________________
વિષયકષાયમાં રસ પડે છે અને તે રસ કરતાં અતિ ઉચ્ચ કોટીનો પરમાત્મ-ધ્યાનનો રસ પ્રાપ્ત થાય છે ત્યારે તુચ્છ રસો નાશ પામી જાય છે.
‘જશ પ્રભુ ધ્યાયો મદારસ પાયો, અવર રસે નવિ રાયું, અંતરંગ ફરસ્યો દરિશન તેરી, તુજ ગુણ રસ સંગ મારું,' ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજા ઉપર્યુક્ત પંક્તિમાંમહર્ષિઓએ કહેલ છે તે સ્પષ્ટ સમજી શકારો, કહે છે કે પ્રભુ, તારા ધ્યાનનો મહારસ આજે પીધો. હવે બીજા રસ ફિક્કા પડી ગયા. અંતરંગમાં તારા સ્વરૂપનું દર્શન મળ્યું, હવે તારા સિવાય મારે બીજું કાંઇ ન જોઇએ. તું જ મારું સર્વસ્વ છે, તું જ મારું સ્વરૂપ છે.
આ પ્રમાણે પ૨માત્મ-સ્વરૂપનો ઉપલક્ષણથી આત્મસ્વરૂપના પરમાનંદનો રસાસ્વાદ ચાખ્યા પછી જ જગતના બધા રસોમાંથી સાધકનું મન ઉઠી જાય છે.
તે જ વાત ૩૫૦ ગાથાના સ્તવનમાં જણાવતાં છેલ્લે કહે છે કેવેગળો મત હજે દેવ મુજ મન થકી, કમળના વન થકી જેમ પરાગો;
(ઉપાધ્યાયજી શ્રી પોવિજયજી મ. કૃત પરમેષ્ઠિ ગીતા.) જૈમ રત્નની પેટીનો ભાર ઓછો હોય છે અને મૂલ્ય બહુ
!
હૈ દીન દયાળ, શરણાગતવત્સલ, પાસિંધુ પરમાત્મા તું મારા મનમાંથી જરા પણ ખસતો નહિ, તું નિરંતર મારા મનમંદિરમાં વસજે. જેમ કમળના વનથી પરાગ અલગ ન રહી શકે તેમ તારા સ્વરૂપની મહેંક નિત્ય મારા મનમંદિરમાં હોજો.
ચમક પાષાણ જેમ લોહને ખીંચશે, મુક્તિને સહજ તુ જ ભક્તિ રાગો.’હોય છે, તેમ ચોદપૂર્વના સારરૂપ આ નવકાર મંત્રને આત્મસાત્ કરવામાં કષ્ટ અલ્પ અને લાભ બહુ જ છે, જેટલું મૂલ્ય ચૌદપૂર્વનું છે, અપેક્ષાએ તેટલું જ મૂલ્ય શ્રી નવકારનું છે. સર્વ આગમોના આંતરિક રહસ્ય સ્વરૂપ આ નવકાર જ પ્રમાણરૂપ ગણાય છે.
તારું નિરંતર સ્મરણ કરવા માટે સમગ્ર આગમનો સાર 'નો અરિહંતાણં' મંત્ર નિત્ય મારા મનમંદિરમાં વસો તેવી હું તને વિનંતી કરું છું.
ધ્યાનનું ૫૨મ આલંબન શ્રી નવકાર છે, કારણ કે તેમાં ધ્યેયરૂપે વિશુદ્ધ પંચ પરમેષ્ઠિ છે.
પરમ પૂજ્ય શ્રી સિદ્ધર્ષિ ગણિ મહારાજ ઉપમિતિ ભવપ્રપંચા કથામાં સમગ્ર દ્વાદશાંગીનો સાર શું છે તે જણાવતાં કહે છે કેतस्मात् सर्वस्व सारोस्य द्वादशांगस्य सुंदर । ध्यानयोग पर शुद्धः स हि साध्यो मुमुक्षुणा ।।
હૈ સૌમ્ય ! આ સમસ્ત દ્વાદશાંગ રૂપ જિન પ્રવચનનો સાર પરમ વિશુદ્ધ એવો ધ્યાનયોગ છે. મુમુક્ષુઓએ તે ધ્યાનયોગને સાધવો જોઇએ.
માટે પ્રરૂપિત કરવામાં આવી છે.
ઉપમિતિકારના આ વચનનો મર્મ ખાસ જાણવા યોગ્ય છે, તે સમજાયા પછી સર્વ ધ્યાન યોગના પરમ વિશુદ્ધ ધ્યેય પરમેષ્ટિ ભગવંતોને જ તેમાં નમસ્કાર છે તે નવકારને દ્વાદશાંગીનો સાર (Essence of Agam) શા માટે શાસ્ત્રકાર
मूलोत्तरगुणाः सर्वे सर्वा चेवं वहिष्क्रियाः । मुनीनां श्रावकाणां च ध्यानयोगर्थमोरिताः ॥ સર્વ મૂલ ગુણો અને સર્વે ઉત્તર ગુણો તથા સર્વ બાહ્ય ક્રિયા
કે જે મુનિઓ અને શ્રાવકો માટે વિહિત છે, તે બધી ધ્યાનયોગ
માટે પરમેષ્ઠિનમસ્કારને નિરંતર મનમંદિરમાં ધારણ કરવો, તે આપણું પવિત્ર લક્ષ છે. જેના ચિત્તમાં ૫૨મેષ્ઠિ નમસ્કાર વસે છે, તે ધન્ય અને કૃતપુણ્ય છે તેનું જીવન પવિત્ર છે.
‘રતનતણી જિમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય, ચૌદ પૂર્વનું સાર છે, મંત્ર એ તેહને તુલ્ય; સકલ સમય અત્યંતર એ પદ પંચ પ્રમાણ, મહાસુખ બંધ તે જાણે ચૂલા સહિત સુજાણ.’
પરમેષ્ઠિ ગીતાનું ઉપર્યુક્ત રહસ્ય જોતાં મનુષ્ય જીવનની
કિંમતી પળોનો પૂર્વ સદુપયોગ કરવા માટે શ્રી નમસ્કાર મંત્ર સર્વોચ્ચ સામગ્રી પૂરી પાડે છે. Namaskar is an entrance into abundant energy. આત્માના પૂર્વ ચૈતન્યનું પ્રવેશદ્વાર શ્રી નવકાર છે.
Greatest art of life.
નમસ્કાર મંત્ર એ જીવનની શ્રેષ્ઠ કળા છે.
A key to cosmic secret.
નમસ્કાર એ આત્માના દિવ્ય ખજાનાની ગુપ્ત ચાવી છે. Namaskar is the supermost secret Art of
cosmos.
વિશ્વના અગમ્ય, અકલ્પનીય, અવર્ણનીય, અચિંતનીય ગુપ્ત રહસ્યોને પાર પામવાની દિવ્ય કળા છે શ્રી નવકાર મંત્ર. આવો પંચ પરમેષ્ઠિ ભગવંતો પ્રત્યેનો નમસ્કાર ભાવ સૌ જીવાત્માના હૃદયમંદિરમાં નિરંતર વો એ જ અભ્યર્થના.
કિરણ મહેતા એન્ડા .
૬૫, મહાત્મા ગાંધી રોડ, ફોર્ટ, મુંબઇ-૪૦૦ ૦૦૧,
૭૧