Book Title: Navkar Prabhav
Author(s): 
Publisher: Jain Prarthana Mandir Trust

View full book text
Previous | Next

Page 188
________________ ધરવખરીને સગેવગે કરવા જેટલો ય સમય રહ્યો નહિ.. જમીન તો પાણીમાં અદશ્ય બની મકાનનાં પગથિયા પણ અદશ્ય બન્યાં ને થોડીવારમાં તો ઘ૨નું તળીયું ને ઊંબરા ઉપરેય મેઘરાજાએ પોતાનો તાબો લઇ લીધો...જેઓના ઘર નીચે ભોંયરા હતાં એની તો શી વલે થઇ હશે. કલ્પના બહારની વાત છે ? એ જ ધરતી પર ઉછરેલા એ જ ઘરની શેરીમાં સ્વ. ચોકસી રમણલાલ ડાહ્યાલાલનું પણ ઘર હતું...પાણી આવતાં પરિવાર તો ધાબે ચઢી ગયું...પણ પાણી ઘરમાં ઘૂસી ગયું એનું શું ? અને ઘરમાં વળી જે સ્ટોર રૂમ હતો એ તો ઘરનાં તળીયા કરતાં ખાસો નીચો ! ઘરમાલિકને સ્ટોર રૂમની ચિંતા થાય પણ સાથે શ્રી નવકાર મહામંત્ર પ્રત્યેનો ભરોસો એમને વારસામાં મળેલો...એથી એ તો સતત નવકારના રટણમાં અને પૂજ્ય ગુરુદેવ શ્રી પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મ.સા.ના સ્મરણમાં ચઢી ગયા. આકાશમાં સતત મેધરાજાની જમાતે કબજો મેળવી લીધો હતો...સૂરજમામાને ધરતી પર કેટલાય સમય સુધી ડોકિયું પણ કરવા દીધું નહિ...અને સૂરજમામાએ હાર કબૂલી...મેઘરાજાએ ખર્મયા કર્યા...અને પાણી ઉતર્યા...બધાં લોકો નીચે ઉતર્યા ત્યારે આપો જે મકાનની વાત કરીએ છીએ એ પરિવાર પણ નીચે ઉતર્યા...પરમાં તપાસ કરી...ઘરમાં તો ખાસ કશું નુકશાન નહિ પરંતુ સ્ટોરરૂમનું શું ? એમાં તો અનાજ વગેરેના મોટો ભંડાર ભરેલો છે...અને પૂજ્ય ગુરુદેવશ્રીના વરદ હસ્તે સુવર્ણાક્ષરીય શ્રી નમસ્કાર મહામંત્રના પટ-ભગવાનના ફોટા આદિ ધરાવેલા છે... પરંતુ જ્યારે સ્ટોર રૂમનું બારણું ખોલવામાં આવ્યું ત્યારે સહુની આંખો વિસ્મયતાથી ફાટી ગઇ અને સ્તબ્ધ બની ગઇ...! જેમાં સૌથી વધુ નુકશાનની કલ્પના હતી તે રૂમ સાવ જ કોરો ને કટ | એ રૂમમાં નુકશાનની વાત તો જવા દો પણ પાણીનું બુંદ પણ પ્રવેશી શક્યું નથી...આમ શીદ ને બન્યું ? સહુના મનનો પ્રશ્ન હતો...પરંતુ બહુ વિચારતા સમાધાન મળ્યું કે આ રૂમમાં પાણીને આવતું અટકાવ્યું હોય તો એક જ શક્તિએ...શ્રી નવકાર મહામંત્ર ! લગભગ ત્રીશ વર્ષ પૂર્વે પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મ.સા. જે સુવર્ણાક્ષરીય શ્રી નમસ્કાર મહામંત્રના પટની વિધિ વિધાનપૂર્વક સ્થાપના કરેલી...બાદ એની સામે લાખોની સંખ્યામાં જાપ થવા પામ્યો...જેના પ્રભાવે જ આ ઘટના ઘટી હોય એમ સ્પષ્ટ લાગે છે. રામ રાખે તેને કોણ ચાખે એની જેમ જેના હર્ષ શ્રી નવકાર તેને શું ક૨શે સંસાર...? આ પંક્તિ કેટલી બધી સુસંગત છે એની આ ઘટના જ શું સાક્ષી નથી ? નવકાર આપવું કેટલું બધું ધ્યાન રાખે છે ! વિગત-વર્ષ ફાગણ-ચોમાસીના અવસરે પાલિતાણા હતાં. એજ અરસામાં જંબુદ્વીપમાં મુનિ શ્રી નયચંદ્રસાગરજી પાસે એક યુવક આવ્યો. મુંબઇની કાંદીવલી વિસ્તારમાં એ રહે. એનું નામ શાયદ મયંક હતું. આવીને એણે જિજ્ઞાસા વ્યક્ત કરી કે ‘શ્રી નવકારમહામંત્રનો જાપ, ધ્યાન આરાધના આર્દિની પદ્ધતિ શું ?’ સામે મુનિશ્રીએ પૂછ્યું કે ‘તોએ આજ સુધીમાં શ્રી નવકારની આરાધના કે કોઇ વિશિષ્ટ અનુષ્ઠાન કર્યું છે ? કોઇ ગુરુદેવ કે સાધકના સંપર્કમાં આવ્યા છો ?' ‘ના જી ! એવું કશું જ મેં કર્યું નથી અને નથી કોઇના સંપર્કમાં આવ્યો. પરંતુ હવે મારે કંઇક માર્ગદર્શન જોઇએ એથી જ આપશ્રી સમક્ષ ઉપસ્થિત છું, હા, શ્રી નવકાર મહામંત્ર પ્રત્યે શ્રદ્ધા પુરેપુરી છે !' મુનિશ્રીએ પૂછ્યું ‘શ્રી નવકાર પ્રત્યે શ્રદ્ધા શી રીતે જાગી...શું એવી કોઇક ચમત્કારિક ઘટના ઘટી છે ?' ‘જી ! ઘટના તો એક નહિ ઘટનાની હારમાળા ઘટી છે. અને મારા જીવનમાં જ્યારે પણ સંકટ, સમસ્યા આવી ચઢે છે ત્યારે શ્રી નવકારના શરણે સ્વયં પહોંચી જાવું છું. અને શ્રી નવકાર ઝટ સમાધાન લાવી પણ દે છે ! હું શ્રી નવકારનો જેવો તેવો જાપ કરું છું તો પણ આવા કામ થાય તો વિધિપૂર્વકની સાધના તો કેવા પરિણામ લાવી દે ? બસ, એ જ જાણવા હાજર થયો છું. કઇ અને કેવી ઘટનાઓ ઘટે છે ? એની પૃચ્છા શ્રીમતી તકબેત કિરીટભાઇ મહેતા (ઘાટકોપર) હસ્તે : પારસ કિરીટભાઇ મહેતા ૧૮૮

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252