Book Title: Navkar Prabhav
Author(s): 
Publisher: Jain Prarthana Mandir Trust

View full book text
Previous | Next

Page 251
________________ આંખમાં હર્ષાશ્રુ ઉભરાયા. નવકાર જાપ પૂર્ણ થયા. અમે તે વડીલને મળ્યા. પ્રણામ કર્યા. તેમની તબિયતની પૃચ્છા કરી. તેમણે અમને પ્રણામ કરી ધન્યવાદ આપતાં કચ્છીમાં કહ્યું કે “મુકેતા સજી જમારમેં કેડા નવકાર જાપ અંઇએ ખબર નવી અંઇ તા મૂકે જાગતો કરે વધા' અર્થાત્ મને તો સારી જીંદગ નવકાર જાપ શું છે એ ખબર નહોતી, તમે તો મને જાગૃત કરી દીધો ! નવકાર મંત્રના પરમ સાધક શ્રી જયંતભાઇ “રાહી' કહે છે તેમ ભાવપૂર્વક કરવામાં આવતા નવકાર જાપ ચમત્કાર સર્જે છે. આ વયોવૃદ્ધ વડીલ જેઓ છ છ મહિનાથી પથારીવશ હતા. તેઓ પથારમાંથી ઉભા થઇ શકે તેવી કોઇ શક્યતા ન હતી. તેઓ ઉભા થઇ ચાલીને આવે અને નવકાર જાપમાં જોડાઇ જાય તે નવકાર મંત્રનો કેવો અચિંત્ય પ્રભાવ પ્રર્વતે છે તેની પ્રતીતિ કરાવે છે. એ પછી પંદર દિવસ બાદ આ વૃદ્ધ વડીલનો સ્વર્ગવાસ થયો. અમે સૌ અમને પરિવારજનોને દિલસોજી આપવા તેમના ઘરે ગયા. ત્યારે તેમના પરિવારજનોએ કહ્યું કે આ નવકાર જાપ પછી અમારા વડીલ નવકારમય જ બની રહ્યા. તેઓ દિવસ-રાત સતત નવકાર ગણવામાં જ પ્રવૃત્ત રહ્યા તેમનું અવસાન પણ નવકાર ગણતાં ગણતાં સમાધિપૂર્વક થયું. ખરેખર આ વડીલે અંત સમયે નવકારનું શરણ સ્વીકાર્યું તેથી તેમનો આત્મા અવશ્ય ઉચ્ચ ગતિને પામ્યો હશે તેમાં અમને જરા પણ શંકા નથી. વિક્રોલીના આ કચ્છી પરિવાર નવકાર જાપના ખૂબ પ્રસંશા કરી. ત્યારે અમે તેમને વિમ્રભાવે કહ્યું કે અમે આ જે નવકાર જાપ કરાવીએ છીએ તે બધાનું પ્રદાન શ્રી જયંતભાઇ ‘રાહી'નું છે. અમે તો તેમની ઉત્કૃષ્ટ નવકાર ભાવનાની એક કડીરૂપ છીએ. આ કચ્છી પરિવારે અમારા મંડળને સારી એવ રકમ અર્પણ કરી. અમે તેમાંથી મંડળની નિયત રકમ લઇને વધેલી રકમ શ્રી જયંતભાઇ “રાહી'ના સાધર્મિક ઉત્કર્ષ અભિયાનના કાર્યમાં સમર્પિત કરી. -જ્યોતિ દીપક દેઢિયા (ઘાટકોપર) એક શ્રાવિકા બહેન તરફથી (વાશી, નવી મુંબઇ) ૨૫૧

Loading...

Page Navigation
1 ... 249 250 251 252