Book Title: Mayna
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 282
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અવારનવાર આવતી-જતી હતી. મયણાનાં મામી વિશાલા પણ મારી માતા સાથે ઘનિષ્ઠ રીતે પ્રેમસંબંધથી બંધાયાં હતાં. સર્વત્ર આનંદ ફેલાયો હતો. મહેલમાં, નગરમાં અને રાજ્યમાં. સર્વત્ર મયણાની પ્રશંસા થઈ રહી હતી. જૈન ધર્મનો અપૂર્વ મહિમા ફેલાઈ રહ્યો હતો. Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારા દિવસો, મહિનાઓ... સુખભોગમાં પસાર થતા હતા. હા, અમારી ધર્મઆરાધના ક્યારેય ખંડિત થતી ન હતી. શ્રી સિદ્ધચક્રજીનું પૂજન, ધ્યાન બરાબર થતું હતું. શ્રી ઋષભપ્રાસાદમાં પ્રતિદિન અમે સહુ દર્શન-પૂજન-ગીત-નૃત્ય આદિ ભક્તિ-અર્ચના કરતાં હતાં. ગુરુદેવ મુનિચન્દ્રસૂરિજીનાં દર્શન-વંદન કરી એમની અમૃતવાણીનું શ્રવણ કરતાં હતાં. અવારનવાર ધર્મચર્ચા પણ કરતાં હતાં. મારી માતા અને રૂપસુંદરી પણ ધર્મચર્ચામાં ભાગ લેતી હતી. મારા નિત્યક્રમ મુજબ રથમાં બેસી હું અને અશ્વિની ક્ષિપ્રા નદીના કિનારે જતાં હતાં. આ અમારો પ્રાભાતિક કાર્યક્રમ હતો. ક્યારેક સિદ્ધેશ્વર મુનિરાજ માર્ગમાં મળી જતા તો હું રથમાંથી ઊતરી જતો ને એમની સાથે ચાલતો. એક દિવસ ન ધારેલી ઘટના બની. જોકે ઘટના આમ તો સાવ મામૂલી કહેવાય. પણ ક્યારેક નાનકડો કાંટો પગમાં ભારે વેદના કરતો હોય છે! એવી જ વાત બની. રાજમાર્ગ પરથી અમારો રથ પસાર થઈ રહ્યો હતો. રથને અશ્વિની હંકારતો હતો. હું રથમાં બેઠો હતો. ત્યાં એક ઘરના બારણે એક કન્યા ઊભી ઊભી મને જોઈ રહી હતી. તેણે એની માતાને પૂછ્યું : 'મા, આ રથમાં આવો સુંદર પુરુષ કોણ જાય છે?' બેટી, એ આપણા મહારાજાના જમાઈ છે!' મા આ વાર્તાલાપ સવારના નીરવ વાતાવરણમાં મને સંભળાયો... ‘આપણા મહારાજાના જમાઈ!' મારી ઓળખાણ જમાઈ તરીકે આપવામાં આવી... મને વાત ન ગમી. લોકો મને સસરાના નામે ઓળખે છે... મારા માટે લાંછનરૂપ છે.' જેઓ પોતાના ગુણોથી ઓળખાય છે તે ઉત્તમ પુરુષો કહેવાય. જેઓ પિતાના નામે ઓળખાય છે તેઓ મધ્યમ કોટિના પુરુષો For Private And Personal Use Only ૨૭૩

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298