________________
ખાનેકા અવસર હું...' ઇત્યાદિ ધ્યાન રહા કરેગા.’
રાજાએ વાત તો મુદ્દાની સમજાવી. પણ બાવાને ગળે શાની ઉતરે ? મનમાં માયાએ ઘર કર્યું છે, એટલે સાધ્ય ને બદલે સાધનમાં અટવાઇ ગયો છે, ધ્યાનની મુખ્યતાને બદલે ઘોડાની મુખ્યતા કરી રહ્યો છે.
આ ધ્યાન રાખવાનું છે કે સાધ્ય માટે સાધન જરૂરી હોય. પણ સાધન એવું મુખ્ય ન થઇ જાય કે સાધ્ય વિસ્તૃત યા ગૌશ જ થઇ જાય. સાધ્ય તે સાથે. સાધનનો પ્રયોગ કરતાં પણ નજર સામે સાધ્યને સિદ્ધ ક૨વાની વસ્તુ મુખ્ય હોય, બાવાએ માન્યું કે સારો ઘોડો પાસે હોય તો જુદા જુદા સ્થળે જઇ ધ્યાન સારું કરી શકાય પણ આ માનવામાં સારા ઘોડાનો આગ્રહ હોવાથી પછી ધ્યાન કરવા બેસશે તોય હૈયામાં ઘોડો મુખ્ય થશે, પરમાત્મા ગૌશ, સાધ્ય સિદ્ધ કરવા સાધન વિના ન ચાલે એ વાત બરાબર છે, પરંતુ સાધ્યને વિસરાવી દે એટલી હદ સુધી તો સાધનની જંજાળમાં ન પડાય ને ! અગ્નિ વિના રસોઇ ન થાય એમ સમજ્યા એટલે અગ્નિ ઊભો કર્યો. પરંતુ મુખ્ય દૃષ્ટિ રસોઇ ૫૨ રહે છે, ને અડધો પડી અગ્નિ સળગતાં ઉપર રસોઇનું ભાંડું તરત ચઢાવાય છે. મસાલા ચુલામાં નહિ પણ રસોઇમાં નખાય છે, સાધ્ય તરફ લક્ષ છે માટે ભાત કરવો છે માટે ચૂલામાં લાકડાં ઓછાં રખાય છે, અને દાળ કરવી છે તો લાકડાં વધુ ઘલાય છે. મતલબ દૃષ્ટિ સાધ્ય પર રહે છે. ભાત કે દાળ ચઢવા આવ્યા કે નહિ એ જ મુખ્ય જોવાય છે.
એમ ચીજ-વસ્તુ-ઉપકાર સારી ધર્મ ક્રિયાનું સાધન છે, પણ એમાં એવા ભૂલા તો ન જ પડી જવાય કે સાધ્ધ ધર્મક્રિયા કરતાં દૃષ્ટિ વધારે એના ઉપર રહ્યા કરે. ધર્મક્રિયા પણ મનની શુભ એકાગ્રતા અને શુભ ભાવવૃદ્ધિનું સાધન છે, તો ત્યાં પણ એકલું ધર્મક્રિયા કરો એટલુ ન જોવાય. મુખ્ય તો આ ધર્મક્રિયા કરતાં કરતાં શુભ એકાગ્રતા ને ભાવવૃદ્ધિ થતી આવે છે ને ? એ જોતા રહેવું પડે. એમ શુભ ભાવનાની વૃદ્ધિ એ આત્માની ધનમૂર્છા, ભૌગાસતિ, રાગ-દ્વેષ-કામ-ક્રોધહિંસા-અસત્ય-અનિતિનાં વલણ વગેરે દોષોનો હૉસ કરવા માટે છે, તો એ દોષત્યાગ સાધ્ય બન્યું. માટે ધર્મક્રિયામાં
શુભ ભાવની વૃદ્ધિ થઇ એટલાથી સંતોષ ન મનાય, એનું સાધ્ય દોષ હાઁસ નજર સામે જોઇએ. ધર્મમાં ઉલ્લાસ અનુભવતાં અનુભવતાં એ જોતા રહેવું જોઇએ કે માનવ જીવનના કલંકભૂત દોષો ઓછા થતા આવે છે ને ? ને
રાજાએ બાવાને દયાથી ઘોડો ન આપ્યો. બાવો કહે
છે, ‘નહિ દેતા હૈ ? દેખ લેના.' કહીને બાવો ગયો ગામ બહાર, સમાધિ લગાવી ! શરીર જડ-નિષ્ક્રિય બની ગયું. વાવંટોળથી ધીમે ધીમે એના પર ધૂળનો ધો ચઢી ગયો. કેટલાક દિવસ એમ રહ્યો. એવામાં પવનથી ધૂળ ઉતરી. કોઇએ જોયો એને, જાણકારને બોલાવી સમાધિ ઉતરાવી. ત્યારે પહેલું વાક્ય એ શું બોલ્યો જાણો છો ? એ જ, ‘કે ઘોડો દેતા હૈ યા નહીં ?' કર્યો, આ સમાધિ કેવી ? આપણે આવી સમાધિ નથી જોઇતી. જિનશાસનના સારભૂત સમાધિ એવી જોઇએ છે કે જેમાં દુન્યવી ઇષ્ટના હર્ષોન્માદ અને અનિષ્ટના ઉદ્વેગ આપાને પીડે નહિ, સ્પર્શે નહિ. નવકારમાં આ સમાધિ ભરી પડી છે, માટે કહેવાય છે, કે 'નવકાર એ જિનશાસનનો સાર છે.’
પૂછો, નવકારમાં સમાધિ શી રીતે ભરી પડી છે ? (૧) નવકાર મહામંત્રમાં એવા પવિત્ર, પતિતપાવનકારી, ૬૮ અક્ષરો ગોઠવાયેલા છે કે શાસ્ત્ર કહે છે કે એનો માત્ર પહેલો અલર ‘ન’ બોલતાં સાત સાગરોપમની પાપકર્મની સ્થિતિ તૂટે છે ! ‘નમો અરિહંતાણં' બોલતાં ૫૦ સાગરોપમની કર્મસ્થિતિ તૂટે છે ! સંપૂર્ણ નવકાર બોલી હેતાં ૫૦૦ સાગરોપમની પાપ-સ્થિતિ તૂટે છે ! સ્થિતિ તૂટવા સાથે રસ પણ મંદ પડે છે તેથી એ પાપકર્મની અસમાધિ કરાવવાની શક્તિ તૂટે છે, એટલે સમાધિને અવકાશ મળે છે, જો એક વારના નવકારથી આમ તો અનેકવારના નવકારથી કેટલો લાભ ?
(૨) બીજી રીતે જોઇએ તો નવકા૨થી પુણ્ય વધે છે, એ સમાધિપ્રેરક સગવડ-સામગ્રી આપે છે, તેથી સમાધિ સુલભ બને છે.
(૩) વળી એક નક્કર હકીકત છે કે ચિત્ત ગમે તેટલું વિહવળ થયું હોય, અસમાધિમાં પડ્યું હોય તો પણ ક્રમશઃ
જયશ્રીબેત તરુણકુમાર ફોલીયા (કચ્છ ભૂજપુર-ચેમ્બુર) હસ્તે: શ્રી તરુણકુમાર મૂલચંદ ફોલીયા
૨૫