Book Title: Navkar Prabhav
Author(s): 
Publisher: Jain Prarthana Mandir Trust

View full book text
Previous | Next

Page 216
________________ યથાસ્થાને મુક્યો અને નવકાર મંત્ર બોલતાં બોલતાં સૌ સૂઇ ગયાં. ✰✰✰ દર વર્ષે અમે કાર્ડ માર્કેટમાંથી થોડા પક્ષીઓ ખરીદી લાવી અમારી અગાસીમાંથી ઉડાડી મૂકીએ. ૧૯૯૩ માં આમ જ રંગબેરંગી પાંચસો જેટલી ચકલીઓ લઇ આવ્યાં. ઉનાળાના દિવસો હતાં. મુંબઇથી ઘાટકોપર ટેક્ષીમાં લાવ્યા, ઘરે લાવ્યાં, બધાને પાણી પાયું, ચણ નાખી, નવકાર મંત્ર બોલીને પાંજરાના દરવાજા ખોલ્યાં, ચકલીઓને ઉડાડી મૂકી. આખું આકાશ સ્વતંત્રતા, આનંદ અને ચકલીઓથી ભરાઇ ગયું. અને અમારું હૈયું કંઇક સારું કર્યાના સંતોષથી ! બે ચાર ચકલીઓ ન ઉડી. તેમને પણ પાંજરુ ઠપકારી ઉડાડી મૂકી. પણ એક ચકલી ઘવાઇ હશે. તે કણસતી હતી. આમ પણ આવી ચકલીઓ બીજા પ્રાંતમાંથી અહીં વેંચાવા આવેઅડધી ભૂખી, તરસી, પ્રતિકૂળ હવામાનને લીધે અધમૂઇ તો થઇ જ ગઇ હોય. તે કણસતી ચકલીને લઇને અમે નીચે અમારા ઘરે આવ્યાં. તેના પર પાણી છાંટવું, દાણા નાખ્યાં (જે તે ખાઇ શકે તેમ તો હતી જ નહીં પણ અમને યોગ્ય લાગ્યું) અને એક પ્લાસ્ટીક બાસ્કેટ (ઢાંકણાવાળી)માં મૂકી. રાત્રે ફરી તેને જોવા ગયાં. તે અડધી મરેલાં જેવી થઇ ગઇ હતી. આડી પડી હતી. ડોક ખેંચાઇ ગઇ હતી. શ્વાસ ખૂબ જોરથી ચાલતા હતા અને આંખો ઊંચી ચડી ગઇ હતી. અમે ટોળે વળી ગયાં. હવે હમણાં જ પ્રાણ ઉડી જશે. હમણાં જ ગઇ સમજો. ટેવ મુજબ નવકાર ! અને તેમાંય કોઇનો પ્રાણ જતો હોય ત્યારે તો ખાસ નવકારમંત્ર સંભળાવવા અને તે અમને બધાંને ટેવ છે. તે અમે નવકાર શરૂ કર્યાં. થોડાક નવકાર ગણીને હું તો બહારના રૂમમાં આવી ગર્યા. પણ મારા દીકરા (ઉં.વ. ૫) અને મારા ભાઇએ ખૂબ નવકા૨-આશરે ૧૫ થી ૨૦ મિનિટ સુધી જોરથી તેને સંભળાવ્યા. કદાચ થોડી શાંતામાં જીવ છૂટે. તે જ આશાએ, કારણ કે બચે એવા કોઇ ચિન્હો ન હતાં. પછી તેઓએ પણ બાસ્કેટ અને નવકાર બંધ કર્યાં અને ભગવાનને ભરોસે મૂકીને સૂઇ ગયાં. સવારે કુતુહલવશ ભાઇએ બાસ્કેટ ખોલી (ખાત્રી હતી કે તે મરેલી જ પડી હશે). બાસ્કેટ ખાલી અને ફેરરરર...કરતી તે ચક્કી બહાર ઉંડી ગઇ ! ✩✩✩ એકવાર હું મારા બનેવી સાથે સ્કુટર ઉપર જઇ રહ્યો હતો. ચારેક વાગ્યાનો સમય હતો. ઉત્તાવળ હતી. મુંબઇની સ્પેશ્યાલીટી' ટ્રાફીક પણ ખૂબ હતો. બનેવીશ્રી માર્ગ કાપતાં સ્કુટર આગળ ચલાવે જતાં હતાં. મારા હાથમાં કાઉન્ટર હતું તે નવકાર મંત્ર કે કોઇપણ જાપ માટેનું એક સાધન છે. હું નવકાર ગણતો હોઉ છું ત્યારે પણ મારા નવકાર ચાલુ હતા. કોઈ કષ્ટ આવે ત્યારે જ નવકાર ગણવા તેમાં હું ઓછું માનું છું. એમને એમ પણ નવકાર ગણવા ગમે. બનેવીશ્રીએ સ્કુટર 'ર' ચલાવવાનું શરૂ કર્યું. હું ફર્યો. થોડીકવાર કાંઇ ન બોલ્યો. છેલ્લે ન રહેવાયું અને કહ્યું, “અશ્વિનભાઇ ધીરે ચલાવો ક્યાંક એકસીડન્ટ થઇ જશે.' તેમણે ખૂબ સુંદર જવાબ આપ્યો. કહ્યું, “જેની પાછળ બેસીને કોઇ નવકાર ગણતું હોય તેનો એક્સીડન્ટ કઇ રીતે થાય ?' મારા નવકાર અને શ્રદ્ધા બન્ને વધ્યાં. –ધીરેન શાહ (મુંબઇ) નવકાર મંત્રના પ્રભાવે અમે એક ભયંકર આપત્તિમાંથી ઉગરી ગયા...! દેવલાલીમાં અમારા પરોપકારી પૂ. સાધ્વી શ્રી જયલક્ષ્મીશ્રીજી મ.સા. તથા પૂ. સાધ્વીશ્રી જયદર્શિતાશ્રીજી મ.સા. બિરાજમાન હતા. અમે તેમના દર્શન-વંદન કરવા હોન્ડાસિટી કાર લઇને મુંબઇથી વહેલી સવારે નીકળ્યા. અમારી સાથે અમારી સખી વર્ષાબેન, તેમની દિકરી દિશા અને તેમનો દિકરો જિગ્નેશ હતો. જિગ્નેશ કાર ચલાવતો હતો વચ્ચે શાહપુર ભુવનભાનુ માનસ મંદિરના અને વ્હીલોળી મધ્યે ધર્મચક્ર તીર્થના દર્શન કરી અમે બપોરે દેવલાલી પહોંચ્યા. દેવલાલીમાં અમે પૂજ્ય સાધ્વી ભગવંતોની નિશ્રામાં ઘણો સમય ગાળ્યો. તેમનો સત્સંગ કર્યો. એ પછી અમે તારાબેન ચુનીલાલ વાતજી (કચ્છ ભોરારા) ૨૧૬

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252