Book Title: Navkar Prabhav
Author(s): 
Publisher: Jain Prarthana Mandir Trust

View full book text
Previous | Next

Page 239
________________ જાપ અનુષ્ઠાન યોજાય છે. તું આ જાપમાં ભાગ લે તને જરૂર ફાયદો થશે. મીનાના હૃદયમાં નવકાર જાપની વાત વી ગઇ. તેણે ચેમ્બુરમાં બેસતા મહિનાથી નવકાર જાપમાં જવાનું શરુ કર્યું. અહીં જાપમાં તે ભાવપૂર્વક નવકારની આરાધના કરવા લાગી. આમને આમ બે વર્ષ વીતી ગયા. મીનાને લાગ્યું કે હવે હું ખરેખર હારી ગઇ છું, આંખોમાં અશ્રુ સાથે તેને મનોમન વિચાર્યું કે મારા નસીબમાં સંતાનનું સુખ જ નથી તો હવે તેની અપેક્ષા રાખવી વ્યર્થ છે. નવકાર જાપમાં તો હું નિયમિત આવીશ, આ જાપને તો હવે કોઇ કાળે છોડવા નથી. આમ સંકલ્પ કરીને મીનાએ નવકાર જાપ અનુષ્ઠાને ચાલુ રાખ્યા. એ પછી ત્રણેક મહિના પસાર થયા હશે ને મીનાને સારા દિવસો રહ્યા. મીનાના પરિવારમાં અને સગાસંબંધીઓમાં આ વાતની જાણ થતાં આનંદની સીમા ન . સૌના હોઠ પર એક જ વાત હતી કે ‘હું નવકાર ! તે તો લેખ પર મેખ મારી દીધી ! કારણ કે મીનાના કેસમાં ડૉકટરો, વૈદ્યો અને જ્યોતિષિઓએ પણ હાથ ખંખેરી નાખ્યા હતા ત્યારે નવકાર મંત્રે તેનો પ્રભાવ બતાવ્યો. મીનાને સાત મહિના પસાર થઇ ગયા પરંતુ આઠમાં મહિને મીનાની તબિયત અચાનક બગડી ગઇ. એનું B.P. હાઇ થયું ગયું. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આઠ-આઠ દિવસ સુધી મીનાનું B.P. કાબુમાં ન આવી શક્યું. પરિસ્થિતિ ગંભીર બની. ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું કે ઓપરેશન કરીને બાળકને બચાવી લેવું પડશે. નહિ તો મીનાના અને બાળકના જીવને જોખમ ઉભુ થશે. જો કે બાળક બચે તેવી શક્યતા પચાસ ટકાથી પણ ઓછી છે. મીનાના પરિવારે કઠણ હૃદયે મીનાના ઓપરેશનની અનુમતિ આપી. મીનાની આવી ગંભીર હાલત જોઇને સૌ સ્વજનો ગભરાઇ ગયા. મોમને નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. મીનાએ પણ ઓપરેશન થિએટરમાં જતાં પહેલા ભીની આંખે કહ્યું કે હવે તો નવકાર જ મને બચાવશે. તમે સૌ નવકા૨ ગણવાનું શરૂ કરી દો. મીનાની આવી નવકાર નિષ્ઠા જોઇ સૌની આંખોમાં અજુ ઉભરાયા. સ્થાનિક ડૉક્ટરે અન્ય બે નિષ્ણાત ડૉકટરોને પણ બોલાવી લીધા હતા. એટલે આ ઓપરેશન જોખમી છે તેમ જણાતું હતું. સૌ એક ચિત્તથી નવકારનું સ્મરણ કરતા મીનાનું ઓપરેશન સફ્ળ થાય તેવી પ્રાર્થના કરતાં રહ્યા. બરાબર અઢી કલાકે ઓપરેશનના દરવાજા ખૂલ્યા. અને બાળકના રડવાનો અવાજ આવ્યો. ડૉક્ટરોએ બહાર આવી સમાચાર આપ્યા કે ઓપરેશન સફળ થયું છે. અને મીના તથા બાળક બિલકુલ સ્વસ્થ છે. હવે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આજે પાંચ વર્ષનો થયેલ મીનાનો આ દીકરો નામે ષભ રૂપરૂપના અંબાર જેવો, જોતાં જ વહાલ કરવાનું મન થાય તેવો સુંદર છે. તે નવકાર મંત્ર કડકડાટ બોલી જાય છે. જાણે કે નવકારથી શું કાર્ય સિદ્ધ નથી થતું તેનો સૌને પ્રત્યક્ષ પરિચય આપી ન રહ્યો હોય ! આમ નવકાર પરની અસિમ શ્રદ્ધાથી ભયંકર આફ્તમાંથી પણ કેવી રીતે ઉગરી જવાય છે તેનું આ ઉદાહરણ મીનાની ઘટના ઉપરથી જોવા મળે છે. બંધ સમય ચિત ચેતીએ રે, ઉઢયે શો સંતાપ સલૂણા... નવકાર મંત્ર ફળે છે, જરૂર ફળે છે. જો તમારામાં નવકાર પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હોય તો નવકારમંત્ર અવશ્ય તેનો પ્રભાવ બતાવે છે. ચેમ્બરના એક સુશ્રાવકના જીવનમાં બનેલી આ સત્યઘટના નવકારપ્રેમીઓ માટે અત્યંત પ્રેરણારૂપ છે. આ સત્ય ઘટના વાચતા જ સૌને નવકાર મંત્રની ભવ્યતા, દિવ્યતા અને સમર્થતાનો ખ્યાલ આવશે. અને અમારું પણ એ જ ધ્યેય રહ્યું છે કે નવકાર મંત્રની પ્રભાવકતાથી પ્રત્યેક માનવી સુપરિચિત થવાની સાથે પોતાની શ્રદ્ધા અને આસ્થાના બળને વધુ સુદૃઢ બનાવે. ચેમ્બુર તીર્થમાં છેલ્લા ૧૧ વર્ષથી શ્રી જયંતભાઈ ‘રાહી’ના નવકાર જાપ અનુષ્ઠાન યોજાય છે. હજારો લોકો દર મહિને આ નવકાર જાપ કરવા ચેમ્બુર પધારે છે. ચેમ્બરનું ઓપરેશન થિયેટરમાં મીનાને લઇ જવામાં આવી. એક દંપતિ જ્યારથી ચેમ્બરમાં નવકાર જાપ શરૂ થયા ત્યારથી માતુ શ્રી નિર્મલાબેન હેમચંદ છગતલાલ શાહ પરિવાર (દેપલા-મુલુન્ડ) હસ્તે : દિલીપભાઇ ૨૩૯

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252