________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજે પહેલી વાર જ ગુરુદેવનાં દર્શન થયાં. મન પ્રસન્ન થયું. તેમનો બોધ ગમ્યો અને તેમનું વ્યક્તિત્વ પણ આકર્ષક લાગ્યું.”
“ભતે ગુરુદેવે મને ગૃહસ્થ ધર્મનાં બાર વ્રતોની સમજણ આપની પાસેથી લેવા કહ્યું છે!”
ભદ્ર, તમે શ્રમમુક્ત થાઓ. સ્વસ્થ થાઓ. પછી હું તમને અધ્યાપન કરાવું.'
એ દિવસે પંડિતશ્રી સુબુદ્ધિએ મને ગૃહસ્થ ધર્મ અને શ્રમહાધર્મ - બંને ધર્મોનું જ્ઞાન આપ્યું. બાર વ્રતો મને સારી રીતે સમજાવ્યાં. મેં મારા મનમાં વિચાર્યું : “હું આવતી કાલે ગુરુદેવ પાસે જઈને વિધિવત્ વ્રતોને ગ્રહણ કરીશ.'
રાત અંધારી હતી. રિમઝિમ વર્ષા થઈ રહી હતી. ઠંડી હવા વહી રહી હતી. મારો રાજપ્રાસાદ એટલે કે મારી માતા રાણી રૂપસુંદરીનો પ્રાસાદ દીપકોન મંદ આલોકથી આલોકિત અને ગંધદ્રવ્યોથી સુરભિત હતો. રાત ગહન થતી જતી હતી અને મારા મનમાં આચાર્ય મુનિચન્દ્રનાં ઉપદેશવચનો ઘુમરાવા લાગ્યાં.
મારા પિતાજી મહારાજા પ્રજાપાલ અમારા મહેલમાં હતા. મહેલમાં મૃદુલ વાઘોનો ઝંકાર રણકતો હતો. નૂપુર અને કંકણના પ્રિય ધ્વનિ ગુંજતા હતા. દાસીઓએ આવીને મને કહ્યું : “ભદ્ર, આપને પિતૃપાદ યાદ કરે છે. હવે શયનનો સમય થયો છે. આપ આજ્ઞા કરો તો ગીત-નૃત્યનો કાર્યક્રમ પણ થઈ શકશે. ઉજ્જયિનીની શ્રેષ્ઠ સુંદરી કાદંબરી નૃત્ય માટે પ્રતીક્ષા કરી રહી છે.'
મયણાએ કંઈક શ્રમિત સ્વરે કહ્યું : “શુભે! હમણાં ઊભી રહી. મને વિચારવા દો. આવું બધું તો હું વર્ષોથી જોતી આવી છું, ભોગવતી આવી છું. સુંદરીઓનાં નૃત્ય, કોકિલકંઠી કન્યાઓનાં કલગાન... તંત્રીની સ્વરલહરી... ના, ના, હવે મને આ બધાંથી તૃપ્તિ નહીં થાય. નૃત્ય નથી જોવું. ગીત નથી સાંભળવું, પીઠમર્થન નથી કરાવવું. પિતાજીને કહો કે તેઓ મારી પ્રતીક્ષા ન કરે અને તમે સહુ શયન કરો.”
દાસીઓ ચાલી ગઈ. રાત ગંભીર થતી ચાલી. રાજમહેલમાં શાંતિ છવાઈ ગઈ. સુગંધિત દીપકો સળગી રહ્યા હતા. સ્નિગ્ધ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો.
૨૦
માણા
For Private And Personal Use Only