Book Title: Mayna
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 271
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે તરત જ તે વસ્ત્રો સંકોરતી ઊભી થઈ. શરમથી મોં નીચું કરીને તે ઊભી હતી. હું અવાક્ થઈ ગયો. હું અટારીમાં જઈને ઊભો રહ્યો. ત્યાંથી આકાશમાં પૂર્ણચન્દ્ર દેખાતો હતો. પોતાની રૂપેરી ચાંદની ધરતી પર ખોબલે ખોબલે વરસાવી રહ્યો હતો. આખી ઉજ્જયિની નગરી કેવી શાંત હતી! ક્ષિપ્રા નદી તરફથી શીતળ પવનની લહેર મહેલ સુધી લહેરાઈ રહી હતી. મેં ક્ષિપ્રા નદી તરફ દૃષ્ટિ કરી. દૂર ચાંદનીમાં વહેતો એનો રૂપેરી પ્રવાહ ઘુમરાટી લેતાં કબૂતરો જેવો દેખાતો હતો. હળવેકથી મેં અટારીનો દરવાજો બંધ કર્યો અને પલંગ પાસે પહોંચ્યો. એ મનમાં ને મનમાં હસતી હતી. એના ગાલમાં મોહક ખંજન પડ્યાં. તે કંઈ બોલી નહીં. હજી યે તે લજામણીની વેલની જેમ લજવાઈને ઊભી હતી. મેં કહ્યું : આ રાજમહેલમાં અનેક પાષાણપ્રતિમાઓ કોતરેલી છે. એમાં તારે એક વધારો કરવો છે? ક્યાં સુધી આમ ઊભી રહીશ? બસ નીચે.’ તે સંકોચાઈને નીચે બેઠી. એની સાડીના સોનેરી બુટ્ટા મશાલના પ્રકાશમાં ઝગમગી ઊઠ્યા. મેં એને વિસ્મયથી પૂછ્યું : મયણા! આ સાડી આજે તે કેમ પસંદ કરી? ખાસ કોઈ કારણ?' ‘તમને સિદ્ધચક્રજીમાં સોનેરી આચાર્યપદનું ધ્યાન કરવું વધુ ગમે છે ને એટલે!' તે અત્યંત હળવે સાદે બોલી. એનો અવાજ રૂપાની ઘંટડી જેવો મધુર હતો, પરંતુ એના અવાજ કરતાં ય મને એનો ઉત્તર બહુ ગમ્યો! અરુંધતીને લઈ આકાશમાં પૂર્ણિમાનો પૂર્ણ વિકસિત ચંદ્ર ધીમે ધીમે ઊંચે ચડવા લાગ્યો. ગવાક્ષના અધખૂલા દરવાજાની તડમાંથી ક્ષિપ્રા નદીની શીતળ લહરીઓ નિર્ભયપણો શયનગૃહમાં મંદ મંદ પ્રવેશ કરી રહી હતી અને શીતળતાનો અનુભવ કરાવતી હતી. મયણાના સહવાસમાં મારા દિવસો આનંદથી પસાર થતા હતા. તે એક આદર્શ પત્ની હતી. માત્ર પત્ની તરીકે જ નહીં, પણ બહેન, માતા, કન્યા, ભાભી.. તરીકેના બધા સંબંધોમાં પણ મને એ આદર્શ જ લાગતી હતી. દિવસના મોટા ભાગનો મારો સમય શ્રી સિદ્ધચક્રજીની આરાધનામાં પસાર થતો. ક્યારેક હું ક્ષિપ્રા નદીના તટ પર જઈને પણ સિદ્ધચક્રજીના ધ્યાનમાં નિમગ્ન થતો. બાકીનો સમય રાજા પુણ્યપાલ, મહામંત્રી સોમદેવ, મારી માતા, ૨૬૨ મયણાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298