________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ ૨3 (
ત્યારે પ્રબુદ્ધ આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિને પોતાની અન્તર્મુખ આત્માનુભૂતિ અને શાસ્ત્રાનુભૂતિ, એક પુણ્યશાલી યુગલના દુઃખનિવારણ માટે ઉપયોગમાં લેવી પડી હતી. તે માટે તેમને આત્મલક્ષી બ્રહ્મ-શિખર પરથી નીચે ઊતરવું પડ્યું હતું. એ ઉત્તમ જીવો સમજી શકે એવી વાસ્તવિક સરળ ભાષામાં પોતાના ઉચ્ચતમ શાસ્ત્રજ્ઞાનને ખોલવું પડ્યું હતું. પરોક્ષ ને પરમ તત્ત્વને અહીં અને અત્યારે જ” પ્રગટ કરવા વિવશ થવું પડ્યું હતું. જ્યારે એકાંત અન્તર્મુખ આત્માનુભૂતિને, જીવનના પ્રતિપળના આચાર-વ્યવહાર અને માનવીય સંબંધોને આધાર આપવા માટે એ દિશામાં વાળવી પડી હતી.
તે યુગમાં ભારતીય આકાશમાં એક દિવ્ય વાણીની ગર્જના સંભળાતી હતી. તે ધ્વનિ ઉજ્જયિનીની વિશાળ પૌષધશાળામાંથી ઊઠી રહ્યો હતો
आचार्योऽहं कविरहमहं वादिराट् पण्डितोऽहं, दैवज्ञोऽहं भिषगहमहं मान्त्रिकस्तान्त्रिकोऽहम् ।
राजन्नस्यां जलधिवलयामेखलायामिलायां,
आज्ञासिद्धः किमिति बहुना सिद्धसारस्वतोऽहम् ।। હું આચાર્ય છું. હું કવિ છું. હું વાદીઓમાં સમ્રાટ છું. હું પંડિત છું. હું દૈવજ્ઞ છું. હું ભિષ-મહાવદ્ય છું. હું માંત્રિક ને તાંત્રિક છું. હું રાજાઓની સમુદ્રથી વીંટળાયેલી પૃથ્વીની મેખલા-કડીઓનું મિલન-તીર્થ છું. હું આજ્ઞા-સિદ્ધ છું. અર્થાત્ હું જે આદેશ આ તે સિદ્ધ થાય જ. અરે, હું સિદ્ધ સારસ્વત છું!”
હું અને રાણા, વહેલી સવારે સ્નાન કરી, શુદ્ધ શ્વેત વસ્ત્ર ધારણ કરી, ધર બંધ કરી શ્રી ઋષભપ્રાસાદમાં ગયાં. વિધિપૂર્વક પ્રાસાદમાં પ્રવેશ કરી, પ્રભુને ભાવપૂર્વક પ્રણામ કરી, ત્રણ પ્રદક્ષિણા આપી પ્રભુની સમક્ષ હાથ જોડી નતમસ્તકે ઊભાં રહ્યાં.
હું જે પ્રમાણે દર્શન-વંદન કરું એ જ રીતે તેઓ પણ કરતા હતા.
મયણા
૧૫૩
For Private And Personal Use Only