________________
પરમેષ્ઠિ ભગવંતોની પાંચેય મુદ્રા નીચે પ્રમાણે કરવી.
અહમ્ મુદ્રા દ્વારા 38 હુ ૩% નમો અરિહંતાણંનો ત્રણવાર જાપ કરવો.
સિદ્ધ મુદ્રા દ્વારા ૩ૐ હ્રીં ૐ નમો સિદ્ધાણંનો ત્રણવાર જાપ કરવો.
• આચાર્ય મુદ્રા દ્વારા ૐ હ્રીં ૐ નમો આયરિયાણંનો ત્રણવાર જાપ કરવો.
• ઉપાધ્યાય મુદ્રા દ્વારા ૐ હ્રીં ૐ નમો ઉવજઝાયાણ નો ત્રણવાર જાપ કરવો.
મુનિ મુદ્રા દ્વારા ૩ૐ હ્રીં ૐ નમો લોએ સવ્ય સાહૂણં નો ત્રણવાર જાપ કરવો.
બાળકોએ નિયમિત કરવાની પંચ પરમેષ્ઠિ મુદ્દાઓ વિષે
દરેક બાળકે નવકાર મંત્રનું શરણ લઇ વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ ક્રિયા પૂર્ણ કરી માતા-પિતાને પ્રણામ કરી સૂર્યની સામેની દિશામાં બેસી પંચ પરમેષ્ઠિ મુદ્રાઓમાં નવકાર જાપ કરવાથી (દરેક મુદ્રાઓમાં જાપ કરતા માત્ર એક મિનિટ લાગશે. એટલે ટોટલ પાંચ મુદ્રામાં જાપ કરવામાં માત્ર પાંચ મિનિટ લાગશે.) શરીર સદેવ નિરોગી રહેશે. બાળકની અભ્યાસની પ્રગતિ થતી રહેશે. બાળકનું ચારિત્ર ઘડતર ઉચ્ચ કક્ષાનું થશે. શારીરિક અને માનસિક દષ્ટિએ પણ તે વધુ શક્તિશાળી બનશે અને સરસ્વતી માતાની પરમ કૃપાને પાત્ર પણ તે થઇ શકશે. (૧) નમસ્કાર મુઢા :
નમસ્કાર મુદ્રામાં નવકાર જાપ કરતી વખતે સર્વ પ્રથમ ઉડો શ્વાસ લઇ ૐ હ્રીં ૐ નું ઉચ્ચારણ ત્રણવાર કરવું. આ મુદ્રામાં બંને હાથની કોણી અને બંને હાથના કાંડા મેળવી વચ્ચે જગ્યા ન રહે અને દરેક આંગળી એક બીજાની સાથે મેળવતા નમસ્કાર મુદ્રા થાય છે.
આ મુદ્રામાં નવકાર જાપ કરવાથી સમગ્ર સૃષ્ટિ, સમગ્ર ચેતના અને સમગ્ર દેવતાઓને વંદના થાય છે. આ મુદ્રા શાંતચિત્તે કરવાથી શરીરના પ્રકંપન (ઝણઝણાટી)નો
અનુભવ થાય છે. (૨) અર્વ મુદ્રા :
મંત્ર જાપ : ૐ હ્રીં ૐ નમો અરિહંતાણં.
અહં મુદ્રામાં બધી આંગળીઓની ટોચ તથા હથેળીને પરસ્પર દબાણ આપી “શ્વાસ' ભરી એ જ સ્થિતિમાં હાથ આકાશ તરફ બને તેટલા ઉંચા, કાનને સ્પર્શ કરતા રાખી ઉપરોક્ત મંત્ર ઉંડા શ્વાસે ત્રણ વાર બોલવો.
અર્ણ મુદ્રામાં કરાયેલ નવકાર જાપથી પેટ, છાતી, પાંસળી, કરોડરજ્જુની સક્રિયતા વધે છે. શરીરના વિવિધ અંગો જેવા કે કાંડા, હથેળી, ખભા અને આંગળીઓ સશક્ત બને છે. આળસ, કંટાળો દૂર થઇ ફૂર્તિનો અનુભવ થાય છે. માનસિક શાંતિ થતાં મગજમાંથી અનિષ્ઠતા દૂર થઇ ઇષ્ટતાનું આગમન થાય છે. આ મુદ્રાથી વિતરાગ ભાવનું નિર્માણ થાય છે. જેનાથી પ્રિય-અપ્રિય રાગ-દ્વેષના ભાવ દૂર થઇ તટસ્થપણું આવે છે. અહતા એટલે કે અનંત શક્તિ વધે છે. (3) સિદ્ધ મુદ્રા :
મંત્ર જાપ : ૐ હ્રીં ૐ નમો સિદ્ધાણં.
સિદ્ધ મુદ્રામાં બંને હાથની આંગળીની ટોચ અને હથેળીને પરસ્પર દબાણ આપી શ્વાસ ભરી હાથને નમસ્કાર મુદ્રામાં જ ઉપર સીધા લઇ જવા. કીજુ બંને કાનને હાથની ભૂજાનો સ્પર્શ થાય તેનું ધ્યાન રાખવું. એ પછી ઉપર હથેલીઓને ખોલી સિદ્ધશીલાનો આકાર આપવો. પરંતુ બંને કાંડા એક બીજાને મળે તેમ રાખવા.
સિદ્ધ મુદ્રાના અભ્યાસથી સ્વતંત્ર વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. પ્રમાદ દૂર થઇ સ્કૂર્તિ અનુભવી શકાય છે. આ મુદ્રાથી થતાં નવકાર જાપ તમામ વિષયોમાં સિદ્ધિ મેળવવાની પ્રગતિમાં મહાબળ પૂરું પાડે છે. (૪) આચાર્ય મુઠ્ઠા :
મંત્ર જાપ : ૐ હી ૐ નમો આયરિયાણં. આચાર્ય મુદ્રામાં બંને હાથ ખભા પાસે લઇ જઇ
૪૮
શ્રી હસમુખભાઇ મૂલજીભાઇ મહેતાના સ્મરણાર્થે હસ્તે શ્રી પ્રેમીલાબેન મહેતા (અમરેલી-વડાલા)