________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિ ૨૮
ફેર
એક દિવસ આપણે આપણી જિંદગીના વસ્ત્ર પર નજર ફેરવીશું તો લાગશે કે અલૌકિક આંગળીના સંસ્પર્શના કારણે આપણે પરમ પિતાની પ્રેરણાને મૂર્તિમંત કરી છે. આપણને એ ધન્ય ક્ષણે બોધ થશે કે પ્રેમની પીંછીથી કોઈ પણ પ્રકારના ડાઘડૂધ, ટપકાં કે ધાબાં વગરની સુંદર આકૃતિ ઊપસી આવે છે. એ વખતે દુનિયા એ ચિત્રને નહીં, પણ એના પર મહાશક્તિએ, પરમશક્તિએ કરેલી રંગપુરવણીને નિહાળશે અને તેને એક સુંદરતમ સાંગોપાંગ ચિત્રનું દર્શન થશે!
એ જીવંત ચિત્ર મારા પ્રાણનાથ રાજાનું! રાણાનું હતું ! સમી સાંજે અમારી મઢુલી જેવા ઘરના ખંડમાં અમે ત્રણેય બેઠાં બેઠાં વાતો કરતાં હતાં. મોટા ભાગે હું જ બોલતી હતી. મારાં સાસુ ઉત્સુકતાથી મારી વાતો સાંભળતાં હતાં. તેમના પુત્ર પણ ખૂબ સ્નેહથી મારા તરફ જોઈને એકાગ્રતાથી શ્રવણ કરતા હતા.
અચાનક તેઓ બોલ્યા : “હે મારી મા! હતું નહીં કંઈ સુંદર, હતું નહીં સારું લીધું જાણી આણે હતું જે નઠારું. હતું મારી પાસે નહીં કંઈ અર્પણને લાયક હતું બધું અપૂર્ણ અને અવાચ્ય
પરંતુ બનાવ્યું આણે જીવન મારું રોચક! મારી તરફ અંગુલીનિર્દેશ કરીને બોલ્યા : “પરંતુ બનાવ્યું આણે જીવન મારું રોચક!'
મને ઘણું આશ્ચર્ય થયું. એમના મનમાં કાવ્યની ફુરણા થઈ હતી. સુંદર કાવ્યની રચના થઈ હતી.
એક ધાન્યનું (મગનું) આયંબિલ કરીને પછી રોજના ક્રમ મુજબ તેમણે વામકુક્ષી કરી હતી. હું અને લલિતા વાતે વળગ્યાં હતાં. લલિતા માટે
૧૯૨
માણા
For Private And Personal Use Only