Book Title: Mayna
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ક્ષિપ્રા નદીના ઊંડા નીલવર્ણા પ્રવાહની ભ્રાન્તિ કરાવતા હતા. ભાલ પ૨ અર્ધચન્દ્રની આડ કરી હતી.
સૌ મયણાના ઉત્કટ રૂપને, છટાદાર યૌવનને નીરખી રહ્યા.
આ કાર્યક્રમ આનંદ-ઉત્સવનો જ હતો. નર્તકીનાં નૃત્ય અને સંગીતકારનાં ગીતોથી હર્ષ માણવાનો હતો. કાર્યક્રમ ખુબ સારી રીતે ચાલતો રહ્યો...
મહારાજા પ્રજાપાલના મહેલમાં મહામંત્રી સોમદેવે, મહારાજાને ખૂબ સમજાવી-પટાવીને આજે સંધ્યા સમયે નગરની બહારના કામદેવ-ઉદ્યાનમાં વિહાર કરવા જવાનું સમજાવ્યું. રાણી સૌભાગ્યસુંદરીએ પણ મહારાજાને સમજાવવામાં સાથ આપ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘ઘણા દિવસોથી નાથ, આપ મહેલની બહાર નીકળ્યા નથી... નગરચર્ચા જાણી નથી. રાજપુરુષોને મળ્યા નથી... આજે તો આપને કોઈ પણ રીતે બહાર લઈ જવા છે! થદળ, અશ્વદળ ને હસ્તીદળ સાથે સવારી કાઢવાની છે...'
મહારાજા માની ગયા. મહામંત્રી અને રાજા પુણ્યપાલની યોજના પાર પાડવાની આશા બંધાઈ. રાજસવારીને પાછાં ફરતાં રાજા પુણ્યપાલના મહેલ આગળથી પસાર કરવાની યોજના ઘડાઈ હતી.
અને એ જ રીતે મહારાજા પ્રજાપાલની સવારી નીકળી. નગરમાં ફરી નગરજનોએ રાજા-રાણીને વધાવ્યાં... સવારી કામદેવના ઉઘાને પહોંચી. રાજા-રાણીએ કામદેવની મૂર્તિની પૂજા કરી અને સવારી પાછી ફરી. ધીરે ધીરે સવારી પુણ્યપાલ રાજાના મહેલની નિકટ પહોંચી. ત્યાં મધુર વાઘોના અવાજ રાજાના કાને પડ્યા : ગીતના શબ્દો કાને પડ્યા : નૃત્યના ઝણકાર કાને પડ્યા...
‘આ બધું શું સંભળાય છે, રાણી?'
‘આપણે મહામંત્રીને પૂછીએ...' રાણી સૌભાગ્યસુંદરીએ મહામંત્રીને ઇશારો કરી બોલાવ્યા.
મા
‘મહારાજા, આ તો આપણા સામંતરાજા પુણ્યપાલનો મહેલ છે. ત્યાં મહોત્સવ ચાલી રહ્યો છે!'
ત્યાં તો રથની સામે જ રાજા પુણ્યપાલ આવીને ઊભા.
‘મહારાજા, મારા મહેલને પાવન કરો!' મહારાજાનો હાથ પકડી પુણ્યપાલે મહારાજાને રથમાંથી ઉતાર્યા. વિશાલાએ સૌભાગ્યસુંદરીને ઉતારી.
For Private And Personal Use Only
૨૩૭

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298