Book Title: Mayna
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 273
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક દિવસ અમસ્તો જ હું ક્ષિપ્રાના કિનારે ફરવા નીકળ્યો હતો. ત્યાં શ્વેત વસ્ત્રધારી નીચી દૃષ્ટિએ ચાલતા હસમુખા મુનિવર સિદ્ધેશ્વર મને રસ્તામાં મળ્યા. તાજાં ખીલેલાં શ્વેત કમળ જેવો એમનો ચહેરો પ્રસન્ન અને પ્રફુલ્લ હતો. એમના એક હાથમાં સીસમના લાકડાનો દંડ હતો અને બીજા હાથમાં ભિક્ષાપાત્ર હતું. કદાચ તેઓ ભિક્ષા માટે કે જંગલ જવા માટે નીકળ્યા હોય. મુનિ સિદ્ધેશ્વર, આચાર્યદેવ મુનિચન્દ્રસૂરિના પ્રીતિપાત્ર પુત્રવત્ શિષ્ય હતા. મને આ મુનિ સર્વગુણસંપન્ન લાગ્યા હતા. જીવનયાત્રામાં તેઓ મને સૌથી વધુ અધ્યયનશીલ અને દુરારાધ્ય છતાં વિનમ્ર યાત્રી લાગ્યા હતા. તેઓ જૈન મુનિ હતા. તેમની મર્યાદાઓ હતી છતાં મારા માટે તેઓ પ્રેમાળ મિત્ર હતા. કુદરતના રસિક ભોક્તા હતા. કેટલી ઝીણવટથી એમણે આસપાસની નાનીમોટી વાતોને જીવનમાં બૌદ્ધિકતાથી સ્વીકારી હતી એમના વિચારો વિશાળ હતા. હું એમને થોડો થોડો ઓળખતો થયો હતો. મારી સાથે કલાકો સુધી વાતો કરતા. ગુરુદેવ મુનિચન્દ્રસૂરિએ એમના વિકાસની બધી જ તકો આપી હતી. એમના વિરાટ વ્યક્તિત્વના વટવૃક્ષ હેઠળ એ મુનિ ભૂછત્રની જેમ ઊછર્યા હતા. મને એમનું અનોખું સ્વતંત્ર વ્યક્તિત્વ લાગતું હતું. આ ઉજ્જયિનીમાં એમના જેવું કોઈનું વ્યક્તિત્વ મેં જોયું નથી. ક્યારેક તો એ ગુરુદેવ કરતાં ય શ્રેષ્ઠ લાગતા! હિમાલયના શ્વેત શિખર જેવા ઊંચા! ગંગાના પટ જેવા વિશાળ! મેં મારો રથ ઊભો રાખ્યો. હું નીચે ઊતર્યો. મુનિવરનાં ચરણે વંદના કરી કહ્યું: “હે મુનિરાજ, આપનાં દર્શનથી આજનો દિવસ સારો જ શે! આજ તો અકલ્પનીય દુર્લભ અતિથિનો ભેટો થઈ ગયો! એમણે સહજતાથી હસતાં કહ્યું : “મારાં દર્શન શું આટલાં લાભદાયી છે? તો તો રોજ તારા ક્ષિપ્રા તટે જવાના માર્ગમાં આવીને ઊભો રહું.” એ તો તમારા માટે શક્ય નથી, એ હું જાણું છું. પણ તમારાં દર્શન લાભદાયી છે એ ચોક્કસ! ચાલો, શું તમે ક્ષિપ્રાના તટ પર પધારો છો?' નહીં મહાનુભાવ, સમય થઈ ગયો છે. મારે જવું જોઈએ. ગુરુદેવ મારી રાહ જોતા હશે.” “તો ચાલો, હું પણ તમારી સાથે આવું.' મારો રથ રાજા પુણ્યપાલનો પુત્ર અશ્વિની ચલાવતો હતો. મેં એને રથ રાજમહેલે લઈ જવા કહ્યું. ૨૯૪ ભયા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298