Book Title: Mayna
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 292
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદુષી છો, વિદ્યાવતી છો, તમને હું શો ઉપદેશ આપું? તો પણ થોડી વાત કહું છું. ક્યારેક મા કઠોર થઈ જાય તો ગેરસમજ ન કરશો. એમના મનને આઘાત ન આપશો. એવી જ રીતે મહારાજાની ઉપેક્ષા ન કરશો. તમારી માતા સર્વોપરી છે. એમના તરફનાં કર્તવ્યોમાં ઢીલાશ નહીં કરતા. મારા માટે તમે દુ:ખદર્દ સહ્યાં છે, માન-અપમાન સહ્યાં છે. એ ક્યારે ય ભૂલી શકીશ નહીં. રહી મારી વાત! મારા દુઃખનો હવે એક વિચાર પણ ન કરશો. એક રાજપુત્રે બચપણથી જ વનવાસ, આપત્તિ, ઉપવાસ, થોડું અન્ન, ગરીબી અને ભાગ્યની સાથે સંગ્રામ કર્યો છે! કર્મોનો યોગ હશે.. તો આપણે ફરી મળશે. હવે વિદાય આપો.” શ્રીપાલનો એક એક અક્ષર સ્વીકારવા જેવો હતો. હું સાંભળતી જતી હતી. ધરાતી ન હતી. મેં કહ્યું : મારા નાથ! વહેલા વહેલા પાછા આવજો. મને ભૂલી ન જ શો! તમે પરાક્રમી ને પુણ્યશાળી છો, અનેક રાજકુમારીઓ તમારી અર્ધાગના બનવા તલસશે. છતાં આ દાસીને વીસરી ન જશો.” છે. આજથી રોજ એકાસણાનું વ્રત કરીશ. છે. જમીન પર શયન કરીશ. જ સ્નાન અને શણગારનો ત્યાગ કરીશ. છે સચિત્ત - સજીવ વસ્તુઓનું ભક્ષણ નહીં કરું. શ્રી સિદ્ધચક્ર-મહાયંત્રની પ્રતિદિન આરાધના કરીશ. તમારી માતા અને મારી માતા પણ સિદ્ધચક્રજીનું આરાધન કરશે. અમે રોજ તમારા કુશળની કામના કરતાં રહીશું. આપનો માર્ગ કુશળ હો! નિર્વિઘ્ન હો....! ત્યાં કમલપ્રભા આવ્યાં. તેઓ ભાવાવેશમાં હતાં. “વત્સ, હું તારી સાથે પરદેશમાં આવશે. ત્યાં હું તારી ખબર-અંતર રાખીશ... તને વત્સ, એક ઘડી પણ હવે મારાથી જુદો નહીં રહેવા દઉં...” કમલપ્રભા રડી પડ્યાં. શ્રીપાલ ગંભીર સ્વરે બોલ્યા : “મા, પરદેશમાં તું કે મયણા સાથે હો તો મારા માટે મોટું બંધન રહે. મને તમારી ચિંતા રહે... હું મારાં અપણા ૨૮૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298