________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન
૧૭
અમે ઉજ્જયિનીના ઉગમણા દરવાજેથી નગરમાં પ્રવેશ કર્યો. હું એક ખચ્ચર જેવા ઘોડા પર બેઠો હતો. ઘોડાની લગામ પકડીને જવાનસિંહ ચાલતો હતો. મારી પાછળ સાતસોએ સાતસો કુષ્ઠરોગી ચાલી રહ્યા હતા. રસ્તો ધૂળભરેલો હતો એટલે અમારા ચાલવાથી ખૂબ ધૂળ ઊડી રહી હતી.
ઉજ્જયિનીની પ્રજા માટે આ પહેલો જ પ્રસંગ હતો કે નગરમાં એક સાથે સાતસો કુષ્ઠરોગી આવી ચઢ્યા હોય કેટલાક રોગીના હાથ ખરી પડેલા હતા તો કેટલાક લંગડા હતા. કેટલાક ખાંસતા હતા તો કેટલાકનાં શરીર ગુમડાંથી ગ્રસિત હતાં. માખીઓ બણબણતી હતી. કોઈના મોઢામાંથી લાળ ટપકી રહી હતી... કોઈના માથાના વાળ ઊતરી ગયેલા હતાં. કેટલાકની ચામડી સડી ગયેલી હતી. તેમના શરીર પર મેલાં વસ્ત્રો હતાં. ભયંકર દુર્ગધ તેમના શરીરમાંથી ફેલાતી હતી. નગરવાસી લોકો ત્રાસ પામી રહ્યા હતા. નગરના કૂતરા ભસી રહ્યા હતા.
ત્યાં રાજ્યના મંત્રી સોમદેવ મારી પાસે આવ્યા. પ્રભાતકાકા મારી સાથે ચાલતા હતા. મંત્રીએ આજ્ઞા કરી : ઊભા રહો.' અમે ઊભા રહ્યા. તમે કોણ છો અને નગરમાં શા માટે આવ્યા છો?'
અમે કુષ્ઠરોગી છીએ. નગરથી દૂર ક્ષિપ્રાના તટ પર ગિરિ-ગુફાઓમાં રહીએ છીએ. આજે અમે એક વિશિષ્ટ પ્રયોજનથી નગરમાં આવ્યા છીએ. ક્ષમા કરજો. અમારે નગરમાં ન આવવું જોઈએ, એ અમે જાણીએ છીએ.. પણ..” પ્રભાતકાકા બોલતા હતા. ‘પણ શું? શા માટે નગરમાં આવ્યા છો?'
આ અશ્વ પર બેઠા તે અમારા રાજા છે, રાણા છે. અમે સાતસો કુષ્ઠરોગી છીએ. અમે આ યુવાનને અમારો રાજા બનાવ્યો છે..” મંત્રીએ મારી સામે જોયું અને બોલ્યા : ભલે રાજા બનાવ્યા, નગરમાં શા માટે આવ્યા? તમારે નગરમાં ન
મયમાં
૧૦૫
For Private And Personal Use Only