________________
માટે જ મોટી ઝવેરાતની સુંદર આંગી જોઇને “આંગી બહુ સારી’ એ અનુમોદના કરવાની સાથે એ ભાવના જરૂર કરજો કે ‘વાહ ! કેમ ન હોય ? મારા ભગવાન વિશ્વશ્રેષ્ઠ છે, એમને સારામાં સારી આંગી હોય જ. આંગી બહુ સારી, પણ ભગવાનના તો અનંત ગુણ સારા છે. વિશ્વદયાના ભરેલા, અનંતગુણોના સ્વામી. ઇન્દ્રોને પા પૂજ્ય, ભયંકર ભવમાંથી મુક્ત કરનારા, સદ્ગતિના દાતા...વાહ ! કેવા અનુપમ પરમાત્મા !' આ ભાવના પણ સાથે જ કરવાની છે, કે જેથી ચિત્ત આંગીનું નિમિત્ત પામી મુખ્ય પ્રભુ ઉપર લાગી જાય.
હવે જો આ ભાન જાગૃત છે કે ભગવાન સર્વશ્રેષ્ઠ છે. તો એમની આગળ સારી ચીજ વસ્તુ તુચ્છ લાગશે, તેથી એ ચીજાં ભગવાનના ધ્યાનમાં દખલ નહિ કરી શકે. મનને બેઠું છે કે ચીજ વસ્તુ તો લલાટમાં લખ્યાં પ્રમાણે મળવા-ટકવાની છે, પણ આવા ભગવાન ક્યાં મળે ? જગતના માલ એ માલ નથી, માર છે, એવું ધર્માત્માને હૈયે સચોટ વસેલું હોય, નહિતર મહા પુણ્યે ધર્મકાર્યમાં હજારો-લાખો-કરોડો શી રીતે ખર્ચી શક્યા હશે ? એ સમજતા હતા કે આ લાખો-કરોડો તિજોરીમાં પડવા માલ નથી માર છે, આત્માને પ્રત્યક્ષમાં કેટલાય રાગ-દ્વેષ-મોહ, મદ-મત્સર, હિંસા-જૂઠ વગેરેના સોટા લગાવે છે, અને પરલોકમાં નક-નિગોદ સુધીની કારમી વિટંબણા-ત્રાસ ચિંબામણના સોટા લગાવનારા છે ! માટે જગતના માલ એ માલ નથી, માર છે. એ મારથી બચવા માટે અને ધર્મક્ષેત્રમાં વહેવડાવી દઇ સાચા માલ કેમ ન બનાવી દઉં'
મહાપુરુષોએ શું આ સમજ વિના, શું હિસાબ વિના, શું ધન ધર્મમાર્ગે વહેવડાવ્યું હશે ? પેથડશાનો બાપ એક નગરમાં ગયો ત્યાં જોયું તો સંઘ ભેગો થયો હતો, ને ધર્મશાળા બંધાવવા માટે ટીપ થતી હતી, પરંતુ ખેંચાખેંચ ચાલતી હતી. તેથી પેથડશાનો પિતા સંઘને વિનંતી કરે છે, ‘આ ધર્મશાળા બંધાવવાનો લાભ મને આપો !' ત્યાં કેટલાક જુવાનિયા કહે છે, ‘શું અહીં સંધ બંધાવી શકે એમ નથી તે તમને લાભ આપે ?' આ એમ નથી કહેતો કે “બંધાવી શકો કે નહિ એ તમારાં આ લક્ષણો. આ રીતભાત પરથી દેખોને ? ના, મારા પાંચસો નહિ. અઢીસો. અઢીસો નહિ, સવાસો...આ
બંધાવવાનાં લક્ષણ છે ?' આવું કાંઇ આગે ન કહ્યું, કેમકે ધર્મનો લાભ લેવા આગળ આવ્યો છે, પણ સાથે સંઘઅવજ્ઞાનું પાપ લેવા નહિ. આ તો કહે છે, ‘સંઘ એક તો શું દશ ધર્મશાળા બંધાવી શકે છે. પરંતુ મને લાભ આપવા સંઘ દયા કરે એ મારી સંઘને પ્રાર્થના છે.' જુવાનિયા કહે છે, ‘તે શું તમે સોનાની ધર્મશાળા બંધાવી દેવાના હતા ?'
વિચારજો, જગતના માલને માર સમજ્યા નહિ, તો અહીં જબાન અટકી પડે. આ તો ભયંકર માર સમજનારો છે એટલે મોકો મળતાં એ માલને ધર્મક્ષેત્રે વહેવડાવી દેવા
કૂદી પડે છે ! કહે છે, સંઘની દયા છે, તો મારે સોનાની ધર્મશાળા બંધાવી દેવાનું નક્કી.' આપણે તો કહી દીધું, પરંતુ ડાહ્યા માણસોને લાગ્યું કે આ સોનાની ધર્મશાળા તો બહારવટિયાઓને એક જાતના આમંત્રણરૂપ થશે, એટલે કહે છે 'બરાબર, તમારી ભાવના સાચી અને ઘણી ઉંચી ! પરંતુ સોનાની નહિ સાદી ધર્મશાળા બંધાવી દેજો.’ આ કહે છે, ‘ના રે ના, એ તો જે બોલ નીકળ્યા તે નીકળ્યા વીતરાગના સેવકનું વચન મિથ્યા ન થાય. આવો મહાન લાભ મને ક્યાંથી મળે !' 'શું ! જૂઠ બોલવાનું મન થાય ત્યાં વિચારવું કે ‘વીતરાગના સેવકનું વચન ફેરફારવાળું ન હોય.”
ત્યાં આવી રકઝક ! છેવટે ગુરુ મહારાજની દરમિયાનગીરીથી કેશરની ધર્મશાળા બનાવી આપવાનું નક્કી થયું. નવી ઇંટો પાડવાની માટીમાં ભારોભાર કેશર નખાયાં,
ને ધર્મશાળા તૈયાર થઇ ! આજે પણ એના ખંડિયેરમાંની ઇંટોમાં કેશરના તાંતણા જણાય છે તે લોકો પાણીમાં નાખીને પરખે છે ! ‘જોઇ ઉદારતા ! જગતના માલને માલ તરીકે સમજ્યા હોત તો હાથથી છૂટત નહિ. રાજા સંપ્રતિ, કુમારપાળ, વસ્તુપાળ, વિમળશા, ધનાપોરવાડ, જગડુશા, દયાળશા, ભામાશા વગેરેની ઉદારતા વિચારો !
બાવો ભૂલો પડ્યો છે, ધ્યાનની અનુકૂળતા માટે ઘોડો જોઇએ છે. રાજાને એની દયા આવે છે, કહે છે, 'મહારાજ ! ઐસા અમુક હી ઘોડા ચાહિયે યુ કરેંગે ઔર કદાચિત્ વો
મિલ ભી ગયા, તબ ધ્યાન પરમાત્મા કા નહીં, ઘોડે કા બન જાયગા, ‘કોઇ ઉસે લે ને જાય, વહ ચલા ન જાય, ઉસકો
આશાબેત ઉમેદચંદ્ર ફોફલીયા (કચ્છ ભૂજપુર-ચેમ્બુર) હસ્તેઃ અ.સૌ. પ્રવીણાબેન ઉમેદચંદ્ર ફોફલીયા
૨૪