Book Title: Mayna
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 289
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિય સખાનું અપમાન કરે છે!” હું તેની સામે જોઈ રહેતી. તે હસીને કહેતી, “શ્રીપાલ જંગલમાં એકલા શું શું કરી શકે છે, જંગલી હિંસક પ્રાણીઓને શક્તિહીન કરી દે છે, એ જ તું જાણતી હોત તો તું આટલી ચિંતા ન કરત. લાગે છે કે શ્રીપાલના બાહુબળ અને અસ્ત્ર કૌશલ પર તને ભરોસો નથી, આ શું શ્રીપાલનું અપમાન નથી? તું એમની ઘર્મપત્ની છો, તો પણ એમના માટે આવી કલ્પના કરે છે? તું એમની ચિંતા ન કર.” લલિતાનું આશ્વાસન સાંભળીને હું મારી જાતને દિલાસો આપવાનો પ્રયત્ન કરતી હતી. એ દિવસે શ્રીપાલ પાછા આવ્યા ત્યારે લોહીતરબોળ અને જખમી હતા. આ કેમ થયું, એ કોઈ જાણતું ન હતું. એ દિવસે તેઓ કંઈક બેચેન હતા. એ હાલતમાં જ પાંચાલદેશના એક વેગવાન ઘોડા પર બેસીને તેઓ જંગલમાં ગયા હતા. ઘોડાએ વેગ પકડ્યો ને એ જંગલમાં અન્તર્ધાન થઈ ગયા. બહુ વાર પછી એ ઘોડો એકલો જ ઝડપથી દોડતો પાછો આવ્યો. સેવકો શ્રીપાલને શોધી શોધીને થાકી ગયા. આખરે પહાડની તળેટીમાં બેભાન પડેલા જોયા. જખમી દશામાં ઊંચકીને તેમને લઈ આવ્યા. રોમાંચક ઘટનાઓના નાયક બનવાની લાલસા શ્રીપાલમાં જન્મથી હશે? કદાચ આળસ ને ઉદાસી દૂર કરવા માટે એ ભયાનક ઘોડાની પીઠ પર એ વન-પર્વત-પ્રદેશનું સૌંદર્ય જોતાં જોતાં અસ્વસ્થ થઈ ગયા હશે. એ વખતે ઘોડો એમના કાબૂ બહાર ગયો હશે અને એ પડ્યા હશે. કેવી રીતે શું થયું, એનો વિચાર કરવાનો સમય ન હતો. તરત જ સારવાર શરૂ કરી. રાજવૈદ્ય ચિકિત્સા કરી. તેમણે કહ્યું : “સતત લોહી વહી રહ્યું હતું પણ ચિંતા જેવું નથી. હમણાં ભાનમાં આવી જશે.” એ વખતે લલિતાએ હસીને કહ્યું : “હવે સમજી, ઉજ્જયિનીની અશ્વશાળામાં બીજા આટલા અશ્વો હોવા છતાં પાંચાલનો દુષ્ટ અશ્વ લઈ જઈને શ્રીપાલે શા માટે આપત્તિ વહોરી લીધી! નહીં તો તન્વી પ્રિયતમા મયણાનું સાહચર્ય કેમ મળે? સદાચારી, સુશીલ અને બોલવામાં સંયમવાળા શ્રીપાલ, મયણા પાસે જબરદસ્તી સેવા... સાહચર્ય મેળવે નહીં ને!' ૨૮O મયણ For Private And Personal Use Only


Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298