Book Title: Navkar Prabhav
Author(s): 
Publisher: Jain Prarthana Mandir Trust

View full book text
Previous | Next

Page 210
________________ અચાનક ભયંકર ગર્જના સાથે પેલા ભાઇ એકદમ ઉછળી પડવા અને ગુસ્સાના આવેશમાં બિહામણી આકૃતિ કરીને આવેશમાં બિહામણી આકૃતિ કરીને અરબસ્તાની ભાષામાં ધમકીઓ આપવા માંડવા, અવારનવાર આવું બનતું હોવાથી તેમનાં ધર્મપત્ની તથા બે બાળકો અરબસ્તાની ભાષાના થોડા શબ્દોનો ભાવાર્થ, હાવભાવ વગેરે ઉપરથી સમજી શકે છે. તેથી તેમણે મને કહ્યું કે આ તમને એમ કહેવા માગે છે કે તમે તમારા ધર્મના મંત્રો બોલવાનું બંધ કરો નહિતર તમને મારી નાખીશ...ઇત્યાદિ. આ સાંભળીને મેં પેલા પઠાણ પ્રત્યે મૈત્રીભાવના ચિંતવીને મનમાં જ નવકાર મહામંત્રનું સ્મરણ ચાલુ રાખ્યું...અને થોડી જ વારમાં પેલો પઠાણ ચાલ્યો ગયો અને તેની જગ્યાએ જે વ્યક્તિઓએ આ મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હતો એ બે વ્યક્તિઓ પેલા ભાઇના શરીરમાં પ્રવેશીને કત રડતાં કરુણ સ્વરે કહેવા લાગી કે, “મહારાજ, સાહેબ અમને બચાવો ! અમે ખૂબ જ દુ:ખી છીએ ! અમારો ઉદ્ધાર કરી !'...ઇત્યાદિ મેં તેમને કહ્યું, “તમે શા માટે બીજા જીવોને દુ:ખી કરવા માટે આવા પ્રયોગ અજમાવો છો ? આવા પ્રયોગ કરવાનું છોડી દો અને બીજાને સુખ આપો તો તમે પણ સુખી થશો.'' તેમણે કહ્યું, “અમે બધું સમજીએ છીએ પણ શું કરીએ ? લાચાર છીએ. જેમ કોઇ દારૂડિયો દારૂના નુકસાનનો ખ્યાલ હોવા છતાં તેને છોડી શકતો નથી તેમ અમે પણ આ વ્યસનને છોડી શકતા નથી.' તેમને પોતાનો પરિચય આપવા જણાવ્યું પણ તેમણે કહ્યું ! “અમારા જેવા પાપીઓનો પરિચય મેળવીને શું કરશો ? એ વાત રહેવા દો.’’ પછી તેમને પ્રાસંગિક થોડી હિતશિક્ષા આપી અને થોડી વારમાં એ વ્યક્તિઓ પણ જતી રહી, ત્યારે સ્વસ્થ બનેલા એ ભાઇની સમક્ષ મોટી શાંતિ વગેરે માંગલિક સંભળાવ્યું અને તેમને ઉપાશ્રયે આવવા જણાવ્યું. થોડા સમય બાદ એ ભાઇ પોતાનાં ધર્મપત્ની સહિત ઉપાશ્રયમાં આવ્યા. અમોએ આચાર્ય ભગવંતને બધી હકીકતથી વાકેફ કર્યાં હતા. તેઓશ્રીએ વાસક્ષેપ મસ્તક ઉપર નાંખતાં જ ફરી પેલો અરબસ્તાની પઠાણ જાગ્રત થયો અને અત્યંત ગુસ્સામાં પોતાની ભાષામાં મૂઠ્ઠી ઉગામીને ધમકીઓ આપવા લાગ્યો. અમે પૂજ્યશ્રીને કહ્યું, “આપ રહેવા દો, અમને નવકારનો પ્રયોગ અજમાવવાની અનુમતિ આપો.'' પૂજ્યશ્રીએ કહ્યું, ‘ભલે.' થોડી વાર બાદ પેલા ભાઇ જ્યારે મૂળ સ્વરૂપમાં આવી ગયા ત્યારે અમે તેમને ઉપાશ્રયના એક રૂમમાં લઇ ગયા. અમારામાંથી એક મુનિવર તેમની સામે બેઠા. બાકીના તેમની બાજુમાં ઉભા રહ્યા. વપંજર સ્તોત્ર દ્વારા આત્મરક્ષા કરીને મુનિવરે નવકાર સંભળાવતાં જ તરત પેલો પઠાણ છંછેડાયો અને ફરી પહેલાં કરતાં પણ વધુ ઉગ્ર રીતે ધમકીઓ આપવા લાગ્યો. એટલે તરત અમે બધા મુનિવરોએ પણ તાલબદ્ધ રીતે મોટે અવાજે નવકાર મહામંત્રનું રટણ શરૂ કર્યું, પઠાણના ગુસ્સાનો પાર ન રહ્યો. જાતજાતની ભયંકર મુદ્રાઓ દ્વારા મુનિવરને ડરાવવા અનેક પ્રયત્નો કરવા લાગ્યો. અત્યંત મજબૂત મુઠ્ઠી ઉગામીને એકદમ જોરથી મુનિવરના મોઢા સુધી લઇ આવતો ! જાણે કે હમણાં જ મુનિવરની બત્રીશી તોડી નાંખશે કે તેમને મારી નાંખશે ! ટીલા-પોચા હૃદયની વ્યક્તિનું કદાચ હ્રદય જ બેસી જાય એવી ભયંકર ગર્જનાઓ, ફૂત્કારો, ચીસો તથા ચેષ્ટાઓ કરવા લાગ્યો. છતાં પણ મહામંત્રના પીઠબળથી જરા પણ ગભરાય વિના મુનિવર પણ મોટે સ્વરે તાલબદ્ધ નવકારનું રટણ કરતા જ રહ્યા. લગભગ વીસેક મિનિટ સુધી પઠાણે અનેક પ્રકારનાં તોફાનો કર્યાં પણ નવકારના અદ્રશ્ય અભેદ્ય કવચને લીધે મુનિવરને જરા પણ સ્પર્શ કરી ન શક્યો ! તેથી હિંમતમાં આવી જઇને મુનિવરે તેના વાળ પકડી લીધા. ત્યારે તેનું મોટું એકદમ દયામણું થઇ ગયું અને છેવટે, “હવે મારો નમાઝ પઢવાનો સમય થઇ ગયો હોવાથી હું જાઉં છું.'' એવા પ્રકારના શબ્દો અરબસ્તાની ભાષામાં ઉચ્ચારીને તે જતો રહ્યો. શ્રીમતી કાંતાબેત હંસકુમાર લોડાયા (કચ્છ સાંયરા) ૨૧૦

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252