Book Title: Navkar Prabhav
Author(s): 
Publisher: Jain Prarthana Mandir Trust

View full book text
Previous | Next

Page 231
________________ અને મુખ પર અનેરી પ્રસન્નતા હતી, અને અમારા માટે પણ નવકારને કાયમી સાથી બનાવવાની તેમની ભલામણ હતી. હાલ અમારો દીકરો સારા પગારે નોકરીમાં ગોઠવાયો છે. ઘરની હાલમાં કોઇ ચિંતા નથી. પરંતુ આપે જે સદ્ભાવનાથી અમારા માટે કામ કર્યું છે તેને અમે ભૂલી શકીએ તેમ નથી. તમે અમને કોઇવાર મળ્યા નથી. કે અમને ખાસ જાણતા પણ નથી. તેમ છતાં અમારા પ્રત્યે આપની લાગણી જોઇને હૈયું ભરાઇ આવે છે. પરમ કૃપાળું પરમાત્મા આપને શાસનના આવા અનેક સત્કાર્યો કરવાનું વિશેષ બળ આપે એજ અમારી આ તકે પ્રાર્થના છે. -આપની એક બહેન (ડોંબીવલી) વસવજીભાઇએ નવકાર જાપથી પોતાનું શ્રેય સાધ્યું.... નામ એમનું વસનજીભાઇ ગાલા. ઉંમર ૭૨ વર્ષ. મલાડમાં વર્ષોથી રહે. સાધન સંપન્ન સુખી પરિવાર. માનવ ધર્મ એજ ખરો ધર્મ એ સૂત્ર એમણે જીવનભર અપનાવ્યું હતું. એટલું જ નહિ તેને ક્ષણેક્ષણે પોતાના આચરણમાં મૂક્યું હતું. વસનજીભાઇ દેરાસર કે સ્થાનકમાં માને નહી. કદી ત્યાં જવાનું નામ નહિ. અનેક લોકોના તેઓ કામ કરે. દુ:ખી-પીડિત જોની વહારે આવે. તેમને ઉચિત સહાય કરે. બિમાર લોકો માટે બધુ કરી છૂટે. માનવતા એ જ મોટો ધર્મ તેવી તેમની દૃઢ માન્યતા. મલાડની જનતામાં તેમના માનવતાના કાર્યોની ભારે સુવાસ.. થોડાં વર્ષો પહેલા મલાડમાં શ્રી જયંતભાઇ ‘રાહી'નો નવકાર જાપનો પ્રારંભ થયો. પ્રથમ જાપના દાતા તરીકે વસનજીભાઇ ગાલાના દીકરા ભરતભાઇએ લાભ લીધો. દાતા તરીકે વસનજી ગાલા પરિવારનું નામ લખાવ્યું કચ્છી ખબર પત્રિકામાં તે સમાચાર પ્રગટ થયા. વસનજીભાઇ તે ગાલાએ તે વાંચ્યું અને દીકરાને કહ્યું કે ‘ભાઇ, હું આમાં માનતો નથી અને મારું નામ તમે પત્રિકામાં કેમ લખાવ્યું ?' ભરતભાઇએ જવાબ આપ્યો કે ‘બાપુજી, નવકાર જાપ અનુષ્ઠાનો લાભ આપણે લીધી છે અને વડીલ તમે છો તેથી આપનું નામ જ શોભે તેથી જ લખાવ્યું છે.' વસનજીભાઇએ કહ્યું ‘ઠીક છે પણ હું નવકાર જાપમાં આવીશ નહિ, હું તેમાં માનતો નથી.’ હું બીજે દિવસે નવકાર જાપ અનુષ્ઠાન થવાના આગલા દિવસે રાત્રે જ વસનજીભાઇએ કહ્યું કે ‘દીકરા, હું જયંતભાઇના નવકાર જાપમાં આવીશ અને અડધો કલાક બેસીશ.' ભરતભાઇ અને તેમનો સમગ્ર પરિવાર બાપુજીના આ નિર્ણયથી ખૂબ રાજી થયો. બીજે દિવસે નવકાર જાપ અનુષ્ઠાન શરૂ થયા. વસનભાઇ ગાલા ટી શર્ટ અને પેન્ટ પહેરીને આવ્યા અને જયંતભાઇની પાસે ખુરશી પર બેઠક લીધી, અડધી કલાક તેમણે બેસવાની ઇચ્છા વ્યક્ત કરી હતી પરંતુ જયંતભાઇની નવકાર જાપની અદ્ભૂત શૈલીધી અને બોધમૂલક વાર્તાથી તેઓ અતિ પ્રસન્ન થયા. મલાડમાં આ જાપ સતત સાડા ત્રણ કલાક ચાલ્યો. પણ વસનજીભાઇએ તો ઉઠવાનું નામ ન લીધું. તેઓ રસપૂર્વક જયંતભાઇને સાંભળતા રહ્યાં. નવકાર જાપ અનુષ્ઠાન પૂર્ણ થયું. વસનજીભાઇએ દીકરા ભરતભાઇને કહ્યું કે જાપમાં ખૂબ મજા આવી. નવકાર જાપ આટલો અદ્ભૂત હશે તેવી મને કલ્પના જ ન હતી, હવે તું જયંતભાઇને આપણા ઘરે પગલા કરવા તેડી લાવ. વસનજીભાઇએ પોતે પણ જયંતભાઇને વિનંતી કરી કે અમારા ઘરે પધારો. જયંતભાઇએ વસનજીભાઇનું નિમંત્રણ સ્વીકાર્યું અને તેમના ઘરે પધાર્યા. વસનજીભાઇએ જયંતભાઇને કહ્યું કે હું તો તદન નાસ્તિક છું, પરંતુ નવકાર મંત્ર તો મને આખો આવડે છે. મારા માતા-પિતાના તે સંસ્કાર છે. એમ કહી તેઓ આખો નવકાર બોલી ગયા અને કહ્યું કે નવકાર જાપ આટલો સરસ કરાવો છો તેવી મને કલ્પના જ નહિ. હવે તો હું જ્યાં જ્યાં તમારા નવકાર જાપ થશે ત્યાં ત્યાં આવીશ. દીકરા ભરતને ઉદેશીને વસનજીભાઇએ કહ્યું કે ‘ભાઇ, તે મને કેમ ન કહ્યું કે નવકાર જાપમાં સફેદ કપડાં જ પહેરીને અવાય. બધા ત્યાં સફેદ કપડા પહેરીને આવ્યા હતા અને હું એક જ લાલચટાક ટી શર્ટ અને બ્લુ પેન્ટમાં બેઠો હતો. મને તો ખૂબ જ શરમ આવી'. ભરતભાઇએ કહ્યું શ્રી પંચ પરમેષ્ઠિ મહિલા મંડળ (મુલુન્ડ પૂર્વ, મુંબઇ-૮૧) હસ્તે : દર્દીનાબેન મહેન્દ્ર છેડા ૨૩૧

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252