Book Title: Mitra Dvantrinshika Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota Publisher: Gitarth Ganga View full book textPage 8
________________ મિત્રાદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક ‘દ્વાદિંશદ્વાત્રિશિકા ગ્રંથની મિત્રાદ્વાબિંશિકાના શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકાર શ્રી જિનશાસનરૂપ ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા મહાપુરુષો પૈકી સ્વપરદર્શન નિષ્ણાત, પકાંડવિદ્વાન, વિસ્તૃતસચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સમર્થ સાહિત્યસર્જક, સર્વનયમયવાણી વહાવનાર, ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ, મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર વિષયવાર ૩૨-૩૨ શ્લોકમાં અર્થગંભીર વિશદ છણાવટવાળો, ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય તત્ત્વાર્થદીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, અમરકૃતિરૂપ, Master Piece-નમૂનારૂપ તેઓશ્રી વિરચિત આ ધાત્રિશદ્યાત્રિશિકા” ગ્રંથ છે. જૈનાગમો ઉપર જબરજસ્ત ચિંતન-મનન કરી, તેનાં રહસ્યોને તર્કબદ્ધ રીતે પ્રકાશિત કરનાર, સમર્થ શાસ્ત્ર, સૂરિપુંગવ, આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજને અનહદ ભક્તિ અને આદર હતાં, તેમ જ તેઓશ્રીના ગ્રંથોનો તલસ્પર્શી બોધ પણ હતો. આ “કાત્રિશદ્વત્રિશિકા' ગ્રંથમાં પોતાની આગવી સૂઝ અને શૈલીથી પૂજયશ્રીના મુમુક્ષુજનપ્રિય યોગશતક, યોગવિંશિકા, યોગદષ્ટિ સમુચ્ચય અને યોગબિંદુ ઇત્યાદિ ગ્રંથરત્નોના પદાર્થોને તર્કબદ્ધ રીતે – સંવાદી સમવતાર કરીને સંકલન સ્વરૂપે સંગૃહિત કર્યા છે, જેમાં મુખ્યત્વે “યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ'ના પદાર્થોનો અનુપમ સંગ્રહ વિશદીકરણ અને વિવેચન વિશેષે કરેલ છે. ઘણાં સ્થાનોમાં તો આચાર્યશ્રીની ટીકાના શબ્દો અને શ્લોકો યથાવત્ રાખ્યા છે, જે તેઓની પૂજ્યશ્રી તરફની ભક્તિના સૂચક છે. વળી પૂ.ઉપાધ્યાયજી મહારાજે પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના પદાર્થોને અનુસરીને તેમના પદાર્થોને પુષ્ટિ આપી છે, એટલું જ નહીં, પરંતુ સ્વયં પણ નવા તર્કોનું સંમિશ્રણ કર્યું છે, જેથી મૂળ પદાર્થ વધુ સ્પષ્ટ થઈ વાચકવર્ગને આહ્વાદ આપે છે. યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં આઠ યોગદષ્ટિઓનો ક્રમિક વિકાસ અને ગુણો બતાવ્યા છે, તેથી આ ગ્રંથ પ્રાજ્ઞ મુમુક્ષુઓને અતિ આકર્ષણ કરે તેવો છે. યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથના પદાર્થોનો સંગ્રહ પૂ. ઉપાધ્યાયજી મહારાજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 96