Book Title: Motini Mala Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 7
________________ કુટુંબનાં ત્રણ-ચાર માણસ હોય. એક વાજું વગાડે, બીજો તબલાં વગાડે, મુખ્ય માણસ હરિકથા કહે. હરિકથાકાર હવાની મીઠી લહરીની માફક આવે. ગામનાં જૂનાં વેર-ઝેર અને ઝઘડાની પતાવટ કરે, લેણ-દેણના અને સામાજિક રહેણીકરણીના મતભેદો પતાવે. આખા ગામમાં હરિકથાકારની હાજરીની ફોરમ ફેલાઈ જતી. આખું વાતાવરણ આનંદથી ભરાઈ જતું. રાતના નવેક વાગ્યે હરિકથાકાર પોતાનો કથારસ જમાવે. પુરાણ કે મહાકાવ્યનો કોઈ પ્રસંગ લઈને એને બહેલાવતો જાય. મુખ્ય વાતની વચમાં ભજન અને આખ્યાન આવે. દૃષ્ટાંત અને કથા આવે. બોધવાર્તા અને રમૂજી ટુચકા આવે. મુખ્ય વાતને વધુ ચોટદાર રીતે સમજાવવા માટે ઓઠાં આવે. ઓઠાં એટલે ઉદાહરણકથા. ઓઠાંની ખૂબી એ કે એમાં જાણીતાં માણસોનાં નામ આવે. ગામનાંય નામ-ઠામ અપાય. પણ ક્યારેક તપાસ કરતાં એમ માલૂમ પડે કે એ વ્યક્તિના જીવનમાં એવી ઘટના બની જ ન હોય ! ઓઠાંની સૌથી મોટી વિશેષતા રહેલી છે એની ભારોભાર વાસ્તવિકતામાં. એની અંદર હસતાં-હસતાં વ્યવહારજ્ઞાન વણાઈ ગયું હોય. ક્યારેક એમાં થોડો ડંખ હોય, પણ એ ઓઠાંમાંના હાસ્યની નીચે દબાઈ જાય. ઓઠાંમાં સમાજજીવનની તાદૃશ તસવીર જોવા મળે. એમાં ક્યાંય નિંદાનો ભાવ નહીં. કોઈ કોમની નહીં, પણ કોઈ ટેવની હાંસી ઉડાવી હોય. ઓઠાંમાં મુખ્યત્વે બે બાબત નજરે પડે છે : એક તો વ્યવહારજ્ઞાન અને મોતીની માળા છેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 81