________________ Test2 ucila આભારશહણી સ્વીકાર શ્રી હરિશભાઇ છાડવા શ્રી ચંદ્રકાંતભાઇ શાહ શ્રી સુબોધભાઇ ઝવેરી શ્રી રમેશભાઇ સોની સકલ વિશ્વમાં નવકાર જેવો શ્રેષ્ઠ મહામંત્ર અન્ય કોઇ નથી. નવકાર મંત્રના શબ્દો એ શબ્દબ્રહ્મ છે. નવકારમંત્રના અક્ષરો હૃદયસ્થ થાય, હોઠેથી બોલાય અને અંતરમાં ઉતરી જાય તો આપણા જીવનનું શ્રેય અવશ્ય થાય તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. નવકાર મંત્રનું રહસ્ય, સાધના, માહાભ્ય, ચમત્કાર જેવી અનેકવિધ મનનીય સાહિત્ય સામગ્રીથી સજ્જ એવા આ “નવકાર પ્રભાવ ગ્રંથ' ને આપના કરકમલમાં પ્રસ્તુત કરતાં હું અત્યંત આનંદ સાથે ગૌરવ અનુભવું છું. આ ગ્રંથની ખરી શોભા તો તેના પૂજ્ય આદરણીય વિદ્વાન અભ્યાસી લેખકોની છે. આ બધા લેખકોનો હું અતઃકરણપૂર્વક આભાર માનું છું. તેઓની નવકાર વિષયક મનનીય કૃતિઓ આરાધકોને નવું બળ, નવો ઉત્સાહ અને તેમની સાધના-ઉપાસનામાં વિશેષ પ્રોત્સાહન આપશે તેવી પૂર્ણ શ્રદ્ધા છે. આ નવકાર પ્રભાવ ગ્રંથ તૈયાર કરવામાં મને પૂ. શ્રી જયંતભાઇ રાહી' ની પ્રેરણા માર્ગદર્શન અને આશીર્વાદ મળ્યા છે તે મારું મોટું સદ્ભાગ્ય છે. પૂ. શ્રી જયંતભાઇ “રાહી' નવકારના પરમ સાધક છે. અને વચનસિદ્ધ પુણ્યાત્મા છે. તેમના સ્વમુખેથી આ ગ્રંથ પ્રકાશનમાં સૌને સહાયક બનવાની જે અપીલ થઇ અને લોકોએ જે ઝડપથી આ ગ્રંથ માટે સહયોગ આપ્યો તે ઘટના અભૂતપૂર્વ છે. પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી'નો હું સદાસદૈવ ત્રાણી છું અને તેમણે મારા પ્રત્યે જે પ્રેમ, લાગણી અને સદ્ભાવ દર્શાવ્યો છે તેને હું કદાપિ વિસરી શકું તેમ નથી. નવકાર પ્રભાવ ગ્રંથ પ્રકાશનમાં જેમનો ઉષ્માભર્યો સહયોગ અમને મળ્યો છે એવા આદરણીય મહાનુભાવો (1) શ્રી હરિશભાઇ ગગુભાઇ છાડવા (ચેમ્બર) (2) શ્રી ચંદ્રકાંતભાઇ દામજીભાઇ શાહ (ઘાટકોપર) (3) શ્રી સુબોધભાઇ ભગવાનજી ઝવેરી (પાયધૂની) અને (4) શ્રી રમેશભાઇ લાલજીભાઇ સોની (ચિંચપોકલી)નો આ તકે જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. તેમના આવા ઉદાત્ત સાથ-સહકારથી જ આ નવકાર પ્રભાવ ગ્રંથના પ્રકાશનને અમે વધુ ગતિશીલ બનાવી શક્યા છીએ. તે માટે આ ચારેય મહાનુભાવોનો અમે પુનઃ પુનઃ આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રી હરિશભાઇ ગગુભાઇ છાડવા આપણા બૃહદ્ મુંબઇ પંચ પરમેષ્ઠિ પરિવારના પ્રમુખ છે. ચેમ્બર અને અન્ય સ્થળોએ પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી' ના સાથી મિત્ર તરીકે નવકાર જાપ કરાવવામાં તેમનું અનન્ય યોગદાન છે. ડિસેમ્બર મહિનામાં તેમણે ચેમ્બર તીર્થમાં માતુશ્રી તેજબાઇ ગગુભાઇ ટોકરશી છાડવા પરિવાર દ્વારા ત્રિદિવસીય અહંદ મહાપૂજનના ભવ્યાતિભવ્ય પ્રસંગનું યશસ્વી આયોજન કર્યું હતું. શ્રી ચંદ્રકાંતભાઇ દામજીભાઇ શાહ જૈન અગ્રણી છે. ઘાટકોપર કચ્છી જૈન શ્વે.મૂ. સંઘના પૂર્વ પ્રમુખ છે. તેઓશ્રી ઘાટકોપરની શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળાના મે. ટ્રસ્ટી છે. ક.વિ.ઓ. દેરાવાસી જૈન મહાજન (મુંબઇ)ના 27 વર્ષ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેમણે સુંદર સેવા આપી છે. અન્ય અનેક સંસ્થાઓમાં તેમનું મોટું યોગદાન છે. શ્રી સુબોધભાઇ ભગવાનજી ઝવેરી એક સેવાપરાયણ પ્રતિભા છે. તેઓશ્રી નમિનાથ જિનાલય (પાયધૂની)ના ટ્રસ્ટી તરીકે સુંદર સેવા આપે છે. મુંબઇની જીવદયા મંડળીના ટ્રસ્ટી અને મંત્રી તરીકે તેમની સેવા સરાહનીય છે. “નવકાર પ્રભાવ ગ્રંથ' ના ચારેય કવરપેજના ગ્રુત ઉપાસક દાતાઓનો ઉદાત્ત સહયોગ તેમણે મેળવી આપ્યો છે. શ્રી રમેશભાઇ લાલજીભાઇ સોની બૃહદ્ મુંબઇ પંચ પરમેષ્ઠિ પરિવારના માનદ્ મંત્રી છે. તેઓ ક.વિ.ઓ. સ્થા. જૈન મહાજન (મુંબઇ), લાયન્સ ક્લબ ઓફ માંડવી (ઇસ્ટ), જૈન જાગૃતિ સેન્ટર (તારદેવ) જેવી અનેક સંસ્થાઓમાં સક્રિય સેવા આપી રહ્યા છે. શ્રી ધણીબાવાના તેઓ પરમ ભક્ત છે અને મુંબઇમાં પ્રતિવર્ષ તેમના નેતૃત્વ હેઠળ શ્રી ધણીબાવાની સામૂહિક પહેડીનું સુંદર આયોજન થાય છે. નવકાર મંત્રના ઉપાસક બહેનશ્રી હંસાબેન રમેશભાઇ મહેતા (નવી મુંબઇ) ના પણ આ તકે અમે ખાસ આભારી છીએ. ‘નવકાર પ્રભાવ ગ્રંથ'ના પ્રથમ વ્યુત શુભેચ્છક થવાનું માન તેમના ફાળે જાય છે. આ ગ્રંથ માટે તેમનો અત્યંત ઉદારદિલ સહયોગ મળ્યો છે તે બદલ અને તેમના અત્યંત ઋણી છીએ. નવકાર પ્રભાવ ગ્રંથ'ના સર્વ શ્રુત ઉપાસકો, શ્રુત શુભેચ્છકો, સર્વ નવકાર આરાધકો અને આ પ્રકાશન કાર્યમાં ઉપયોગી થનાર સર્વ નામી-અનામી વ્યક્તિઓના આ તકે અમે અત્યંત આભારી છીએ. -ચીમનલાલ કલાધર શ્રી ભુરજી એક શ્રાવિકા બહેન તરફથી (વાશી, નવી મુંબઇ)