Book Title: Navkar Prabhav
Author(s): 
Publisher: Jain Prarthana Mandir Trust

View full book text
Previous | Next

Page 223
________________ બપોરના બે વાગવા આવ્યા હતા. અમે ખૂબ જ થાકી ગયા હતા. રસ્તામાં એક સનાતની મંદિર આવ્યું. એક જૈનસંઘી ભાઇની મદદથી અમે આ સંસ્થામાં સ્થિરતા કરવાનું નક્કી કર્યું, અમે સામાન ઉતારી તેની વ્યવસ્થા કરાવતાં હતા ત્યાં જ તે ડોક્ટર મહાશય અમારી પાસે આવી પહોંચ્યા. તેમણે કહ્યું, “મહાત્માજી, સારું થયું કે આપ ઝડપથી ત્યાંથી નીકળી ગયા. મને અંદરથી પ્રેરણા મળી હતી કે આ મહાત્મા સંકટમાં છે તેથી તું તેને મદદ કર. અને હું શીઘ્ર આપની પાસે આવ્યો. અને મેં જોયું કે આ તો ગુંડા ટોળકી છે અને આ મહાત્માને તેઓ પરેશાન કરી રહ્યા છે. તેથી મેં આપને જલ્દી નીકળી જવાનું કહ્યું. આસપાસના ઇલાકાના બધા જ લોકો મને ઓળખે છે તેથી આ ગુંડા ટોળકીનું કંઇ ચાલ્યું નહિ અને આપ બચી ગયા.' ખરેખર અમે બચી ગયા પણ તે બચાવ નવકાર મહામંત્રની પ્રતાપે જ થયો હતો. અમારી પાસે નવકાર જેવું અમોઘ શસ્ત્ર હોય પછી અમને કોઇ આપત્તિ હરાવી શકે ખરી ? —પૂ. મુનિશ્રી નરેન્દ્રવિજયજી 'નવલ' હું એકલી નહોતી નવકાર મંત્ર સાથે હતો ! મારા કર્મના ઉદયે મારા પતિની કંપનીમાં મજુરોની હડતાલ થઇ. બધા ઓફિસરો કામ કરતા હતા. મારા પતિ પણ ઓફિસર હતા. તેથી તે પણ અંદર કંપનીમાં કામ કરતા હતા. બહાર ગેટ પાસે મજૂરોની ખૂબ જ ધમાલ વધતી ગઇ. પછી તો કંપનીએ બધાજ ઓફિસરોને કંપનીમાં રહેવાની સગવડ આપી. કંપનીની બહાર મજુરો સીધા છરા જ કે ને મારી નાખે. ઘણા ઓફિસરો વહેલી સવારે પાંચ વાગે ટેક્સી કરીને ડરથી ગભરાઇને કંપની છોડી નીકળી ગયા. મારા પતિ અને બીજા ચાર જણા અંદર રહી ગયા. જો બહાર નીકળે તો મજૂરો મારી નાંખે. ઘરે અવાય નહીં ને અંદર ડર રહે. સવારે મારા પતિનો ઘરે ફોન આવ્યો. કે ‘હું શું કરું ?' કેવી રીતે બહાર આવું ?' મેં કહ્યું, 'ચિંતા નહીં કરો હું નીકળીને આવું છું.' ત્યાં તેમના મિત્રોને વાત કરી કે ‘મારી સાથે કંપનીમાં ચાલો' કોઇ જ આવ્યું નહીં. મારા ત્રણ બાળકો નાનાં. મોટો બાબો ૧૦ વર્ષનો, બીજો બાબો ૮ વર્ષનો અને ત્રીજો બાબો ૫ વર્ષનો. ત્રણે જણને પાડોશીને ત્યાં મૂકીને હું કંપનીમાં જવા નીકળી. એકલી નહોતી. મારી સાથે મારો નવકાર મંત્ર હતો. મહામંત્ર નવકારના જાપ કરતાં કરતાં હું કંપનીમાં પહોંચી. તો ગેટની બહાર ૫૦૦ જેટલા મજૂરો તંબુ તાણીને બેઠાં હતા. કોઇ ત્યાં બીજું આવી શકતું નહીં. મને મારા મહામંત્રના પ્રતાપથી બુદ્ધિ સુઝી કે પહેલાં હું હડતાલના મજુરોને મળું. તે લોકો ૫૦૦ ને હું એકલી. નવકાર મંત્ર જપતાં જપતાં તેમના તંબુમાં ગઇ. બે હાથ જોડી, વિનંતી કરી મારા પતિનું નામ આપ્યું. અને કહ્યું મારાં ત્રણ બાળકો બહુ જ નાનાં છે. હું પાડોશીને ત્યાં મૂકીને આવી છું. હું મારા પતિને આ કંપનીમાંથી લેવા આવી છું. જો તમે તેમને કંઇ પણ ઇજા કર્યા વગર ઘરે જવા દેશો તો જ લઇ જઇશ. તેમના નેતાએ આશ્ચર્યજનક રીતે સંમતિ આપી. અમને ઘર સુધી મૂક્યાં. કંપનીમાં મેનેજરને મળીને મારા પતિને બોલાવ્યા અને અમે બન્ને હેમ-ખેમ ઘરે આવ્યાં | અમારા કુટુંબીજનોને ખબર પડી. બધા જ મને ઠપકો આપવા માંડ્યા, કે તું એકલી કંપની સુધી ગઇ. ત્યાં તમને બન્નેને મારી નાખ્યાં હોત તો. મેં કહ્યું ‘હું એકલી નહોતી મારી સાથે મારો મહામંત્ર નવકાર હતો !' આજે પણ હું અને મારા પતિ નવકાર મંત્રની પાંચ માળા ગણીએ છીએ. અમે મહામંત્ર નવકારના પ્રતાપે સુખી છીએ. -ઉર્મિલા કે. દોશી (ઘાટકોપર) જન્મ જન્મની પુંજી રૂપ, મહામંત્ર નવકાર ! નવકાર મંત્ર આપણું હંમેશા શ્રેય જ કરે છે. નવકાર મંત્રને હૃદયમાં સ્થાપિત કરનાર આત્માનું જીવન નિર્મળ અને પવિત્ર બને છે. તેને કદી ખોટા વિચારો આવતા નથી અને તેનાથી ખોટા કામો કદી થતાં નથી. તેના ક્રોધ, લોભ, મોહ, માન જેવા કષાયો નષ્ટ થાય છે અને તેનું જીવન ખરા અર્થમાં સાર્થક બની રહે છે. આ જગતમાં નવકાર મંત્રનો કેવો અને કેટલો અચિંત્ય મહિમા પ્રર્વતે છે તેની પ્રેરક વાત મારા એક મિત્રે મને કરી. સુજ્ઞ વાચકોની આ સત્ય ઘટના પરથી નવકાર પરની શ્રદ્ધા માતુશ્રી પ્રેમાબાઇ ભવાનજી કુંવરજી મોમાયા (ભઠારા, કચ્છ નલીયા) ૨૨૩

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252