમાં અન્ધકવૃષ્ણિના દસ પુત્રો—ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, તિમિત, અચલ, કાંડિલ્ય, અક્ષોભ, પ્રસેન અને વિષ્ણુ–ગણાવ્યા છે. બીજા વર્ગમાં અક્ષોભ, સાગર, સમુદ્ર, હિમવન, અચલ, ધરણ, પૂરણ અને અભિચન્દ્ર એમ આઠ પુત્રોનાં નામ છે, પણ તેમાં વસુદેવનું નામ નથી. પ્રશ્નવ્યાકરણસૂત્ર(પ્ર. વ્યા) (ઈસ્વી ૭મી સદી)માં વસુદેવ અને સમુદ્રવિજય બંનેને દશાર્દો ગણાવ્યા છે, પણ તેમને ભાઈઓ તરીકે દર્શાવ્યા નથી. ઠેઠ વસુદેવહિંડી (ઈસ્વી ૬ઠ્ઠી શતાબ્દી મધ્યભાગ)માં અંધકવૃષ્ણિના દસ પુત્રોમાં સમુદ્રવિજયને જયેષ્ઠ તરીકે અને વસુદેવને સૌથી નાના પુત્ર તરીકે ગણાવ્યા છે. . પ્રાચીનતમ આગમગ્રંથોમાંના એક ઉત્તરાધ્યયનસૂત્ર(ઉ. સૂ)(ઈસ્વીસનનો આરંભકાળ)માં અરિષ્ટનેમિના સંદર્ભમાં વસુદેવ, કૃષ્ણ, બલદેવનો નિર્દેશ છે", પણ એમની વચ્ચેની સગાઈ દર્શાવાઈ નથી.
જૈન પરંપરામાં અંધકો, ભોજો, અને વૃષ્ણિઓ એ ત્રણ યાદવકુલોને લગતી અનુશ્રુતિઓનું મિશ્રણ થઈ ગયું લાગે છે, તેથી અંધકવૃષ્ણિની જેમ ભોજવૃષ્ણિનો પણ રાજા તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ઉગ્રસેનને ભોજવૃષ્ણિના પુત્ર ગણાવ્યા છે, અને તેમના સંતાનોમાં કંસ અને અતિમુક્ત એમ બે પુત્ર હતા, રાજિમતી અને સત્યભામા બે પુત્રીઓ હતી. આ પરંપરામાં દેવકીને મૃત્તિકાવતીના રાજા દેવકની પુત્રી ગણાવી છે.
પૌરાણિક પરંપરામાં, અંધક અને વૃષ્ણિનાં નામો, ભીમ સાત્વતના પુત્રોનાં નામ તરીકે મળે છે. વૃષ્ણિના પુત્ર દેવમીઢુષના પુત્ર શૂરના વંશમાં વસુદેવને જન્મેલા દર્શાવ્યા છે. દેવકી, અંધકના પુત્ર કુક્કરના વંશમાં થયેલા દેવકની પુત્રી છે, અને તે કંસના કાકાની પુત્રી થાય છે.
જૈન પરંપરા પ્રમાણે આ દાશાë પહેલાં કશાવર્તની રાજધાની શૌરિયપુરમાં અને ત્યારપછી દ્વારકામાં રહેતા હતા. શૌરિયપુર (કૃષ્ણપુર) મથુરાની પાસે આવેલું હતું અને તેના મુખ્ય રાજાઓ સમુદ્રવિજય અને વસુદેવ ગણાતા હતા. દશવૈકાલિકસૂત્ર પરની હારિભદ્રીયવૃત્તિ (દ,વૈહા)(પ્રાય: ઈસ્વી ૭૫૦)માં આ દાશાર્ડોને હરિવંશના રાજાઓ કહ્યા છે એ ધ્યાનમાં રાખવા જેવું છે કે અહીં “હરિ' નામ શ્રીકૃષ્ણના અર્થમાં પ્રયોજાયું નથી, પણ હરિવંશપુરાણમાં જણાવ્યા પ્રમાણે યાદવોના પૂર્વજ હરિ નામે હતા અને તેથી આ વંશને હરિવંશ' કહ્યો છે.
મહાભારતમાં કહ્યું છે કે યાદવો જરાસંધના આક્રમણના ભયથી મથુરા તજીને દ્વારકા ગયા. જૈન પરંપરામાં પણ દશવૈકાલિકચૂર્ણિ(દહા ચૂ)(૭મી સદી)માં આ જ પ્રમાણે નિર્દેશ મળે છે.
પ્રશ્નવ્યાકરણમાં કણને વસુદેવ, સમુદ્રવિજય આદિ દાચાર્યોના હૃદયદયિત કહ્યા છે. તે દાચાર્યોમાં
Jain Education Intemational
Jain Education Intermational
For Private & Personal Use Only
www.jainelibrary.org