Book Title: Mayna
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 283
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કહેવાય. જેઓ મોસાળ-પક્ષથી ઓળખાય તેઓ અધમ કોટિના પુરુષો કહેવાય અને જેઓ સસરાના નામે ઓળખાય તેઓ અધમાધમ પુરુષો કહેવાય.' Acharya Shri Kailassagarsuri Gyanmandir એ દિવસે હું અશ્વિની સાથે બોલ્યો નહીં. એ પણ મને ગંભીર મુખમુદ્રામાં જોઈને બોલ્યો નહીં. ક્ષિપ્રાનાં શીતલ પાણીમાં પણ મને ટાઢક ન વળી. મેં અશ્વિનીને કહ્યું : ‘આપણે પાછા રાજમહેલે જઈએ.' મને રાજમહેલે ઉતારીને અશ્વિની રથ લઈને ચાલ્યો ગયો. હું સીધો મારા આવાસમાં પહોંચ્યો. મારું મન ઉદાસ હતું. મને પેલી સ્ત્રીના શબ્દો ભાલાની જેમ ભોંકાતા હતા. મન ચંચળ બની ગયું હતું. હું પલંગમાં પડી આળોટવા લાગ્યો. ત્યાં મયણાનો મધુર સ્વર સંભળાયો. કેમ આજે થાકી ગયા?' તે મારી પાસે આવીને ઊભી રહી. પણ મેં એની સામે ન જોયું. એણે મારી સામે ધારીને જોઈ લીધું. ‘ઉદાસ લાગો છો... શું થયું?' હું મૌન રહ્યો. તે પલંગની કિનારે બસી ગઈ. ‘તબિયત તો સારી છે ને?' મેં માથું હલાવીને હા પાડી. ‘તો શું મનદુઃખ થયું?' ચિંતાભર્યા સ્વરે તે બોલી. ‘શું કોઈએ તમારું અપમાન કર્યું કે તમારી આજ્ઞા ન માની? જલદી બોલો... તમારી ઉદાસીનતા મારાથી જોઈ જતી નથી...’ મેં એને માર્ગમાં સાંભળેલો વાર્તાલાપ કહી સંભળાવ્યો, અને પૂછ્યું : ‘ભદ્રે! મારે અહીં શ્વસુરગૃહે રહેવું કેટલું ઉચિત છે? સસરાના નામે ઓળખાવું કેટલું ખરાબ છે?' મયણા મારી વાત સાંભળીને વિચારમાં પડી ગઈં... ૨૭૪ ‘તો પછી ચંપાનું રાજ્ય લેવું પડે... યુદ્ધ કરવું પડે... અને જો એમ જ કરવું હોય તો મારા પિતા પોતાની વિશાળ સેના આપને આપશે. આપ યુદ્ધ કરીને પોતાનું રાજ્ય પાછું મેળવો.' 'તો દુનિયા કહેશે સસરાની સહાયથી રાજ્ય લીધું! ના, ના, મારે તારા પિતાની કોઈ જ સહાય નથી લેવી. હું મારા જ પરાક્રમથી રાજ્ય લઈશ...’ For Private And Personal Use Only મમણા

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298