________________
ઉત્તર : નવ લાખ. શાસ્ત્રોમાં કહ્યું છે કે ‘નવ લાખ જપતાં
નરક નિવારે’ એટલે કે વિધિપૂર્વક ગુરુની આજ્ઞા પ્રમાણે નવ લાખ નવકાર-મહામંત્રનો જાપ કરવાથી નરક કે તિર્યંચગતિમાં લઇ જનારા પાપકર્મ કરવાની વૃત્તિનો નાશ થઇ જાય છે.
પ્રશ્ન ઃ કેટલા નવકાર ગણવાથી તીર્થંકર નામ કર્મ બંધાય ? ઉત્તર : એક લાખ. એટલે કે વિધિપૂર્વક અખંડ મૌન સાથે
વીતરાગ પરમાત્માની શાસ્ત્રીય પદ્ધતિએ અષ્ટપ્રકારી પૂજા કરવા સાથે સાત્વિક આહાર-વિહારના ધોરણ પ્રમાણે એક લાખ નવકાર ગણવાથી તીર્થંકર નામ કર્મ બંધાય છે.
પ્રશ્ન ઃ શ્રી નવકાર મહામંત્ર લખવાની પદ્ધિત કર્યુ છે ઉત્તર : શરૂઆતમાં પાંચ પર્દાની આગળ અને પાછળ બે
લીટી ઊભી કરવી. છઠ્ઠા પદની આગળ બે લીટી કરવી. નવમા પદની પછી બે લીટી ક૨વી. છઠ્ઠા પદની પછી અલ્પવિરામ (,) સાતમા પદની પછી એક ઊભી લીટી, આઠમા પદની પછી અર્ધવિરામ (;) કરવો. વળી નવકાર મહામંત્રની જોડણી જૂની દેવનાગરી (હિન્દી) લિપિને અનુસરતી લખવી. પ્રશ્ન ઃ શ્રી નવકાર મહામંત્ર બોલવાની પદ્ધતિ શી ? ઉત્તર : શ્રી નવકારના શરૂઆતના પાંચ પદે સૂત્રાત્મક રીતે બોલવા એટલે કે શરૂઆતના કેટલાક અક્ષરો ઉંચા સ્વરે બોલી ત્યાર પછી કેટલાક અક્ષરો મધ્યમ વર્ગ બોલી છેલ્લા અક્ષરો ઉતરતા સ્વરે બોલવા. અને છેલ્લા ચાર પદ શ્લોકની જેમ પહેલી લીટી ઉંચા સ્વરથી, બીજી લીટી મધ્યમ સ્વરથી, ત્રીજી લીટી ઉતરતા સ્વરથી અને ચોથી લીટી નીચા સ્વરથી બોલવી.
પ્રશ્ન : શ્રી નવકાર એ મહામંત્ર ક્રમ ૩
ઉત્તર : મંત્ર તેને કહેવાય કે જેનું સ્મરણ કરવાથી મનની પીડા ટળે, પણ દુનિયાના મંત્રો પુણ્યના ઉદયનો આધારે ળતા હોય છે, જ્યારે શ્રી નવકાર તો પુણ્યના ઉદયની ગેરહાજરીમાં પણ પાપને તોડીને મનને આર્તધ્યાનમાંથી બચાવે છે. માટે શ્રી નવકારને મહા
મંત્ર કહેલ છે.
પ્રશ્ન ઃ શ્રી નવકાર મહામંત્રમાં કોની આરાધના છે ? ઉત્તર : પંચ પરમેષ્ઠિઓની. કેમ કે પાંચ પરમેષ્ઠિઓના
આદર્શને સામે રાખી તેની આજ્ઞા પ્રમાણે જીવનનું ઘડતર કરવાનું બળ શ્રી નવકારથી પ્રાપ્ત થાય છે. પ્રશ્ન : મરતી વખતે નવકાર કેમ સંભળાવાય છે ? ઉત્તર ઃ શુભ ધ્યાન રહે તે માટે. કેમ કે મરતી વખતે હજારો વિંછીના ડંખની વેદના થતી હોય છે. તેથી ભલભલા જ્ઞાનીઓ પણ દૂર્ષ્યાન ન થઇ જાય તે માટે બીજા બધા શાસ્ત્રોને એક બાજુ રાખી માત્ર નવકારનું જ સ્મરણ કરતા હોય છે. માટે નવકારથી શુભધ્યાન ટકી રહે. તેથી મરતી વખતે ખાસ નવકાર સંભળાવાય છે.
પ્રશ્ન ઃ શ્રી નવકારનું સ્મરણ ગમે ત્યારે ગમે તેવી સ્થિતિમાં કરી શકાય ખરું ?
ઉત્તર : હા. શ્રી નવકારનું સ્મરણ ગમે ત્યારે ગમે તેવી
સ્થિતિમાં કરી શકાય કેમ કે નવકારનું સ્મરણ અશુભ સંસ્કારોને રોકવા માટે છે. આથી સ્મરણ ગમે ત્યારે થઇ શકે. સુવાવડ આદિ અશુચિ વાતાવરણમાં પણ હોઠ કે જીભ હલાવ્યા વિના નવકાર ગણી શકાય અને ખાસ કારણે ઉંચા સ્વરથી પણ નવકાર બોલી
શકાય.
પ્રશ્ન ઃ શ્રી નવકારના જાપ માટે જરૂરી બાબતો કઇ ? ઉત્તર : જાપની પદ્ધતિ પ્રમાણે તો ઘણી બાબતો ધ્યાનમાં
રાખવા જેવી છે. અને તે યોગ્ય જ્ઞાની ગુરુ પાસેથી જાણી લેવી, છતાં ટૂંકમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. (૧) નિયત સ્થાન. (આસન) (૨) નિયત સમય. (૩) નિયત સંખ્યા. એટલે કે ચોક્કસ જગ્યાએ નક્કી કરેલા સમયે એક સરખી સંખ્યાના ધોરણે શ્રી નવકાર મહામંત્રનો જાપ કરવો જરૂરી છે. તેનાથી ટૂંક સમયમાં ચિત્ત-શાંતિનો અનુભવ થાય છે,
શ્રી પુખરાજજી ઉમેદમલજી ચૌહાણ (લુણાવા / રાજસ્થાન-કાલબાદેવી) તેજરાજ પુખરાજજી ચૌહાણ* જિતેશ તેજરાજ ચૌહાણ, રિશી જીતેશ ચૌહાણ
८८