Book Title: Navkar Prabhav
Author(s): 
Publisher: Jain Prarthana Mandir Trust

View full book text
Previous | Next

Page 211
________________ ત્યાર બાદ એક કાશ્મીરી ઓલિયો કે જે પહેલાં એ ભાઇને હેરાન કરતો હતો, પણ પાછળથી તેને પશ્ચાત્તાપ થતાં હવે તેને યથાશક્ય સહાય કરતો હતો, તે પેલા ભાઇના શરીરમાં આવ્યો. તેની ભાષામાં કોઇ કોઇ હિન્દી ભાષાનાં શબ્દો આવતા હતા, જેથી અમે તેનો ભાવાર્થ કાંઇક સમજી શકતા હતા. અમે તેની સંમતિ મેળવીને હિન્દી ભાષામાં કેટલાક પ્રશ્ન પૂછ્યા, જેના તેણે પોતાની ભાષામાં સંતોષકારક જવાબો આપ્યા. વીસેક મિનિટ બાદ તે પણા જતો રહ્યો અને પેલા ભાઇ પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા. નવકારના શબ્દોના રટણમાં આટલી તાકાત રહેલી છે, તો વિધિપૂર્વક નવકાર સાધનામાં કેટલી તાકાત હોઇ શકે ? ઇત્યાદિ વિચાર કરતાં અમારું અંતર નવકારને અહોભાવપૂર્વક નમસ્કાર કરી રહ્યું હતું... —પૂ. ગણિવર્ય શ્રી મહોદયસાગરજી મ.સા. (પાલિતાણા) નવકારનો અચિંત્ય પ્રભાવ ! અનહદ્ પુણ્યોદયનાં લીધે જૈન કુટુંબમાં જન્મ થયું. સાથે ધાર્મિક પ્રવૃત્તિઓનાં સંસ્કાર મળ્યા. નવકારથી બધુ જ મળે અને રોગ-શોક-ભય વગેરે અનિષ્ટ તત્ત્વો દૂર થાય એમ જાણવા મળ્યું હતું. તેથી બાળપણામાં સંકટના સમયે નવકાર ગણતો ને સંકટ દૂર થતું. બારેક વર્ષની વયે લાલબાગમાં એક મવાલી છોકરો દબડાવવામાં ન ફાવ્યો તેથી હંટ૨ કાઢી મારવા આવ્યો. ત્યારે ઘંટ૨ ઝૂંટવીને મેં તેને સામે ફટકાર્યાં. તે રડતો જઇને પોતાનો સરદારને તેડી લાવ્યો. હું તો ઘેર જઇને પલંગ નીચે સંતાઇ ગયો ને નવકાર ગણવા લાગ્યો. દાદીમાએ તેમને મનાવી લીધાં. આમ મહાસંકટમાંથી બચી જવાથી નવકાર ઉપરની મારી શ્રદ્ધા મજબૂત થઇ. મને ગુસ્સો બહુ જ આવો, જે મને પસંદ નહોતું. સુધરવા માટે હું દરરોજ પ્રતિક્રમણ, ચૈત્યવંદન, સામાયિક, તપશ્ચર્યા, વ્યાખ્યાનશ્રવણ, ધાર્મિક વાચના કરતો છતાં ગુસ્સો ઘટ્યો નહિ. લગ્ન પછી એકવાર પિતાજીને પણ લપડાક મારી હતી તથા દોઢ વરસની પુત્રીને પણ મારતો. ઘરમાં પણ આ પ્રકારનો ગુસ્સો જોઇને પત્નીથી રહેવાતું નહિ અને કહેતી કે, ‘આટલો બધો ધર્મ કરવા છતાં ગુસ્સો કરો છો તે યોગ્ય નથી.' હું કહેતો, ‘સારા હેતુથી ગુસ્સો કરું છું તેથી ખરાબ ન ગણાય.' ૨૩ વર્ષની વર્ષ જાણવા મળ્યું કે, શુદ્ધિ જાળવવાથી ધર્મ આરાધના જલદી ફળે. ન્યાયપૂર્વક મેળવેલી સામગ્રીથી જીવનનિર્વાહ કરાય તો જ પૂરી શુદ્ધિ થાય. ધર્મની શરૂઆત માર્ગાનુસારીના પહેલા ગુણ ‘ન્યાયસંપન્ન વૈભવ’ એટલે કે ન્યાયથી મેળવેલ સામગ્રીથી થાય છે. આ માટે જરૂરિઆત ઓછામાં ઓછી હોવી જોઇએ એમ લાગતાં એ દિશામાં પ્રયત્નો આદર્યા. અઢી મહિના સુધી બાજરાનો રોટલો ને પાણી બે વખત ને દોઢ મહિના સુધી ફક્ત બાફેલા મગ એક જ વખત જમતો, ફાવી ગયું, આયંબિલ કરીને જીવી શકાય એવી શ્રદ્વા બેઠી. સરતાં અને ટકાઉ કપડાં પહેર્યાં. એકંદરે મારો એક દિવસનો ખર્ચ ૨૦ પૈસા જેટલો આવતો. તેમાં ૩૦ પૈસાનું દૂધ ઉમેરવાથી આરામથી જીવી જવાય એમ લાગ્યું, સદ્ભાગ્યે પત્ની અને પુત્રીનો પણ સાથ મળ્યો. આવક માટે મોટાં વાહનો હાંકવાનું લાયસન્સ મેળવ્યું ત્યારે મને ૨૪ વર્ષ થયેલાં. ધંધામાં હરિફાઇ હોવાથી અપ્રમાશિક થવું પડતું. એટલે મેં ધંધો છોડ્યો. તેથી મારા ભાગનો નફો પિતાના ફાળે જવાથી ટેક્ષ વધુ ભરવો પડ્યો. આથી ભાઇએ મને સમજાવ્યું કે તારા ભાગથી તારા ખર્ચ કરતાં વધારે ટેક્ષ બચી જાય છે તેથી તારું કુટુંબ અમને બોજારૂપ નહિ થાય. મેં ફરીથી ભાગ ચાલુ કર્યો, ત્યારથી ધંધો સંભાળવામાં જે સમય જતો તે બચતો અને આખો દિવસ ધાર્મિક વાચન ચિંતન થતું રહ્યું. ‘પત્ની બીમાર થતાં ગામના તથા શહેરના ડૉક્ટરો દ્વારા ક્ષયનું નિદાન થયું. સારવાર રૂપે ૯૦ ઇંજેકશનો લીધાં પણ સુધારો ન થયો. ત્યાં એક સાધર્મિક મિત્રે પુસ્તકમાંથી જડેલ ઉપાય કર્યા, ‘રોગ મટાડવા નવકારનાં પાંચ પદ અક્ષરે અક્ષર ઊંધા ક્રમથી ગાવા.' મેં તથા પત્નીએ ઊંધા નવકાર ગણવાનું ચાલુ કરી દીધું. તેના પ્રતાપે મુંબઇ જઇને નિષ્ણાત ડોકટરોને બતાવતાં જાણવા મળ્યું કે ક્ષય નથી. ન્યુમોનાઇટીશનો ડાઘ છે. કેમીપેનની સામાન્ય ગોળી માતુશ્રી જેઠીબેન ખીમજી લખમણ સાવલા (કચ્છ નાની તુંબડી) હસ્તે : શ્રી સંજયભાઇ સાવલા ૨૧૧

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252