Book Title: Mayna
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 295
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લગ્ન કરે તો મને દુઃખ નથી. પણ બીજી કોઈ ૨મણીને મારા કરતાં વધારે સુંદર, વિદુષી કે પ્રેમમયી માનીને એના પ્રેમમાં અંધ થઈને લગ્ન કરે તો એ મારે માટે ઘોર અપમાન ઠરશે. મનમાં ને મનમાં પ્રભુને પ્રાર્થના કરતી હતી કે ‘દેશહિતમાં શ્રીપાલ ભલે સો નારીને વરે, પણ પ્રેમમાં પડીને કોઈની સાથે લગ્ન ન કરે!' Acharya Shri Kailassagarsuri Gyanmandir મારી એક સખી હતી માયા. માયાનો અર્થ છે. ઇન્દ્રજાલ. મમતા, મોહ, શઠતા! આ બધાંને ભેગાં કરવાથી જે અર્થ થાય છે તે જ છે જીવ! એટલે કે જીવન માયા છે! દેવર્ષિ નારદના ગયા પછી હું કંઈક વ્યાકુળ થઈ ગઈ હતી. અજાણપણે ઈર્ષ્યાથી બળતી હતી. અભિમાનથી ક્ષીણ થતી હતી. રાજનૈતિક કારણોથી શ્રીપાલ એકથી વધુ પત્નીઓનો સ્વીકાર કરી રહ્યા છે એ પણ જિદ્દી મન સ્વીકારી શકતું ન હતું. માયા મારું મનપરિવર્તન કરવા હજાર પ્રયત્ન કરતી રહી. મારા કાનમાં કહેતી હતી ‘મહારાણીજી! કોના માટે બ્રહ્મચારિણીનું જીવન! કઠોર તપસ્યા, સાદાઈભર્યું જીવન, નિદ્રાવિહીન રાતમાં કોની વ્યાકુળ પ્રતીક્ષા? નિષ્ઠુર શ્રીપાલ માટે? તેઓ તો આ દરમિયાન ત્રણ ત્રણ કન્યાઓ સાથે દામ્પત્યનો આનંદ લઈ ચૂક્યા છે. આપને ભૂલી ગયા હશે. આવશે ત્યાં સુધીમાં આપના માટેની ઉત્કંઠા, કુતૂહલ, આકર્ષણ ઓછાં નહીં થઈ ગયાં હોય? આપ રૂપવતી છો, વિદુષી છો, શ્રેષ્ઠ નારી છો. આ જીવન સુખ માટે છે. ઉપભોગ ને આનંદ માટે છે. સુખની આશામાં જ માણસ અસહ્ય દુઃખ સહન કરી લે છે. પણ આ સુખ તો શ્રીપાલે સમાપ્ત કરી નાંખ્યું છે. ભૂલી જાઓ એમની વાત... યૌવન આપની પાસે આવીને સ્થિર થઈ ગયું છે. વિપુલ વૈભવ આપનાં ચરણોમાં આળોટે છે...' ૨૮૬ જીવનની પળેપળ મૂલ્યવાન છે, પણ યૌવનની દરેક પળ અમૂલ્ય હોય છે! જીવનનો ઉપભોગ કરો, મહારાણી. શ્રીપાલ પાછા આવીને જુએ કે આપને દુઃખ દેવા માટે એમણે જે કાવતરું કર્યું હતું, એ નિષ્ફળ ગયું છે...' માયા મધમાખીની જેમ મૃદુ ગુંજનમાં કહેતી હતી. જીવનનો અર્થ For Private And Personal Use Only મયણા

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298