Book Title: Navkar Prabhav
Author(s): 
Publisher: Jain Prarthana Mandir Trust

View full book text
Previous | Next

Page 204
________________ રીતે ચાર વખત સંઘમાં ઉપદ્રવ થયો ને નવકારમંત્રની નાવડી દ્વારા પાર પામ્યા. આ રીતે અનેક વખત નવકાર મહામંત્રનો અજવાળાં જીવનમાં પથરાયાં છે. અનન્ય શ્રદ્ધા સદ્ભાવ સહ જાપ વગેરે થાય છે. – પૂ. સાધ્વી શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મ.સા. (પાલિતાણા) ભયંકર અકસ્માતમાં મારો અદ્ભૂત બચાવ નવકારનાં પ્રભાવયી થયો ...! નવકાર મંત્ર પર મને પૂર્ણ શ્રદ્ધા છે. અત્યાર સુધીમાં મેં ત્રણ નવલખા જાપ પૂર્ણ કર્યા છે અને ચોથા નવલખા જાપનો પ્રારંભ કર્યો છે. રોજની વીશ બાધા પારાની માળા ગણવાનો મારો નિયમ છે. નવકારની આ શ્રદ્ધાએ જ મને મૃત્યુના મુખમાંથી બચાવી છે. મારા જીવનમાં બનેલી આ ઘટના હું કદાપિ ભૂલી શકું તેમ નથી. અમે મુલુન્ડમાં વી.પી. રોડ પરના ચેતન બિલ્ડીંગમાં રહીએ છીએ. એ દિવસ મારા માટે આપત્તિ બનીને આવ્યો. અમારે મુંબઇમાં એક કાર્યક્રમમાં જવાનું હતું. ઘર પાસેથી અમે રેલ્વે સ્ટેશન જવા રીક્ષા કરી. રીક્ષામાં મારી સાથે મારા ભાભી, બેન અને બે વર્ષનો નાનકડો ભત્રીજો હતો. ભત્રીજો મારા ખોળામાં હતો. અમારી રીક્ષા શિશુકુંજ પાસે પહોંચી ત્યારે સામેથી પુરપાટ ગતિએ આવતી એક સ્કૂલ બસ સાથે તે સીધી ટકરાઇ. આ ગમખ્વાર અકસ્માતથી રીક્ષામાં બેઠેલી હું બહાર ફેંકાઇ ને સીધી સ્કૂલ બસ નીચે આવી ગઇ. મારા સાથે મારો ભત્રીજો હતો તેને બચાવવા મેં તેને છાતી સરસો વળગાડી દીધો. બસના વ્હીલ પાસે મારું માથું આવી ગયું. અને તે જ ક્ષણે બસના ડ્રાઇવરે બ્રેક મારતા બસ ઉભી રહી ગઇ અને હું બસના વ્હીલ નીચે ચગદાઈ જતાં બચી ગઈ. મારા ભાભી અને મારા બેનને થોડી ઇજા થઇ. નાનો ભત્રીજો તદ્ન સુરક્ષિત રહ્યો. પરંતુ મારી પાંસળીના ત્રણ હાડકા ભાંગી ગયા. મને શીઘ્ર મુલુન્ડના ડૉ. મુખી સાહેબની હોસ્પિટલમાં લઇ જવામાં આવી. ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું પરંતુ ઓપરેશનની મેં ના પાડી. મારી સારવાર શીઘ્ર શરૂ કરવામાં આવી. ભયંક૨ આપત્તિના સમયે પણ મારા નવકારના અજપો જાપ ચાલુ જ હતા. નવકારને તો હું કેમ ભૂલી શકું ? આ અકસ્માત પછી મારે સતત દસ દસ મહિના સુધી પ્લાસ્ટરમાં રહેવું પડશે. પરંતુ નવકારના પ્રતાપ અને પ્રભાવથી હું તદન પૂર્વવત થઇ ગઇ. આમ મારા જીવનમાં બનેલી આ ઘટના યાદ કરતાં આજે પણ ધ્રુજી જવાય છે. જો બસ ડ્રાઇવરે સમયસ૨ બ્રેક ન મારી હોત તો હું અવશ્ય બસ નીચે ચગદાઇ ગઇ હોત અને મારો ભત્રીજો પણ બચી ન શક્યો હોત. મારી નવકાર પ્રત્યેની કહાએ જ મને આ ભયંકર સંકટમાંથી બચાવી. મૃત્યુને મેં સાક્ષાત નજર સામે જોયું છતાં મારો અદ્ભૂત બચાવ થયો. આ ઘટનાથી મારી અને મારા સમગ્ર પરિવારની નવકાર પ્રત્યેની શ્રદ્ધામાં પ્રચંડ વધારો થયો. સુજ્ઞ વાચકો, તમે પણ નવકારને કદાપિ ભૂલશો નહિ. નવકારનું શરણ તમને ભયંકર આપત્તિમાંથી અને દુસાધ્ય રોગમાંથી અવશ્ય બચાવી શકો. તમે સૌ નવકારમાં સદેવ મારમણ પ્રાંતે તમારું શ્રેય સાધો એવી શુભકામના સાથે. -મુક્તા સુરેશ છેડા (કચ્છ બિદડા-મુલુન્ડ) પિયુને નવકાર મંત્રે જ બચાવ્યો...! નવકાર મંત્રનું સ્મરણ કરવાવાળી વ્યક્તિ આ સંસારમાં કદી દુઃખી થતી નથી. તેના જીવનમાં આવેલ વિઘ્નો, સંકટો, આફતોનું નિવારણ પણ થઇ જાય છે. આ વિશ્વમાં નવકાર મંત્રના પ્રભાવના હજારો કિસ્સાઓ બની રહ્યા છે. મારા પુત્ર પિયુષનો નવકાર પ્રભાવે બે બે વખત કેવો અદ્ભૂત બચાવ થયો તે ઘટના અત્રે પ્રસ્તુત કરું છું. મારો પુત્ર પિયુષ મુલુન્ડની M.C.C. કોલેજમાં ભણતો હતો ત્યારની આ વાત છે. પિયુષને હંમેશા ઘરેથી બહાર નીકળતી વખતે ત્રણ નવકાર ગાવાનો નિયમ. આ નિયમ તેણે આજે પણ જાળવ્યો છે. તે દિવસે પિયુષ નવકાર મંત્રનું સ્મરણ કરીને કોલેજ જવા સ્કૂટ૨ ૫૨ નીકળ્યો. તેનું સ્કુટર મુલુન્ડ ચેકનાકા પાસેના આરોલ પાસે પહોંચ્યું કે પાછળથી આવતી એક સિમેન્ટ ભરેલી ટ્રકે તેના સ્કૂટરને જોરદાર ટક્કર મારી. પિયુષને આ ટક્કર વાગતા જ તે સડકની એક બાજુ ફેંકાઇ ગયો. તેનું સ્કૂટર ટ્રકની નીચે શ્રી મૂલચંદ લખમશી (કચ્છ મોટા આસંબીયા) ૨૦૪

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252